ઝારખંડમાં એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવકે પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી મૂકવાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં અન્ય એક જિલ્લામાં આ જ પ્રકારની ઘટના સામે આવી છે. અહીં એક કસમુદ્દીન અન્સારી નામના શખ્સે એક હિંદુ યુવક પર પેટ્રોલ નાંખીને તેને સળગાવી દીધો હતો. આ કૃત્ય માત્ર એટલા માટે કર્યું હતું કારણ કે યુવકે કસમુદ્દીનને ગાળાગાળી કરવાથી રોક્યો હતો.
રિપોર્ટ અનુસાર, આ મામલો ઝારખંડ રાજ્યના ગઢવાનો છે. અહીં ચિતવિશ્રામ ગામમાં રહેતા દિપક સોની નામના યુવક પર પેટ્રોલ છાંટી દઈને સળગાવી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જે બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, આરોપી કસમુદ્દીનને પોલીસે ઝડપી પાડ્યો છે.
Jharkhand | A youth named Deepak Soni was set ablaze over a scuffle in Garhwa district
— ANI (@ANI) September 10, 2022
Info about setting a youth ablaze by pouring petrol on him after a scuffle has come to light. An investigation is being done: Rajesh Kumar, Inspector, Nagar Untari PS Garhwa (09.9) pic.twitter.com/mFEe0EhcKJ
ઘટના એવી હતી કે દિપક સોની નામની યુવક કામ પરથી પરત ફરીને તેના કાકાના ઘરની પાસે કાર મૂકવા માટે ગયો હતો. એ જ દરમિયાન તેણે જોયું કે કસમુદ્દીન નામનો શખ્સ કોઈની સાથે ઝઘડી રહ્યો હતો. નજીક જઈને દીપકે ઝઘડાનું કારણ પૂછ્યું અને તેને ગાળાગાળી કરતા રોક્યો તો માથાફરેલ કસમુદ્દીને પેટ્રોલ ભરેલી બોટલમાં આગ લગાવીને દીપક સોની પર ફેંકી દીધી હતી.
સળગી જવાના કારણે દિપક ઈજાગ્રસ્ત થઇ ગયો હતો, જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાંથી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, પોલીસને જાણ કરવામાં આવતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલાની જાણકારી મેળવી હતી.
પોલીસ અધિકારી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, પીડિત યુવક લડાઈમાં વચ્ચે બચાવ કરવા જતાં વિવાદ બાદ તેની ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાડવાનો મામલો સામે આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.
દુકાન ચલાવે છે કસમુદ્દીન, તેનો પણ એક પગ સળગી ગયો
કસમુદ્દીને જ્યારે હુમલો કર્યો ત્યારે ત્યાં આસપાસ લોકોનું ટોળું પણ હતું. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. દીપક સોની અનુસાર કસમુદ્દીન એક દુકાન ચલાવે છે, જ્યાં પેટ્રોલ પણ વેચે છે. તેનો જ ઉપયોગ તેણે હુમલો કરવામાં કર્યો હોવાનું અનુમાન છે.
આ ઘટનામાં કસમુદ્દીનનો એક પગ પણ સળગી ગયો છે. બીજી તરફ, તેના પરિવારે પણ પોલીસમાં ફરિયાદ નોંધાવીને દીપક સોનીએ ઝઘડો કર્યો હોવાની વાત કહી છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ઝારખંડમાં હિંદુ યુવતીને પેટ્રોલ નાંખીને સળગાવી દેવાઈ હતી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ઝારખંડના દુમકામાં એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવક શાહરૂખે પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી હતી. તેને હોસ્પિટલમાં દાખલ તો કરવામાં આવી હતી પરંતુ બચી શકી ન હતી. જે બાદ આરોપી શાહરૂખ હુસૈનની ધરપકડ કરી લેવામાં આવી હતી.