બાંગ્લાદેશના (Bangladesh) ચટગાંવમાં પોલીસ અને સેના દ્વારા હિંદુઓ પર થયેલા હુમલાની ભારતે નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં ઘટનાઓની ટીકા કરીને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે બાંગ્લાદેશ સરકારને જણાવ્યું છે. ગુરુવારે (7 નવેમ્બર) રેગ્યુલર બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જયસ્વાલે જણાવ્યું હતું કે ચિત્તાગોંગમાં તણાવનું કારણ એક ભડકાઉ સોશિયલ મીડિયા પોસ્ટ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બાંગ્લાદેશના ચટગાંવમાં એક મુસ્લિમ વેપારીનો વિરોધ કરી રહેલ હિંદુઓ પર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે લાઠીચાર્જ કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવેદન આપ્યું. તેમણે બાંગ્લાદેશની નવી સરકારને અપીલ કરીને હિંદુઓ પર થઇ રહેલ અત્યાચાર મામલે ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
#WATCH | Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "We have observed that there have been attacks on Hindu community in Chittagong, Bangladesh. Their properties have been looted, their business establishments have been looted. These happened following incendiary posts on… pic.twitter.com/qEnFmpb28O
— ANI (@ANI) November 7, 2024
રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે ફરી એકવાર બાંગ્લાદેશ સરકારને હિંદુ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, “ભારત ફરી એકવાર બાંગ્લાદેશ સરકારને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉગ્રવાદી તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે આગ્રહ કરે છે.” ભારતનું માનવું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે થઇ રહેલ હિંસાનો વિરોધ થવો જોઈએ અને સરકારે પણ દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે જયસ્વાલે કેનેડામાં ISKON મંદિર પર થયેલ હુમલાની પણ સખત ભાષામાં નિંદા કરી હતી તથા આ મામલે પણ નિવેદન આપ્યું હતું. ISKON મંદિર પર થયેલ હુમલા મામલે તેમણે જણાવ્યું હતું કે, તમે આમારા દ્વારા કરાયેલી ટિપ્પણીઓ જોઈ હશે. અમે બ્રૈમ્પટમમાં મંદિર પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ.
તેમણે આગળ કહ્યું હતું કે, “અમે કેનેડાની સરકારને પણ આ મામલે સખત કાર્યવાહી કરવા મામલે અપીલ કરી છે. જે લોકો આ હુમલામાં સામેલ હતા તે બધા જ લોકો પર કાર્યવાહી થવી જોઈએ. અમને આશા છે કેનેડિયન સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે. ત્યાં હિંદુઓને પાયાની સુરક્ષા નથી મળી રહી જે ચિંતાનો વિષય છે.” આગળ તેમણે કહ્યું હતું કે, “આપણી પાસે કેનેડામાં એક મોટો પ્રવાસી વર્ગ છે. તેમના હિતોની રક્ષા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને આગળ પણ કડક નિર્ણયો લેતા રહીશું.”