Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણસુધીર ચૌધરી, અર્ણબ ગોસ્વામી, રૂબિકા લિયાકત, અમન ચોપડા…: I.N.D.I ગઠબંધને જાહેર કરી...

    સુધીર ચૌધરી, અર્ણબ ગોસ્વામી, રૂબિકા લિયાકત, અમન ચોપડા…: I.N.D.I ગઠબંધને જાહેર કરી 14 પત્રકારોની યાદી, કહ્યું- તમામનો ‘બહિષ્કાર’ કરીશું

    યાદીમાં કુલ 14 પત્રકારોનો સમાવેશ થાય છે. ગઠબંધને કહ્યું કે, આ પત્રકારો અને એન્કરોના કાર્યક્રમોમાં ગઠબંધનની સહયોગી પાર્ટીઓ તેમના પ્રતિનિધિઓને મોકલશે નહીં. 

    - Advertisement -

    વિપક્ષી પાર્ટીઓના બનેલા I.N.D.I ગઠબંધને ભારતીય મીડિયા જગતના અમુક પત્રકારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે (14 સપ્ટેમ્બર, 2023) ગઠબંધનની મીડિયા સમિતિની બેઠક મળી હતી, જેમાં કુલ 14 પત્રકારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 

    કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ I.N.D.I ગઠબંધન દ્વારા જે પત્રકારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમનાં નામ પણ જાહેર કર્યાં છે. આ યાદીમાં કુલ 14 પત્રકારોનો સમાવેશ થાય છે. ગઠબંધને કહ્યું કે, આ પત્રકારો અને એન્કરોના કાર્યક્રમોમાં ગઠબંધનની સહયોગી પાર્ટીઓ તેમના પ્રતિનિધિઓને મોકલશે નહીં. 

    યાદીમાં કોનો-કોનો સમાવેશ?

    I.N.D.I ગઠબંધન દ્વારા બહિષ્કાર કરવામાં આવેલા પત્રકારોમાં ઘણા જાણીતા ચહેરા છે. જેમાં સુધીર ચૌધરી, અર્ણવ ગોસ્વામી, અશોક શ્રીવાસ્તવ, સુશાંત સિંહા, અમન ચોપડા, રૂબિકા લિયાકત, ચિત્રા ત્રિપાઠી વગેરેનો સમાવેશ થાય છે. 

    - Advertisement -

    આખી યાદી આ પ્રમાણે છે. 

    • અદિતિ ત્યાગી- ભારત એક્સપ્રેસ 
    • અમન ચોપડા- ન્યૂઝ18 
    • અમિશ દેવગન- ન્યૂઝ18
    • આનંદ નરસિમ્હા- ન્યૂઝ18
    • અર્ણવ ગોસ્વામી- રિપબ્લિક ટીવી 
    • અશોક શ્રીવાસ્તવ- ડીડી ન્યૂઝ 
    • ચિત્રા ત્રિપાઠી- આજતક 
    • ગૌરવ સાવંત- ઇન્ડિયા ટુડે 
    • નાવિકા કુમાર- ટાઈમ્સ નાઉ 
    • પ્રાચી પરાશર- ઇન્ડિયા ટીવી 
    • રૂબિકા લિયાકત- ભારત24
    • શિવ અરૂર- ઇન્ડિયા ટુડે 
    • સુધીર ચૌધરી- આજ તક 
    • સુશાંત સિન્હા- ટાઈમ્સ નાઉ નવભારત 

    બુધવારે (1૩ સપ્ટેમ્બર, 2023) I.N.D.I ગઠબંધનની કૉ-ઓર્ડિનેશન કમિટીની એક બેઠક મળી હતી, જેમાં આ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે આ માટેનો નિર્ણય મીડિયા કમિટીને કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ આજે મીડિયા સમિતિની બેઠકમાં ગઠબંધનના નેતાઓએ પત્રકારોનાં નામ નક્કી કર્યાં હતાં. 

    બેઠક બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગઠબંધનની પાર્ટીઓના નેતાઓએ NCP સુપ્રીમો શરદ પવારના નિવાસસ્થાને એક બેઠક કરી હતી અને ચૂંટણી લડવા માટે રણનીતિ ઘડવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. આ સાથે તેમણે ઉમેર્યું કે, કૉ-ઓર્ડિનેશન કમિટીએ મીડિયા સમિતિને એ એન્કરોના નામ નક્કી કરવા માટે સ્વતંત્રતા આપી છે, જેમના શૉમાં કોઇ પણ I.N.D.I ગઠબંધનની પાર્ટી પોતાના પ્રતિનિધિઓ મોકલશે નહીં. 

    આ નિર્ણયને લઈને પ્રતિક્રિયાઓ પણ આવવા માંડી છે. પત્રકાર અને આજતકના સલાહકાર સંપાદક સુધીર ચૌધરીએ લખ્યું કે, ‘I.N.D.I.A ગઠબંધને એ પત્રકારોની યાદી જાહેર કરી છે, જેમણે ‘ચરણચુંબક’ બનવાની ના પાડી દીધી. હવે તેમનો બહિષ્કાર કરવામાં આવશે.’ તેમણે આગળ કહ્યું કે, હવે જોવાનું એ રહેશે કે ભારતનું મીડિયા આનો શું જવાબ આપે છે. 

    અમિશ દેવગને લખ્યું, ‘I.N.D.I.A ગઠબંધનની ચાર બેઠકોનું પરિણામ, સનાતન પર પ્રહાર અને સવાલોના જવાબ આપવાનનો ઇનકાર. સવાલ પૂછનારા પત્રકારોને બૅન કરવા.. પણ આ નીડર પત્રકારત્વ ચાલતું રહેશે. અમે નથી ઝૂક્યા કે ન ભવિષ્યમાં ઝૂકીશું. જય હિન્દ.’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં