શાહજહાંપુરમાં સરકારી મદરેસામાં કતલખાનું ચલાવવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના કાંત કોતવાલી સ્થિત સરકારી મદરેસામાં રવિવારે સવારે પોલીસે દરોડો પાડતા અવિશ્વસનીય દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસને સ્થળ પરથી દોઢ ક્વિન્ટલ પશુનું માંસ ચામડા મળી આવ્યા હતા, પોલીસે શાહજહાંપુરમાં સરકારી મદરેસામાં કતલખાનું ચલાવવાના મામલામાં મૌલાના વસીઉદ્દીન સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પશુઓના માંસની તપાસ માટે વેટરનરી વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી.
જાગરણના અહેવાલ મુજબ કાંત શહેરના પશ્ચિમ ભાગે મોહલ્લા પટ્ટીમાં સ્થિત મદ્રેસા જિલાનીમાં રવિવારે સવારે પ્રાણીઓની કતલ કરવામાં આવી રહી હતી. કેટલાક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જાણકારી મળતાજ કોટવાલ મનોજ કુમાર ત્યાગી પોલીસ ફોર્સ સાથે મદરેસામાં પહોંચ્યા હતા. સ્થળ પરથી, તેઓએ મૌલાના વસીઉદ્દીન અને તેના જમાઈ બાબર સહિત ચાર લોકોને એક ભેંસની ક્રૂરતાપૂર્વક કતલ કરતા રંગે હાથે ઝડપી પડયા હતા, પોલીસે શાદાન કુરેશી, આમિર, બાબર અને મૌલાના વસીઉદ્દીનની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ શાહજહાંપુર જિલ્લાના રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જે મદરેસામાં પ્રાણીઓની કતલ કરવામાં આવી રહી હતી તે મૌલાના બસીઉદ્દીનનું ઘર પણ છે. ત્યાંથી પોલીસે લગભગ એક ક્વિન્ટલ ભેંસનું માંસ, પશુ કાપવાના સાધનો, જાનવરનું માથું અને ચામડા મળી આવ્યાં છે. પોલીસે આ મામલામાં IPCની કલમ 429 અને ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ 3/11(l) હેઠળ કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલીક મહિલાઓ પણ ગેરકાયદેસર કાપણીમાં સહકાર આપી રહી હતી.
शाहजहांपुर के सरकारी मदरसे में अपने सहयोगियों के साथ जानवर काट रहा था मौलाना बसीउद्दीन..
— Rahul Pandey (Journalist) (@STVRahul) August 8, 2022
उम्मीद की जा रही थी कि वहां एक हाथ में कंप्यूटर होगा..
पर एक हाथ में छुरी निकली..जानवरों की गर्दन पर चलने वाली.@shahjahanpurpol @igrangebareilly @dgpup @Uppolice pic.twitter.com/z4X200CJUy
પોલીસ દ્વારા માંસની તપાસ માટે ચીફ વેટરનરી ઓફિસર ડૉ.જયપ્રકાશને બોલાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ પોલીસે માંસ કબજે લીધું હતું. પશુઓની કતલના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. કોટવાલ મનોજ કુમાર ત્યાગીએ આ બાબતે જણાવ્યું હતું કે આ ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો છે. માંસનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પ્રતિબંધિત પ્રાણીનું માંસ હોવાનું સાબિત થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.