Sunday, October 6, 2024
More
    હોમપેજરાજકારણહરિયાણા-કાશ્મીરની ચૂંટણી પૂર્ણ, એક્ઝિટ પોલ્સ આવવાના શરૂ: ભૂતકાળમાં કેટલા સાચા પડ્યા હતા...

    હરિયાણા-કાશ્મીરની ચૂંટણી પૂર્ણ, એક્ઝિટ પોલ્સ આવવાના શરૂ: ભૂતકાળમાં કેટલા સાચા પડ્યા હતા આ પોલ્સ? જાણો અહીં

    2014માં ભાજપે કોંગ્રેસના 10 વર્ષના શાસનને સમાપ્ત કરીને હરયાણામાં કમળ ખિલવ્યું હતું. લગભગ 4 એક્ઝિટ પોલ્સમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, ભાજપ 90 સીટોની હરયાણા વિધાનસભામાં 46 સીટોના બહુમતના આંકડાથી બસ થોડી જ દૂર રહેશે.

    - Advertisement -

    હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં 5 ઑક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. પરિણામ પહેલાં હવે એક્ઝિટ પોલ્સ આવવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. હરિયાણામાં એક જ ચરણમાં તમામ 90 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 3 ચરણોમાં યોજાયેલી ચૂંટણી 1 ઑક્ટોબરના રોજ પૂર્ણ થઈ હતી. ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે વારો છે એક્ઝિટ પોલ્સનો. હમણાં રજૂ થઈ રહેલા એક્ઝિટ પોલ્સ કેટલા સટીક રહેશે તે તો હવે પરિણામના દિવસે જ જાણી શકાય, પરંતુ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ કેટલા અંશે સાચા પડ્યા હતા તે પરથી આપણે થોડુંઘણું આંકલન કરી શકીએ છીએ.

    હરિયાણાની વાત કરવામાં આવે તો વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ ભાજપની જીતની આગાહી કરવામાં ઘણા અંશે સટીક રહ્યા હતા. કારણ કે, તે સમયે દેશભરમાં મોદીલહેર પ્રસરેલી હતી. પરંતુ, 2019ની વિધાનસભા ચૂંટણીમાં ઘણા એક્ઝિટ પોલ્સ થાપ ખાતા પણ જોવા મળ્યા હતા. 2019માં ઘણા એક્ઝિટ પોલ્સમાં ભાજપની સ્પષ્ટ બહુમતી દર્શાવવામાં આવી હતી, પરંતુ તે થઈ શક્યું નહીં.

    હરિયાણાના એક્ઝિટ પોલ્સ ભૂતકાળમાં કેટલા ખરા ઉતર્યા?

    2014માં ભાજપે કોંગ્રેસના 10 વર્ષના શાસનને સમાપ્ત કરીને હરયાણામાં કમળ ખિલવ્યું હતું. લગભગ 4 એક્ઝિટ પોલ્સમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, ભાજપ 90 સીટોની હરયાણા વિધાનસભામાં 46 સીટોના બહુમતના આંકડાથી બસ થોડી જ દૂર રહેશે. આ પોલ્સમાં ભાજપને અંદાજિત 43 બેઠકો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જ્યારે ઇન્ડિયન નેશનલ લોકદલ (INLD)ને 27 બેઠકોનું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને કોંગ્રેસને 13 બેઠકો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    જોકે, પરિણામ આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ માટે રજૂ કરાયેલા પોલ્સ ઘણા અંશે સાચા પડ્યા હતા અને ભાજપે 47 બેઠકો સાથે હરિયાણામાં સરકાર બનાવી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ 15 બેઠકો જીતી લીધી હતી. ઉપરાંત INLDને માત્ર 19 બેઠકો મળી શકી હતી. તે સમયે બે પોલ્સમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતીનો આંકડો પાર કરતી દર્શાવવામાં આવી હતી. એક તો ન્યૂઝ 24-ચાણક્ય અને એબીપી ન્યૂઝ-નીલસન. ટાઈમ્સ નાઉ અને ઇન્ડિયા ટીવી-સીવોટરે કોંગ્રેસની બેઠકોની સાચી ભવિષ્યવાણી કરી હતી, જ્યારે ન્યૂઝ 24-ચાણક્ય INLDના છેલ્લા સ્કોરની ખૂબ નજીક રહ્યું હતું.

    2014 એક્ઝિટ પોલ્સ (ફોટો: ઇન્ડિયન એક્સપ્રેસ)

    હવે વાત કરીએ 2019ની. વર્ષ 2019માં મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપની પ્રચંડ જીતની ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને ઘણા પોલ્સમાં તો 70થી વધુ સીટો પર જીતનું અનુમાન પણ લગાવ્યું હતું. પરંતુ, ચૂંટણીનું ધાર્યું પરિણામ આવી શક્યું નહીં. આ ચૂંટણીમાં એકપણ પાર્ટી બહુમતીના આંકડાને પાર કરી શકી નહીં. 8 એક્ઝિટ પોલ્સમાં ભાજપની અનુમાનિત બેઠક સંખ્યા 61 દર્શાવવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસની 18 બેઠકો દર્શાવવામાં આવી હતી.

    2019ના એક્ઝિટ પોલ્સ (ફોટો: ઇન્ડિયન એક્સપ્રેસ)

    જોકે, પરિણામ આવ્યા બાદ ભાજપને માત્ર 40 બેઠકો મળી હતી અને કોંગ્રેસને વધીને 31 બેઠકો મળી હતી. 7 પોલ્સમાં એવું સ્પષ્ટ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, ભાજપ એકલા હાથે જ બહુમતીના આંકડાને પાર કરીને સરકાર બનાવશે. ન્યૂઝએક્સ-પોલસ્ટ્રેટે અનુમાન લગાવ્યું હતું કે, ભાજપ 75-80 બેઠકો જીતી જશે, જ્યારે ઇન્ડિયા ટુડે-એક્સિસે કહ્યું હતું કે, ભાજપ 32-44 સીટો જીતશે અને બહુમતીથી દૂર રહેશે.

    માત્ર ત્રણ એક્ઝિટ પોલ્સમાં કહેવાયું હતું કે, કોંગ્રેસ 20 બેઠકોનો આંકડો પાર કરી શકશે અને માત્ર એક એક્ઝિટ પોલમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, કોંગ્રેસ 30 બેઠકો સુધી પહોંચી જશે. ઇન્ડિયા ટુડે-એક્સિસનું કોંગ્રેસ માટેનું અનુમાન એકદમ સટીક જોવા મળ્યું હતું.

    જમ્મુ-કાશ્મીરના એક્ઝિટ પોલ્સની કેવી રહી હતી ભવિષ્યવાણી?

    2014માં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી તો સીવોટર એક્ઝિટ પોલમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, 87 સભ્યોના ગૃહમાં કોઈપણ પક્ષ 44 બેઠકોના બહુમતી આંકડાને પાર કરી શકશે નહીં. એક્ઝિટ પોલ્સમાં PDPને 32-28 બેઠકો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, ત્યારબાદ ભાજપને 27-33, NCને 8-14 અને કોંગ્રેસને 4-10 બેઠકો મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે અંતે PDPને 28, ભાજપને 25, NCને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં