Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડ અંકિતા હત્યાકાંડ: ઇન્ડિયા ટુડેએ બદમાશી કરીને હત્યારા શાહરુખને અભિષેક નામ આપી...

    ઝારખંડ અંકિતા હત્યાકાંડ: ઇન્ડિયા ટુડેએ બદમાશી કરીને હત્યારા શાહરુખને અભિષેક નામ આપી હત્યાનો એંગલ બદલવાનો પ્રયાસ કર્યો, પોલ ખુલીજતા તાબડતોડ નામ બદલ્યું

    ઇન્ડિયા ટુડેની હિંદુ વિરોધી માનસિકતા છતી થઇ ગઈ છે, જે શાહરૂખે અંકિતા પર પેટ્રોલ છાંટીને માસુમને જીવતી સળગાવી ઈન્ડિયા ટુડેએ તેનું અસલ નામ છુપાવીને તેને 'અભિષેક' નામ આપીને સમાચારો ચલાવ્યા.

    - Advertisement -

    ઇન્ડિયા ટુડેની હિંદુ વિરોધી માનસિકતા છતી થઇ ગઈ છે, જે શાહરૂખે અંકિતા પર પેટ્રોલ છાંટીને માસુમને જીવતી સળગાવી ઈન્ડિયા ટુડેએ તેનું અસલ નામ છુપાવીને તેને ‘અભિષેક’ નામ આપીને સમાચારો ચલાવ્યા. જોકે ટુડેએ વિરોધ બાદ ઈન્ડિયા ટુડેએ હવે શાહરૂખનું સાચું નામ અહેવાલમાં આપ્યું છે, સમાચારની આર્કાઈવ લિંક બતાવે છે કે કેવી રીતે તેણે મુસ્લિમ શાહરુખને ‘અભિષેક’ નામ આપીને હિંદુ તરીકે વર્ણવ્યો. આટલું જ નહીં, મીડિયા સંસ્થાએ એ લખવાની પણ તસ્દી લીધી નથી કે આ બદલાયેલું નામ છે. આવી બદમાશીઓ જોઇને ઇન્ડિયા ટુડેની હિંદુ વિરોધી માનસિકતા છતી થાય છે.

    અત્યાર સુધી તમે સાંભળ્યું જ હશે કે બળાત્કાર અને યૌન શોષણ જેવા મામલાઓમાં પીડિતા અથવાતો સગીરની ઓળખ છુપાવવામાં આવે છે અથવા તો ક્યારેક નામ બદલી નાખવામાં આવે છે. પરંતુ અહીં ઝારખંડ હત્યાકાંડમાં ઈન્ડિયા ટુડે ખુદ હત્યારાને બચાવવામાં લાગી પડ્યું છે. આ માટે એક ક્રૂર મુસ્લિમ આરોપીને તેનો ધર્મ છુપાવીને હિંદુ જાહેર કરવામાં આવ્યો. તમે આર્કાઇવ લિંકના સ્ક્રીનશોટમાં જોઈ શકો છો. માત્ર ફોટોના કેપ્શનમાં જ નહીં પરંતુ સમાચારની કોપીમાં પણ મીડિયા સંસ્થા દ્વારા શાહરૂખનું નામ ‘અભિષેક’ દર્શાવવામાં આવ્યું હતું.

    મુસ્લિમ આરોપીને ઇન્ડિયા ટુડેએ હિંદુ નામ આપ્યું (સાભાર ऑपइंडिया)

    ‘ઇન્ડિયા ટુડે’એ હવે તેની હેડલાઇનમાંથી શાહરુખ હુસૈનનું નામ છુપાવ્યું છે અને સીધું લખ્યું છે કે “ઝારખંડના દુમકામાં યુવતીના શરીરને આગ લગાડનાર ‘વ્યક્તિ’ પોલીસ કસ્ટડીમાં હસતો જોવા મળ્યો”. સાથેજ ફોટો કેપ્શનમાં ‘ઇન્ડિયા ટુડે’એ લખ્યું કે, “આરોપી અભિષેક પોલીસ કસ્ટડીમાં હસતો જોઈ શકાય છે.” કન્ટેન્ટમાં મીડિયા સંસ્થાએ લખ્યું છે કે, “આરોપી અભિષેકને જ્યારે પોલીસની કારમાં હાથકડી બાંધીને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે હસતો જોવા મળ્યો હતો.”

    - Advertisement -
    મૂળ સમાચારમાં પણ આરોપી શાહરુખને અભિષેક કહેવામાં આવ્યો (સાભાર ऑपइंडिया)

    સવાલ ઉભો તે થાય છે કે આખરે કેમ આ મીડિયા સંસ્થાએ શાહરૂખ હુસૈનને બચાવવા માટે ‘અભિષેક’ નામ આપ્યું? કે જેણે 5 વર્ષ સુધી એક છોકરી પર અત્યાચાર ગુજાર્યા બાદ તેણે માસુમ સગીરાને જીવતી સળગાવી દીધી, જે બાદ એક હિંદુ વિદ્યાર્થીનું મોત થયું. તે પોલીસ કસ્ટડીમાં હસી રહ્યો છે. તેણે ઘણી વખત યુવતીની છેડતી કરી હતી, ઘરમાં ઘુસી જતો હતો અને ફોન કરીને પણ હેરાન કરતો હતો. શું ગુનેગાર કે આતંકવાદી મુસ્લિમ હોય તો આવી દોગલી મીડિયા તેને હિન્દુ બનાવીને બતાવશે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં