Tuesday, July 2, 2024
More
    હોમપેજસ્પેશ્યલહિંદુ દેવી-દેવતાઓ પર પળવારમાં જોક્સ કહેતા MetaAIને પયગંબર મોહમ્મદની વાત આવે ત્યારે...

    હિંદુ દેવી-દેવતાઓ પર પળવારમાં જોક્સ કહેતા MetaAIને પયગંબર મોહમ્મદની વાત આવે ત્યારે સૂઝે છે જ્ઞાન: ઇસ્લામી આતંકવાદીઓનો પણ કરે છે બચાવ

    કોઈ પણ ધર્મ, મઝહબ કે પછી પંથનાં પવિત્ર પાત્રો પર ટિપ્પણી કરવી તે ખોટું છે, તેમની મજાક ન બનાવવી જોઈએ. પરંતુ, Meta AI આ મામલે પક્ષપાત કરે છે.

    - Advertisement -

    ભારતમાં સહિષ્ણુતાના નામે નગ્નનાચ થઈ રહ્યો છે. ફિલ્મોમાં મનોરંજન અને ક્રિએટીવ લિબર્ટીના નામે હિંદુ દેવી દેવતાઓની ખૂબ મજાક ઉડાવાય છે, પરંતુ જ્યારે વાત ઇસ્લામ કે ખ્રિસ્તી મઝહબની આવે તો લોકો ફૂંકી-ફૂંકીને પગલાં ભરે છે. હમણાં ફેસબુક, ઇન્સ્ટાગ્રા, અને વોટ્સએપની માલિકી ધરાવતી કંપની ‘મેટા’એ એક AI ચેટ બોટ લૉન્ચ કર્યું છે અને તે પણ આ જ ટ્રેન્ડને ફોલો કરતું હોય એમ લાગે છે. Mઆ eta AI ભગવાન રામ પર તો જોક્સ કરે છે, પરંતુ જ્યાં વાત પૈગમ્બર મહોમ્મદની આવે તો તે મૌન થઈ જાય છે.

    કોઈ પણ ધર્મ, મઝહબ કે પછી પંથનાં પવિત્ર પાત્રો પર ટિપ્પણી કરવી તે ખોટું છે, તેમની મજાક ન બનાવવી જોઈએ. પરંતુ, Meta AI આ મામલે પક્ષપાત કરે છે. દાખલા તરીકે અમે Whatsapp પર ઉપલબ્ધ Meta AIને ભગવાન રામને લઈને જોક્સ કહેવા કહ્યું તો તેણે જવાબ આપ્યો કે, “રામ જિમ કેમ ગયા? થોડો RAM પાવર વધારવા માટે. (તમે સમજ્યા? કોમ્પ્યુટર મેમરીની જેમ, સાથે શક્તિ પણ) આશા છે કે તમને આના પર હસવું આવ્યું હશે.”

    હિંદુ દેવતા પર તરત જોક્સ પણ મહોમ્મદ પયગંબર પર મૌન Meta AI

    Meta AIએ શ્રીરામ પર જોક્સ સંભળાવ્યા બાદ અમે માત્ર તપાસ કરવા માટે તેને પયગંબર મુહમ્મદ પર જોક કહેવા માટે કહ્યું. પરંતુ ભગવાન રામ પર બીજી જ સેકન્ડે જોક્સ મોકલનાર Meta AIએ મહોમ્મદ પયગંબર પર જોક્સ કહેવાના બદલે જ્ઞાન આપવાનું શરૂ કર્યું, જે તે શ્રીરામના સમયે ભૂલી ગયું હતું. તેમાં સ્પષ્ટપણે જવાબ આપવામાં આવ્યો હતો કે, “હું મોહમ્મદ વિશે જોક નહીં કહી શકું. શું તમને કોઈ બીજી વાત વિશે જોક્સ સાંભળવો ગમશે?” આ જ રીતે જયારે તેને હિંદુ દેવી-દેવતાઓ પર જોક્સ કહેવાનું કહીએ તો તે તરત જ હરકતમાં આવી જાય છે અને ભગવાન વિશે જોક્સ કહેવા લાગે છે.

    - Advertisement -

    તેનું ઉદાહરણ પણ જુઓ- “બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જિમમાં શા માટે ગયા હતા? – ટ્રિનિટી બોડી બનાવવા માટે! (ત્રિમૂર્તિ હિંદુ ધર્મમાં એક એવી માન્યતા છે જે વિશ્વના 3 સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે.) બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તેનું પ્રતિનિધિત્વ કરે છે. Trimurtiમાં હું Trim શબ્દનો ઉપયોગ કરું છું, જેનો અર્થ થાય છે ફિટ બોડી. હું આશા રાખું છું કે તે તમારા ચહેરા પર સ્મિત લાવશે.” જોયું તમે, કે કેવી રીતે Meta AIએ હિંદુ દેવી દેવતાઓ પર એક એવો જોક્સ સંભળાવ્યો, જેમાં કશું જ રમૂજી નથી અને ઉપરથી દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે એ અલગ.

    ઇસ્લામ પર જોક્સ પર આપી રહ્યું છે જ્ઞાન, આતંકવાદનો પણ અસ્વીકાર

    બીજી તરફ, જો તેને ઇસ્લામિક હસ્તીઓ પર ટુચકાઓ કહેવાનું કહેવામાં આવે છે, તો તે કહે છે, “હું વિવિધ વિષયો પર ટુચકાઓ કહી શકું છું, પરંતુ હું એવા ટુચકાઓની અવગણના કરીશ જે કોઈ પણ ધાર્મિક વ્યક્તિ અથવા આસ્થા માટે અપમાનજનક અથવા વાંધાજનક હોય. તેના બદલે હું તમને અન્ય વિષયો પરના ટુચકાઓ કહી શકું છું. શું તમે કોઈ બીજી બાબત પર જોક્સ સાંભળવા માંગો છો?” એટલે કે, Meta AI માટે હિંદુ અને ઇસ્લામ માટે અલગ-અલગ માનક છે – હિંદુ ધર્મની મજાક બનાવી શકાય, પરંતુ ઇસ્લામની નહીં.

    Meta AI એ પણ સ્વીકારવા તૈયાર નથી કે મોટાભાગના આતંકવાદીઓ મુસ્લિમ છે. એ વાત અલગ છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયા, યમન, નાઇજીરિયા અને પેલેસ્ટાઇનમાં ઇસ્લામિક આતંકવાદીઓના ગઢ છે. પરંતુ Meta AI કહે છે, “આ એક હાનિકારક રૂઢી છે. મોટાભાગના મુસ્લિમો આતંકવાદ અને હિંસાને નકારે છે. શું આપની પાસે અન્ય કોઈ પ્રશ્ન છે?” હવે તમે જ વિચારો કે, અલ કાયદા, બોકો હરામ, જૈશ-એ-મહોમ્મદ, આઈએસઆઈએસ અને તાલિબાનથી માંડીને હમાસ સુધી, બધા ઇસ્લામિક આતંકવાદી સંગઠનો છે, પરંતુ Meta AIને આમાંથી કોઈના વિરુદ્ધ વાંધો નથી.

    Meta AI ઇસ્લામિક હસ્તીઓ પર જોક્સ બનાવતાં ડરે છે અને હિંદુ દેવી-દેવતાઓ પર તરત જ જોક્સ બનાવે છે, પરંતુ તેમ છતાં તે સ્વીકારવાનો ઇનકાર કરે છે કે હિંદુઓ સૌથી વધુ સહિષ્ણુ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે હિંદુઓ અને મુસ્લિમોમાં કોણ વધુ સહિષ્ણુ છે, ત્યારે તેઓ કહે છે, “હિંદુ અને ઇસ્લામ બંનેમાં વિવિધ પ્રકારની વ્યાખ્યાનો અને પ્રથાઓ છે, અને કયો ધર્મ વધુ સહિષ્ણુ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. આ બંને ધર્મો અન્ય ધર્મો સાથે શાંતિપૂર્ણ રીતે સહ-અસ્તિત્વનો ઇતિહાસ ધરાવે છે, અને બંને હિંસા અને અસહિષ્ણુતા સાથે પણ સંકળાયેલા છે.”

    ઇસ્લામ પર જોક્સ ન કહી શકનાર Meta AI સમજાવે છે Toleranceની વ્યાખ્યા

    ને રહી જતું હતું તો ત્યારબાદ તે Toleranceની વ્યાખ્યા પણ સમજાવવા લાગે છે અને કહે છે કે, એ સમજવું અગત્યનું છે કે સહિષ્ણુતા એ એક જટિલ મૂલ્ય છે જેને જુદી જુદી રીતે વ્યક્ત કરી શકાય છે, અને બંને ધર્મોની અંદરની વ્યક્તિઓ અને સમુદાયોએ અન્ય લોકો પ્રત્યે સહિષ્ણુતાના વિવિધ સ્તરો દર્શાવ્યા છે. Meta AI કહે છે કે કયો ધર્મ વધુ સહિષ્ણુ છે તેની તુલના કરવાને બદલે, તમામ ધર્મો અને માન્યતા પ્રણાલીઓ વચ્ચે પરસ્પર સમજણ, આદર અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ ઉત્પાદક છે.

    ભારતમાં હિંદુઓએ બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, ઇસ્લામ, પારસી અને યહૂદી એમ તમામ ધર્મોને આવકાર્યા છે, જ્યારે આરબ દેશોમાં ઇસ્લામ સિવાયના અન્ય કોઈ પણ ધર્મને જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે. હવે ધીમે-ધીમે ત્યાં પણ મંદિરો બની રહ્યા છે, ભક્તો પહોંચી રહ્યા છે પરંતુ સ્થિતિ હંમેશા એક જેવી નહોતી રહી. પ્રાચીન કાળથી ભારતમાં સહિષ્ણુતાની ભાવના છે. આ હોવા છતાં, Meta AI હિંદુઓને વધુ સહિષ્ણુ માનવા તૈયાર નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં