Monday, March 24, 2025
More
    હોમપેજગુજરાત‘ત્રણ માળની મસ્જિદ હોવા છતાં દર શુક્રવારે જાહેર રસ્તા પર પઢવામાં આવે...

    ‘ત્રણ માળની મસ્જિદ હોવા છતાં દર શુક્રવારે જાહેર રસ્તા પર પઢવામાં આવે છે નમાજ’: સાણંદના હિંદુ વેપારીઓની કાર્યવાહીની માંગ, ઑપઇન્ડિયાને જણાવ્યું- મોટાભાગના હોય છે પરપ્રાંતિયો

    આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, સાણંદની ટપાલ ચોક પાસે એક મસ્જિદ આવેલ છે, જેની બહાર દર શુક્રવારે મુખ્ય માર્ગ બંધ કરી દઈને જાહેરમાં નમાજ અદા કરવામાં આવે છે, જેના કારણે વેપારીઓ, રાહદારીઓ અને જાહેર જનતાને તકલીફનો સામનો કરવો પડે છે. 

    - Advertisement -

    અમદાવાદના સાણંદમાં દર શુક્રવારે રસ્તા પર નમાજ પઢવામાં આવતી હોવાની અને તેના કારણે સ્થાનિકોને અને ખાસ કરીને વેપારીઓને હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે શનિવારે (8 માર્ચ) હિંદુ અગ્રણીઓએ સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગને આવેદનપત્ર પાઠવીને આ મામલે તાત્કાલિક પગલાં લેવા માટે રજૂઆત કરી હતી. 

    આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, સાણંદની ટપાલ ચોક પાસે એક મસ્જિદ આવેલ છે, જેની બહાર દર શુક્રવારે મુખ્ય માર્ગ બંધ કરી દઈને જાહેરમાં નમાજ અદા કરવામાં આવે છે, જેના કારણે વેપારીઓ, રાહદારીઓ અને જાહેર જનતાને તકલીફનો સામનો કરવો પડે છે. 

    આગળ જણાવવામાં આવ્યું છે કે, મસ્જિદ ત્રણ માળ જેટલી મોટી છે, તેમ છતાં જાહેર જનતાને હેરાન-પરેશાન કરવાના બદઇરાદે રસ્તા રોકીને નમાજ પઢવામાં આવે છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. સાથે એમ પણ પૂછવામાં આવ્યું છે કે ત્રણ માળની મસ્જિદ હોવા છતાં જાહેરમાં નમાજ પઢવા માટે તંત્ર દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી છે કે કેમ? જો તેમ હોય તો તંત્ર સ્પષ્ટતા કરે અને તેમ ન હોય તો તાત્કાલિક ધોરણે આ બાબતે પગલાં લેવામાં આવે. 

    - Advertisement -

    હિંદુ અગ્રણીઓ અને વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ રજૂઆત ધ્યાનમાં લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવામાં ન આવે કે કોઈ પગલાં લેવામાં ન આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે અને તે માટે જવાબદાર તંત્ર હશે. 

    સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ કલેક્ટર, સાણંદ નગરપાલિકા પ્રમુખ અને મામલતદારને પણ આ આવેદનપત્રની નકલ મોકલવામાં આવી છે. નકલ ઑપઇન્ડિયા પાસે પણ ઉપલબ્ધ છે.

    નમાજ પઢનારાઓમાંથી મોટાભાગના પરપ્રાંતિયો, સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ ચિંતાજનક’

    આવેદનપત્ર પાઠવનાર આણંદ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ કમલેશ વ્યાસે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, છેલ્લા લગભગ ઘણા સમયથી આ રીતે જાહેર રસ્તા પર નમાજ પઢવામાં આવે છે અને દર શુક્રવારે આ રીતે બપોરે એક-બે કલાક માટે રસ્તો બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે સ્થાનિકોને અને વેપારીઓને ખૂબ તકલીફ પડે છે. 

    તેમણે જણાવ્યું કે, હમણાં રમજાન મહિનો શરૂ થયો હોવાના કારણે સતત ભીડ વધતી જ જાય છે અને તેમાંથી મોટાભાગના પરપ્રાંતિય મુસ્લિમો જોવા મળે છે. તેમણે કહ્યું કે, ત્રણ માળની મસ્જિદ ઉભેલી હોવા છતાં જાહેરમાં નમાજ પઢવામાં કેમ આવે છે એ પ્રશ્ન છે. 

    કમલેશ વ્યાસે આગળ જણાવ્યું કે, તેમણે કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સ્થાનિક તંત્રને જાણ કરી છે. સાથે ઉમેર્યું કે, અમને કોઈના મત, મઝહબ સામે વાંધો નથી કે તેમની આ પ્રથા સામે પણ વાંધો નથી, પરંતુ જાહેરમાં રસ્તા બંધ કરીને અન્યોને તકલીફ પડે તે રીતે નમાજ પઢવી અયોગ્ય છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં