Friday, November 22, 2024
More
    હોમપેજદેશLOC નજીક આતંકીઓને સરહદ પાર કરવામાં મદદ કરી રહી હતી પાકિસ્તાની સેના,...

    LOC નજીક આતંકીઓને સરહદ પાર કરવામાં મદદ કરી રહી હતી પાકિસ્તાની સેના, ભારતીય જવાનોએ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો: એક પાકિસ્તાની આતંકવાદી ઠાર

    હુમલામાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (BAT) સામેલ હોવાની આશંકા છે. BAT ઉપરાંત તેના SSG કમાન્ડો અને પાકિસ્તાની સેનાનના સૈનિકો આતંકવાદી સંગઠનનોની સાથે મળીને કામ કરી રહ્યા હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં શનિવારે (27 જુલાઈ, 2024) ભારતીય સેના અને પાકિસ્તાની આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. એક સર્ચ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફે ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક જવાને વીરગતિ વહોરી. જ્યારે એક મેજર રેન્કના અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા છે. આ એનકાઉન્ટર માછીલ સેક્ટર પાસે થયું. હુમલામાં પાકિસ્તાની બોર્ડર એક્શન ફોર્સ (BAT) ચેક પોસ્ટ દ્વારા ભારતીય સેના પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

    આ મામલે ન્યૂઝ એજન્સી ANIએ પણ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, હુમલામાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (BAT) સામેલ હોવાની આશંકા છે. BAT ઉપરાંત તેના SSG કમાન્ડો અને પાકિસ્તાની સેનાનના સૈનિકો આતંકવાદી સંગઠનનોની સાથે મળીને કામ કરી રહ્યા હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી. જોકે પાકિસ્તાન સેના આતંકવાદીઓને પોષે છે તે જગજાહેર છે, માટે પ્રબળ સંભાવના છે કે આ કાવતરાંમાં ત્યાંની સેના સીધી રીતે સામેલ હોય. ભૂતકાળમાં પણ આ પ્રકારના અનેક બનાવ સામે આવી ચૂક્યા છે. BAT એ પાકિસ્તાની સેના અને આતંકવાદીઓનું એક ઝૂંડ છે, ભારત સામે હુમલા કરતું રહે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, કુપવાડાના માછીલ સેક્ટરના કમકારી વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાના હોવાની માહિતી સેનાને મળી હતી. ત્યારબાદ સેનાએ એક સર્ચ ઑપરેશન ચલાવ્યું. સેનાના જવાનોને જોઇને પાકિસ્તાનની દિશાથી ફાયરિંગ શરૂ થઈ ગયું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં એક પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયો. દરમ્યાન એક મેજર સહિત જેનાના 5 જવાનો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન એક જવાન વીરગતિ પામ્યા હતા. સેનાને આશંકા છે કે ચાર-થી પાંચ આતંકવાદીઓને સીમા ઓળંગી ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યા હતા.

    - Advertisement -

    આ મામલે ભારતીય સેનાના ચિનાર કૉર્પ્સએ પોતાના આધિકારિક X હેન્ડલ પરથી માહિતી આપતાં જણાવ્યું હતું કે, “LOC નજીક માછીલ સેક્ટરના કમકારી વિસ્તારમાં એક ચેકપોસ્ટ પરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંને તરફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની નાગરિક ઠાર મરાયો છે. અમારા 5 જવાન ઘાયલ થયા છે, તેમને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે આ હુમલો કારગિલ વિજય દિનની 25મી વર્ષગાંઠ બાદ કરવામાં આવ્યો છે. તાજેતરના ભૂતકાળમાં જ જમ્મુ કાશ્મીરના અલગ-અલગ ભાગોમાં ભારતીય સેના અને પાકિસ્તાની આતંકવાદીઓ વચ્ચે અનેક એન્કાઉન્ટર થયા. દરમિયાન સેનાએ અનેક આતંકવાદી ઠાર માર્યા અને ભારતે પણ તેના વીર જવાનો ખોયા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં