Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હું તને જીવવા દઈશ નહીં, જાનથી મારી નાખીશ’: હિંદુ યુવતીએ ફ્રેન્ડશિપ તોડી...

    ‘હું તને જીવવા દઈશ નહીં, જાનથી મારી નાખીશ’: હિંદુ યુવતીએ ફ્રેન્ડશિપ તોડી નાખતાં ઇબ્રાહિમે આપી ધમકી, ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી

    યુવતીએ પ્રેમસંબંધની ના પાડતા ઇબ્રાહિમ તેને વારંવાર ફોન કરીને માનસિક ત્રાસ આપતો હતો અને બળજબરીપૂર્વક સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીએ ફોન ઉપાડવાનું બંધ કરતા આરોપીએ તેના ઘરે જઈને અને બાદમાં યુવતી નોકરી પર હતી ત્યારે ‘તું મારી સાથે વાત કેમ નથી કરતી, ફોન કેમ નથી ઉઠાવતી’ કહીને ઝઘડો કર્યો હતો.

    - Advertisement -

    સુરતમાં હિંદુ યુવતીને ધમકી આપનારા મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. શહેરના અઠવા વિસ્તારમાં યુવતીએ ફ્રેન્ડશિપ તોડી નાખતાં મુસ્લિમ યુવકે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આરોપીનું નામ ઇબ્રાહિમ યુસુફ શાહ છે અને તે અમરોલી કોસાડ આવાસમાં રહે છે. ઇબ્રાહિમે યુવતીને ‘હું તને જીવવા દઈશ નહીં, મારી નાખીશ’ એવી ધમકી આપી હતી જેથી ગભરાયેલી યુવતીએ અઠવા પોલીસમાં ફરિયાદ કરી હતી.

    ઇબ્રાહિમનો અસલી ચહેરો સામે આવતાં યુવતીએ પ્રેમસંબંધ તોડી નાખ્યો

    સુરતમાં હિંદુ યુવતીને ધમકી આપનારા ઇબ્રાહિમ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. તે મુજબ, આજથી દોઢેક વર્ષ પહેલા યુવતી (ઉં.22)ની ઓળખાણ આરોપી ઇબ્રાહિમ સાથે થઈ હતી. યુવતી સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે અને ચૌટાબજારમાં જ્વેલર્સની દુકાનમાં નોકરી કરે છે. ઇબ્રાહિમ તેની બાજુમાં આવેલી ચપ્પલની દુકાનમાં કામ કરતો હતો જેથી યુવતી અને આરોપી અવારનવાર એકબીજાને મળતા હતા. તેમનો પરિચય પહેલા મિત્રતામાં અને બાદમાં પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. આશરે છ એક માસ પહેલા ઇબ્રાહિમે પોત પ્રકાશ્યું હતું અને યુવતી સાથે ગેરવર્તન કરવાનું શરુ કર્યું હતું. બંને વચ્ચે દલીલો અને ઝઘડા થયા બાદ યુવતીએ ઇબ્રાહિમ સાથે પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો જેથી ઇબ્રાહિમે તેને હેરાન કરવાનું શરુ કર્યું હતું.

    ઇબ્રાહિમે યુવતીના ઘરે જઈ તેને ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી

    યુવતીએ પ્રેમસંબંધની ના પાડતા ઇબ્રાહિમ તેને વારંવાર ફોન કરીને માનસિક ત્રાસ આપતો હતો અને બળજબરીપૂર્વક સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીએ ફોન ઉપાડવાનું બંધ કરતા આરોપીએ તેના ઘરે જઈને અને બાદમાં યુવતી નોકરી પર હતી ત્યારે ‘તું મારી સાથે વાત કેમ નથી કરતી, ફોન કેમ નથી ઉઠાવતી’ કહીને ઝઘડો કર્યો હતો. યુવતીએ સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડવા છતાં પણ ઇબ્રાહિમે તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને ગત 8 મેના રોજ તેણે યુવતીના ઘરે જઈને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતી અને તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ઓલપાડમાં હિંદુ યુવતીને ભગાડી જનારા સાહિલની ધરપકડ કરવામાં આવી

    સુરતના ઓલપાડ શહેરમાં મુસ્લિમ યુવક સાહિલ હિંદુ પરિવારની સગીર દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. બાદમાં સ્થાનિકોમાં રોષ ફેલાતા યુવક સગીરાને ઓલપાડમાં મૂકીને ભાગી છૂટ્યો હતો. જોકે, પોલીસ સાહિલની ધરપકડ કરવામાં સફળ રહી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં