લોકસભા ચૂંટણીને લઈને PM મોદી દેશના વિવિધ રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ઉત્તર પ્રદેશના બાંસગાંવમાં જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે સપા-કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓ માટે પાકિસ્તાનમાં દુઆ કરવામાં આવી રહી છે. ઘણી એવી તાકતો છે જે, ભારતનું હિત જોઈ શકતી નથી. તે દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે, સરહદ પારના જેહાદીઓ સપા-કોંગ્રેસને સમર્થન કરે છે.
રવિવારે (26 મે, 2024) PM મોદી યુપીના બાંસગાંવમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે સપા-કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, “ઘણી તાકતો એવી છે, જેને ભારતની પ્રગતિથી પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આ લોકો 4 જૂનને લઈને અલગ જ સપનાં જોઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સપા-કોંગ્રેસના INDI ગઠબંધન માટે દુઆ પઢવામાં આવી રહી છે. સરહદ પારના જેહાદીઓ સપા-કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે. અહીં સપા-કોંગ્રેસવાળાઓ વોટ જેહાદની અપીલ કરી રહ્યા છે.”
#WATCH | Uttar Pradesh | In his Bansgaon rally, PM Narendra Modi says, "'Lekin kuch taakatein aisi bhi hain jinhein Bharat ki pragati se pet me dard ho raha hai, ye log 4 June ko lekar alag hi sapne dekh rahe hain'. Prayers are being read for the win of the INDI alliance of SP… pic.twitter.com/icRGUVdY1t
— ANI (@ANI) May 26, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “આ લોકોનો મુદ્દો દેશનો વિકાસ નથી. તેઓ તો ભારતને ઘણા દશકો પાછળ લઈ જવા માંગે છે. તમે તેના મુદ્દાઓ જુઓ. ઇન્ડી જમાત કહી રહી છે કે, તે સરકારમાં આવશે તો કાશ્મીરમાં ફરીથી 370 લાગુ કરશે. તે વિભાજનના પીડિતોને નાગરિકતા આપતા CAA કાયદાને પણ રદ કરશે. આ કોના એજન્ડા છે? આ જ તો ભારતવિરોધી તાકતો પણ ઈચ્છે છે. તો ઇન્ડીવાળા પણ આ જ કેમ ઈચ્છે છે?”
वो दिन दूर नहीं जब यूपी में भी ब्रह्मोस मिसाइल बना करेगी और ब्रह्मोस मिसाइल ऐसी है, जिसका खौफ दूर-दूर तक है।
— BJP (@BJP4India) May 26, 2024
दुनिया के कई देशों में ब्रह्मोस मिसाइल की मांग रही है, लेकिन कांग्रेस ने उनके सामने भी रोड़े अटकाए।
इंडी वाले चाहते हैं, भारत रक्षा क्षेत्र में न आत्मनिर्भर बने और न… pic.twitter.com/h9TKEP0CQW
વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, “કોંગ્રેસે હંમેશા દેશની સુરક્ષા સાથે ખેલ કર્યા છે. હવે એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. તમે જાણો છો કે, આપણો દેશ બ્રહ્મોસ મિસાઈલો બનાવે છે અને તે દિવસ દૂર નથી જ્યારે યુપીમાં પણ બ્રહ્મોસ મિસાઈલો બનશે. દુનિયાભરમાં બ્રહ્મોસનો ખોફ છે, આખી દુનિયામાં તેની માંગ છે. પણ કોંગ્રેસને તે પણ પસંદ નથી આવ્યું. ઇન્ડીવાળા ઈચ્છે છે કે, ભારત સંરક્ષણ ક્ષેત્રે ન તો આત્મનિર્ભર બને અને ન તો ભારતમાં હથિયાર એક્સપોર્ટ કરવાની ક્ષમતા પેદા થાય. તેઓ ચાહે છે કે, વિદેશી હથિયારોની ડીલ થતી રહી અને તેમને દલાલી મળતી રહે.”