કોલકાતામાં ટ્રેની ડૉક્ટરના બળાત્કાર અને હત્યા મામલે આખા દેશમાં આક્રોશ છે. ઘટના બાદથી જ દેશભરમાં ડૉક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક સરકારી દવાખાનાઓની OPD બંધ છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે દર 2 કલાકે રિપોર્ટ આપવાના નિર્દેશ આપ્યા છે. હવેથી તમામ રાજ્યોએ પોતાના રાજ્યની સુરક્ષા પ્રણાલી વિશે ગૃહ વિભાગને માહિતી આપતા રહેવું પડશે. સતત મોનિટરિંગ કરી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહ મંત્રાલયે આ મામલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લેખિત આદેશ મોકલી આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આદેશમાં રાજ્યોની પોલીસને વિરોધ પ્રદર્શનો પર ચાંપતી નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નિર્દેશાનુસાર રાજ્યોએ ફેક્સ, ઈમેલ કે પછી વૉટ્સએપ દ્વારા ગૃહ મંત્રાલયને દર બે કલાકે રિપોર્ટ મોકલવાના રહેશે.
BREAKING | राज्यों की कानून व्यव्स्था को लेकर गृह मंत्रालय सख्त
— ABP News (@ABPNews) August 18, 2024
– राज्यों को हर 2 घंटे पर केंद्र को रिपोर्ट देनी होगी@Aayushinegi6 | @journosnehlatahttps://t.co/smwhXURgtc#AmitShah #LawAndOrder #HomeMinister #TopNews #Trending #HindiNews #ABPNews pic.twitter.com/WMhs8frdwb
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી શનિવારે (17 ઑગસ્ટ, 2024) આ આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “દરેક રાજ્યોએ પોતાના ત્યાં કાયદો વ્યવસ્થાની જાળવણીના અનુસંધાનમાં કરવામાં આવી રહેલા કામનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલવાનો રહેશે. આ રિપોર્ટમાં દર 2 કલાકનું રિપોર્ટીંગ કરવાનું રહેશે. રાજ્ય ફેક્સ, ઈમેલ કે પછી વ્હોટ્સએમના માધ્યમથી કાયદો વ્યવસ્થાની તાજી માહિતી મંત્રાલયને આપશે.” ગૃહ મંત્રલઉંના કન્ટ્રોલ રૂમ અધિકારીના જણાવ્યા અનુસાર દેશમાં સુરક્ષાની ચોકસાઈ માટે અને સ્થિતિ નિયંત્રણની બહાર ન નીકળે તે માટે નિર્દેશ આપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત 9 ઑગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના સેમિનાર હૉલમાં મહિલા ટ્રેની ડૉક્ટરનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના બાદ કોલકાતામાં હોબાળો મચી ગયો અને ત્યારબાદ આક્રોશની આગ દેશભરમાં ફેલાઇ. મમતા બેનર્જી સરકારની નિષ્ક્રિયતા અને પોલીસની તપાસમાં ઢીલના આક્રોશમાં દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયાં હતાં. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સહિતની સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. તો પ્રદર્શનોને લઈને સુરક્ષામાં ચૂક ન થાય અને ગુનાખોરી ડામી શકાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.