Wednesday, December 4, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિહિંસા પીડિત બાંગ્લાદેશી હિંદુઓનો અવાજ બનેલા સંત ચિન્મય કૃષ્ણદાસ મામલે ISKCONની સ્પષ્ટતા:...

    હિંસા પીડિત બાંગ્લાદેશી હિંદુઓનો અવાજ બનેલા સંત ચિન્મય કૃષ્ણદાસ મામલે ISKCONની સ્પષ્ટતા: કહ્યું- સંસ્થા તેમના સમર્થનમાં

    ISCKONના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, સંસ્થા ચિન્મય કૃષ્ણદાસના અધિકારોનું સમર્થન કરે છે અને તેમની સ્વતંત્રતા માટે કામના કરે છે.

    - Advertisement -

    ગત 25 નવેમ્બરના રોજ બાંગ્લાદેશની યુનુસ સરકારની પોલીસે હિંસા પીડિત હિંદુઓ (Bangladeshi Hindu) માટે લડત આપતા અને ISKCONના સંત ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારીની (Chinmoy Krishna Das Brahmachari) ધરપકડ કરી હતી. તેમના પર રાજદ્રોહના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ આખા ઘટનાક્રમ બાદ દુનિયાભરના હિંદુઓ તેમના સમર્થનમાં આવ્યા હતા. બીજી તરફ એવી વાતો વહેતી થઇ હતી કે ISKCONને આ ક્રાંતિકારી સંત સાથેના સંબંધો નકારી દીધા છે. ત્યારે હવે ISKCONએ સ્પષ્ટતા કરી છે કે સંસ્થા ચિન્મય કૃષ્ણદાસના સ્વતંત્ર અધિકારોનું સમર્થન કરે છે અને તેમની સાથે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ISKCONના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, સંસ્થા ચિન્મય કૃષ્ણદાસના અધિકારોનું સમર્થન કરે છે અને તેમની સ્વતંત્રતા માટે કામના કરે છે. સાથે જ આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સંસ્થા અન્ય સનાતન જૂથોનું પણ સમર્થન કરે છે અને તેમની સુરક્ષા કરવાનું આહ્વાન કરે છે. આ સાથે જ ISKCON દ્વારા તાજેતરમાં જ જે નિવેદન આપવામાં અવાયું તેનું ખંડન કર્યું હતું.

    ISKCONને કહ્યું છે કે, તેમના સંત દ્વારા ચિન્મય કૃષ્ણદાસને લઈને આપવામાં આવેલું નિવેદન વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપવામાં અવાયું છે. ISKCONનું કહેવું છે કે ચિન્મય દાસ હાલ ISKCONના કોઈ પણ સત્તાવાર પદભાર નથી ધરાવતા અથવા સંસ્થાનું પ્રતિનિધિત્વ નથી કરતા અને તેને લઈને જ નિવેદન આપવામાં આવ્યું હતું. સાથે જ ISKCON બાંગ્લાદેશી હિંદુઓ માટે ચિંતિત હોવાનું પણ સંસ્થાએ જણાવ્યું છે.

    - Advertisement -

    આ સિવાય ISKCON દ્વારા સંચાલિત ન્યૂ યોર્ક મંદિરના X હેન્ડલ ISKCON,INC દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી છે કે, “ISKCON ચિન્મય કૃષ્ણદાસ સાથે ઉભું છે. અમે તમામ ભક્તોના રક્ષણ માટે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ.”

    25 નવેમ્બરના રોજ થઇ હતી ધરપકડ

    ઉલ્લેખનીય છે કે શેખ હસીનાની સરકાર પલટાયા બાદથી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ વિરુદ્ધ સતત હિંસા ચાલી રહી છે. તેવામાં આ હિંસા અને અલ્પસંખ્યકોના હક માટે અવાજ ઉઠાવતા ISKCONનાં હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની 25 નવેમ્બરના રોજ ઢાકા એરપોર્ટ પરથી રાજદ્રોહના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી હતી.

    તેમની આ ધરપકડ ગત 22 નવેમ્બર 2024ના રોજ રંગપુરમાં યોજેલી હિંદુ હિંસા વિરુદ્ધની રેલીના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ રેલીમાં ISKCONના સંતની આગેવાનીમાં સેંકડો હિંદુઓએ હિંસાનો વિરોધ કરીને અલ્પસંખ્યકોના હકની માંગણી કરી હતી. ઓક્ટોબર મહિનામાં ચિન્મય કૃષ્ણ દાસ સહીત હિંદુ સંગઠન સાથે સંકળાયેલા 19 લોકો વિરુદ્ધ રાજદ્રોહના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ તમામે મોહમ્મદ યુનુસ સરકારના રાજમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા હિંદુઓ પર કરવામાં આવી રહેલા અત્યાચારો અને પ્રતાડનાઓ વિરુદ્ધ હિંદુ સમુદાયને એકજૂથ કરવાનું કામ કર્યું હતું. તે સમયે ચિન્મય દાસે સરકાર પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં