Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'ઉગ્રવાદીઓ હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાય, ન આવે તો અમે અભિયાન શરૂ કરીશું':...

    ‘ઉગ્રવાદીઓ હથિયાર મૂકીને મુખ્યધારામાં જોડાય, ન આવે તો અમે અભિયાન શરૂ કરીશું’: ગૃહમંત્રી શાહે કહ્યું- 2026 સુધીમાં ખતમ કરી દઈશું નક્સલવાદ

    અમિત શાહે લખ્યું હતું કે, “દરેક વ્યક્તિએ 'બસ્તર શાંતિ સમિતિ' દ્વારા બનાવેલી આ ડોક્યુમેન્ટરી જોવી જોઈએ જે નક્સલી હુમલાથી પ્રભાવિત લોકોની અવિરત પીડા અને વેદનાને વર્ણવે છે.”

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નક્સલવાદી હુમલાઓથી (Naxalites Attack) પીડિત લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પીડિતો સાથે વાતચીત પણ કરી હતી. સંબોધનમાં ગૃહમંત્રી શાહે નક્સલવાદીઓને (Naxalites) આત્મસમર્પણ કરવા માટે ચેતવણી આપી હતી. જો નક્સલીઓ આત્મસમર્પણ નહીં કરે તો સરકાર તેમની વિરુદ્ધમાં અભિયાન ચલાવશે અને નાક્સવાદને ખત્મ કરશે.

    20 સપ્ટેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાઓથી પીડિત 55 લોકોને મળ્યા હતા. આ મુલાકાત તેમણે નવી દિલ્હી ખાતે આવેલ તેમના નિવાસસ્થાને યોજી હતી. આ દરમિયાન તેમણે પીડિતો સાથે વાતચીત કરી હતી, જેમાં પીડિતોએ નક્સલી હુમલાઓમાં થયેલ દુર્ઘટનાઓ વિશે જણાવ્યું હતું.

    આ બાદ ગૃહમંત્રીએ સંબોધન કરતા છત્તીસગઢના ચાર જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ભારતમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં સક્ષમ થયા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નકસલવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે 31 માર્ચ, 2026ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમણે નક્સલવાદીઓથી પીડિત લોકોને આશ્વાસન પણ આપ્યું હતું.

    - Advertisement -

    તેમણે નક્સલવાદીઓને અપીલ કરી હતી કે, “તમે કાયદા સમક્ષ આત્મસમર્પણ કરી દો, હથિયાર મૂકી દો, સરેન્ડર કરી દો. નોર્થ ઈસ્ટ, કાશ્મીર ઘણી જગ્યાઓએ ઘણા લોકો હથિયારો મુકીને મુખ્ય પ્રવાહો સાથે જોડાયા છે. તમે પણ આવો તમારું સ્વાગત છે.” આગળ તેમણે ચેતવણી આપતા કહ્યું કે, “જો આમ નહીં થાય તો અમે તેની સામે અભિયાન શરૂ કરીશું અને તેમાં સફળતા પણ પ્રાપ્ત કરીશું.”

    તેમણે પીડિતોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, “મારી સંવેદનાઓ તમારી અને તમારા પરિવારોની સાથે છે. તમારા આવનાર જીવનને સુગમ અને સુનિશ્ચિત બનાવવા માટે મારાથી યથા સંભવ દરેક પ્રયાસ હું કરીશ.”

    19 સપ્ટેમ્બરે, છત્તીસગઢના નક્સલી હિંસાનો ભોગ બનેલા 55 પીડિતોએ ‘બસ્તર શાંતિ સમિતિ’ના બેનર હેઠળ કર્તવ્ય પથ પર પ્રદર્શન કર્યું હતું, અને બપોર સુધીમાં જંતર-મંતર તરફ પ્રયાણ કર્યું હતું. ગૃહમંત્રી આજે આ પીડિતોને મળ્યા હતા તથા ‘બસ્તર શાંતિ સમિતિ’ દ્વારા બનાવાયેલી એક ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એક ભાગ પણ તેમના X હેન્ડલ પરથી પોસ્ટ કર્યો હતો.

    અમિત શાહે લખ્યું હતું કે, “દરેક વ્યક્તિએ ‘બસ્તર શાંતિ સમિતિ’ દ્વારા બનાવેલી આ ડોક્યુમેન્ટરી જોવી જોઈએ જે નક્સલી હુમલાથી પ્રભાવિત લોકોની અવિરત પીડા અને વેદનાને વર્ણવે છે.” આગળ ઉમેર્યું કે, “માનવતાના દુશ્મન નક્સલવાદે આ લોકોનું જીવન કેવી રીતે બરબાદ કરી નાખ્યું… તેમની વ્યથા માનવ અધિકારો વિશે એકતરફી અવાજ ઉઠાવનારા લોકોનો દંભ પણ દર્શાવે છે.”

    ઉલ્લેખનીય છે કે બસ્તર જિલ્લો માઓવાદી વિચારધારાને વળગી રહેલા સામ્યવાદીઓ દ્વારા કરવામાં આવતી નક્સલ પ્રવૃત્તિઓ માટે એક હોટસ્પોટ રહ્યો છે. દાયકાઓથી આ વિસ્તાર નક્સલી હુમલાઓથી પીંખાતો રહ્યો છે. પરંતુ 2022ના સત્તાવાર ડેટા અનુસાર છત્તીસગઢમાં નક્સલ સંબંધિત હિંસામાં 22 ટકાનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં