Saturday, October 19, 2024
More
    હોમપેજદુનિયાહવે ભારતે કેનેડિયન અધિકારી સંદીપ સિંઘ સિદ્ધુને જાહેર કર્યો 'ભાગેડુ આતંકવાદી', પ્રત્યાર્પણની...

    હવે ભારતે કેનેડિયન અધિકારી સંદીપ સિંઘ સિદ્ધુને જાહેર કર્યો ‘ભાગેડુ આતંકવાદી’, પ્રત્યાર્પણની કરી માંગ: શૌર્ય ચક્ર વિજેતાની હત્યાનો છે આરોપ

    ભારતે કેનેડાને આપેલી માહિતીમાં કહેવાયું છે કે, સંદીપ સિંઘ સિદ્ધુ હાલમાં CBSAમાં કામ કરી રહ્યો છે અને તાજેતરમાં જ તેમને સુપરિન્ટેન્ડેન્ટના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સિવાય ભારતે સંદીપના પ્રત્યાર્પણની પણ માંગણી કરી છે.

    - Advertisement -

    ભારત અને કેનેડા વચ્ચે હાલ ખાલિસ્તાનની આતંકી હરદીપ સિંઘ નિજજરની હત્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આતંકીની હત્યા થયા બાદ કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ સીધો આરોપ ભારત પર લગાવ્યો હતો, ત્યારથી લઈને આજ સુધી બંને દેશોના સંબંધોમાં ખટાશ જોવા મળી છે. દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, ભારતે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના અધિકારી સંદીપ સિંઘ સિદ્ધુ નામના શખ્સને આતંકીઓની યાદીમાં સામેલ કર્યો છે. ભારતે તેને ભાગેડુ આતંકી જાહેર કરીને તેની વિગતો કેનેડાને પણ આપી છે.

    અહેવાલો અનુસાર, સિદ્ધુ CBSAનો અધિકારી અને પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)નો સભ્ય છે. તેના પર પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આરોપ પણ છે. આ ઉપરાંત તેના રીતે પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન આતંકવાદી લખબીર સિંઘ રોડે અને અન્ય ISI ઓપરેટિવ સાથે સંબંધો હોવાનું પણ કહેવાયું છે. આ સિવાય તેનું નામ શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંઘ સંધુની હત્યામાં પણ સામેલ છે. સંધું એ જ વ્યક્તિ હતા, જેમણે ખાલિસ્તાન જનમતનો ખુલ્લો વિરોધ કર્યો હતો અને ઑક્ટોબર 2020માં તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.

    ભારતે કેનેડાને આપેલી માહિતીમાં કહેવાયું છે કે, સંદીપ સિંઘ સિદ્ધુ હાલમાં CBSAમાં કામ કરી રહ્યો છે અને તાજેતરમાં જ તેમને સુપરિન્ટેન્ડેન્ટના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સિવાય ભારતે સંદીપના પ્રત્યાર્પણની પણ માંગણી કરી છે. ઉપરાંત, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકા કે તેથી વધુ સમયમાં, ભારતે ઓછામાં ઓછી 26 પ્રત્યાર્પણ વિનંતીઓ કરી હતી પરંતુ કેનેડાની સરકારે હજુ સુધી તેના પર કોઈ સત્તાવાર પગલાં લીધા નથી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આ અઠવાડિયે જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, ભારતીય રાજદ્વારીઓ કેનેડામાં રહેતા ખાલિસ્તાનીઓ વિશેની માહિતી તેમના દેશની સરકાર સાથે શૅર કરીને તેમને નિશાન બનાવી રહ્યા છે. એવો આરોપ પણ લગાવ્યો હતો કે, ટોચના ભારતીય અધિકારીઓ આ માહિતી કેનેડામાં સક્રિય ભારતીય ગેંગસ્ટરોના માણસોને આપી રહ્યા છે, જે કેનેડામાં રહેતા ખાલિસ્તાની તત્વોને ટાર્ગેટ કરે છે. જોકે, ભારતે આ તમામ આરોપોને નકારી દીધા હતા અને બાદમાં તેવું પણ સામે આવ્યું હતું કે, કેનેડાએ જે આરોપ લગાવ્યા છે, તેના તેની પાસે પુરાવા પણ ઉપલબ્ધ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં