Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રોફેસર કમાલે કર્યું બ્રેઈનવોશ, ઝાકીર નાઈકે કરાવ્યું ધર્માંતરણ: માતાપિતાએ જણાવી ઓવૈસીની કોલેજના...

    પ્રોફેસર કમાલે કર્યું બ્રેઈનવોશ, ઝાકીર નાઈકે કરાવ્યું ધર્માંતરણ: માતાપિતાએ જણાવી ઓવૈસીની કોલેજના ‘આતંકવાદી પ્રોફેસર’ની કટ્ટરપંથીઓ પેદા કરવાની કહાણી

    મીડિયા સામે આવેલા સૌરભના પિતાના નિવેદન અનુસાર કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યાં બાદ સૌરભ ઘણો બદલાઈ ચુક્યો હતો. તે નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જતો, રક્ષાબંધન ઉજવવાની ના પડતો, ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરતો.

    - Advertisement -

    મધ્યપ્રદેશ ATS દ્વારા હિજ્બ-ઉત-તહરીરના આતંકવાદીઓની ધરપકડ બાદ જે ધર્માંતરણના ખેલનો ખુલાસો તેનાથી સૌ કોઈ અચંબિત છે. પૂછપરછમાં સામે આવ્યું હતું કે ભોપાલમાં સંગઠનનો સર્વેસર્વા મોહમ્મદ સલીમ પહેલા સૌરભ રાજવૈદ્ય હતો, બાદમાં તેને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યો હતો. તેના મનમાં એ હદે કટ્ટરતાનું ઝેર ભરવામાં આવ્યું કે તે પોતે જ અન્ય યુવકોને કટ્ટરપંથની ટ્રેનીંગ આપવા લાગ્યો. તેવામાં હવે તેના માતા-પિતાએ તેમના પુત્ર અને ઓવૈસીની કોલેજના આતંકવાદી પ્રોફેસર મોહમ્મદ સલીમની કટ્ટરપંથી બનવાની કહાણી જણાવી છે.

    ઓવૈસીની કોલેજના આતંકવાદી પ્રોફેસર બન્યા પહેલા મોહમ્મદ સલીમ હિંદુ સૌરભ હતો. તેના માતા-પિતાએ જણાવ્યું હતું કે સૌરભનું શિક્ષણ ખુબ સામાન્ય રહ્યું હતું. પરંતુ ભોપાલની કોલેજમાં પ્રધ્યાપક બન્યા બાદ તેના એક સાથી શિક્ષકે તેને ઈસ્લામ તરફ ઢાળ્યો હતો, અને ત્યાર બાદ ઝાકીર નાઈકના વિડીયો જોઈ-જોઈને થોડાક જ સમયમાં સૌરભ અને તેનો પરિવાર મુસલમાન બની ગયો હતો.

    સલીમના માતા-પિતા ભોપાલના બૈરસિયા વિસ્તારના રહેવાસી છે. તેઓ તેમના દીકરાના સૌરભમાંથી સલીમ બનવાના ઘટનાક્રમને જણાવતા મીડિયા સામે ભાવુક થઈ ગયા હતા. એક તરફ પિતા ડૉ. અશોક રાજવૈદ્યએ મીડિયા સાથે ખુલીને વાતચીત કરતા કહ્યું કે આ બધું ઇન્ટરનેશનલ કાવતરું છે, તો બીજી તરફ સલીમની માતા ધ્રુસકે ધ્રુસકે રડતા એટલું જ કહેતા રહ્યા કે તેમનો દીકરો આતંકવાદી ન બની શકે, તેને ફસાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    પ્રોફેસર કમાલે કર્યું બ્રેઈન વોશ, ઝાકીર નાઈકે ધર્માંતરણ કરાવ્યું

    મીડિયાને સૌરભના અનેક જુના ફોટા બતાવતા તેના માબાપે જણાવ્યું કે, “4 દીકરીઓ બાદ સૌરભનો જન્મ થયો હતો અને તે બાળપણથી જ ભણવામાં ખુબ જ હોશિયાર હતો. તે ડૉક્ટર બનવા માંગતો હતો, પરંતુ મેડીકલ કોલેજમાં નંબર ન લાગવાથી તેણે M.Farma કર્યા બાદ PHD કર્યું, જે પછી તે ભોપાલની એક કોલેજમાં ભણાવવા લાગ્યો.”

    પિતાના જણાવ્યાં અનુસાર, VTI કોલેજમાં ભણાવવા દરમિયાન સૌરભની મુલાકાત પ્રોફેસર કમાલ સાથે થઈ હતી, તેણે જ તેમના સૌરભનું બ્રેઈન વોશ કર્યું હતું, અને તેની મુલાકાત મુંબઈમાં ઝાકીર નાઈક સાથે કરાવી હતી. પિતા રાજવૈદ્ય અનુસાર ઝાકીરે ભોપાલમાં અનેક લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું, અને તેમના દીકરાના ઇસ્લામ કબુલ કરવા પાછળ ઝાકીરનો જ હાથ હતો.

    રક્ષાબંધન ઉજવવાની ના પાડી, પત્ની-બાળકોનું ધર્માંતરણ કરાવ્યું

    મીડિયા સામે આવેલા સૌરભના પિતાના નિવેદન અનુસાર કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યાં બાદ સૌરભ ઘણો બદલાઈ ચુક્યો હતો. તે નાની નાની વાતોમાં ઉશ્કેરાઈ જતો, રક્ષાબંધન ઉજવવાની ના પડતો, ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરતો. એક દિવસ પરિવારને જાણ થઈ કે તેણે ઈસ્લામ કબુલ કરી લીધો છે. જયારે તેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે હા પાડી. આ પછી પરિવારે સૌરભને ઘરમાંથી કાઢી મુક્યો, અને પોલીસને સુચના આપી કે તેણે ધર્માંતરણ કરી લીધું છે અને તેની સાથે પરિવારને હવે કોઈ જ લેવાદેવા નથી.

    ATSની તાજેતરની કાર્યવાહી પર તેમણે જણાવ્યું કે તેઓ આ પ્રકારની એક્શન પહેલા જ લેવા માંગતા હતા, પરંતુ આ બધું હવે ચેક થઈ રહ્યું છે. મધ્યપ્રદેશ ATSએ સલીમને ઝડપી લીધો છે, તેની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. પરંતુ તેમનો દીકરો કેમ્પમાં “ગન ટ્રેનીંગ” આપતો હોવાના અહેવાલો સામે આવ્યાં છે તેના પર તેમને ભરોસો નથી. સૌરભ ઉર્ફે સલીમના પિતાનું કહેવું છે કે “આ બધું આંતરરાષ્ટ્રીય કાવતરા મુજબ થયું છે. હોશિયાર છોકરાઓ પર તેમની (કટ્ટરપંથીઓ) નજર હોય છે. તેમને તેઓ હિંદુમાંથી મુસ્લિમ બનાવે છે. આ ડૉક્ટર ઝાકીર નાઈકનું કાવતરું છે, તે લોકો એવો નશો પીવડાવે છે કે અસલ ઈસ્લામ એક તરફ રહી જાય છે અને લોકો કટ્ટર-હિંસક બની જાય છે.”

    ડૉ.અશોક રાજવૈદ્ય જણાવે છે કે કેવી રીતે સૌરભે પ્રથમ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને સલીમ બન્યો. ત્યાર બાદ તેની પત્ની માનસીને મુસ્લિમ બનાવવામાં આવી, અને જે બે પૌત્ર-પૌત્રીઓનું નામ તેમણે અનુનય અને વત્સલ રાખ્યું હતું તેમને બદલીને યુસુફ અને ઈસ્માઈલ કરી દેવામાં આવ્યા હતા. આરોપીના પિતાએ એવી પણ માહિતી આપી હતી કે, સલીમના હૈદરાબાદ ચાલ્યાં ગયા બાદ તેના પુત્રો તેની સાથે રહેવા માંગતા ન હતા. તેઓ ઘરેથી ભાગીને ભોપાલ આવવા માંગતા હતા, પરંતુ સલીમ તેમને પકડી લેતો હતો. બંને પૌત્રોએ તેમને આ વાત 6 મહિના પહેલા જણાવી હતી. સલીમ ઓવૈસીની હૈદરાબાદની કોલેજમાં પ્રોફેસર હતો. ધર્માંતરણ બાદ તેને અહીં નોકરી મળી ગઈ.

    સૌરભ માને કહેતો- ‘અમ્મા અમને બચાવી લેજો’

    સૌરભની માતાએ મીડિયા સાથે વાત કરતા વારંવાર આજીજી કરી હતી કે, ગમે તેમ કરીને તેમના પુત્રને તેમને પરત કરવામાં આવે. માતા બસંતી જૈને જણાવ્યું હતું કે તેમના પુત્રએ તેમની પાસેથી ઘણી બાબતો છુપાવવાનું શરૂ કર્યું હતું. સૌરભે જ્યારે છેલ્લીવાર વાત કરી ત્યારે તેમને લાગ્યું કે તે કોઈ મુશ્કેલીમાં છે. જો કે, જ્યારે વારંવાર પૂછવામાં આવ્યું, ત્યારે તે કશું બોલ્યો નહીં. બાદમાં જ્યારે તેણે પત્ની માનસી સાથે વાત કરી તો તે ખૂબ રડી. તેણે કહ્યું કે સૌરભે તેના માતાપિતાને ધરપકડ વિશે કહેવાની ના પાડી હતી. આના પર બસંતી જૈને કહ્યુ કે જો તેઓ પહેલા જ તેમની પાસે પાછા ફર્યા હોત તો આ બધુ ન થાત. માતાનું માનવું છે કે કોઈ તેમના પુત્રને બ્લેકમેલ કરી રહ્યું છે. તેમનો પુત્ર આ બધું ક્યારેય ન કરી શકે.

    બસંતી જૈનના જણાવ્યા અનુસાર, જો સૌરભ તેમની સાથે રહ્યો હોત, તો તે કટ્ટરપંથની બાબતોમાં ક્યારેય ન ફસાયો હોત. તેને પહેલા તેમના પાસેથી દુર કરવામાં આવ્યો, અને પછી આ વસ્તુઓમાં ફસાવવામાં આવ્યો. તેના વર્તનને કારણે ડૉ.અશોક રાજવૈદ્યએ તેની સાથે ક્યારેય વાત નહતા કરતા. પરંતુ બસંતી જૈન ફોન પર વાત કરતા હતા. તે તેમના બાળકો માટે ભેટ મોકલતા… બસ એટલા માટે કે સૌરભનું પરિવાર સાથેનું કનેક્શન સાવ ન કપાય. કેટલીકવાર તે ફોન પર કહેતા – “દીકરા પાછો આવીજા” જેના પર તે જવાબ આપતો – “અંતે, મરવાનું જ છે, તો આ રીતે જ મરી જઈશું.” બસંતી જૈન એમ પણ કહે છે કે સૌરભે એક વખત તેને કહ્યું હતું કે, “અમ્મા, જો અમે ફસાઈ જઈએ તો અમને બચાવી લેજો.” દીકરાની જૂની વાતોને યાદ કરતા માતા કહે છે – મારો દીકરો નિર્દોષ છે, તે આતંકી ન હોઈ શકે, તેને ફસાવવામાં આવી રહ્યો છે.

    ATSની કાર્યવાહી

    ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને તેલંગાણાની ATSએ ભોપાલ-છિંદવાડામાં હિઝ્બ-ઉત-તહરીરના આતંકીઓને પકડીને તેમના ઇરાદાનો ખુલાસો કર્યો હતો. તપાસમાં ઓવૈસીની કોલેજના આતંકવાદી પ્રોફેસર અને અન્ય આરોપીઓ પાસેથી ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. તેમનો હેતુ ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો હતો. જો કે પૂછપરછ દરમિયાન ધર્માંતરણની એવી વાત સામે આવી જે જોઈને સહુકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. આતંકીઓના ખુલાસા બાદ મુખ્યમંત્રી શિવરાજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ નહીં થવા દે. અહીં આતંકવાદનો ખાત્મો કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં