Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રીમ કોર્ટમાં લઇ જઈશું એ પુસ્તક પછી ખબર પડશે કે અસલી 'હેટ...

    સુપ્રીમ કોર્ટમાં લઇ જઈશું એ પુસ્તક પછી ખબર પડશે કે અસલી ‘હેટ મોંગર્સ’ કોણ છે?: નોટીસ બાદ હિંદુ શેર સેનાનું એલાન

    સીતાપુરમાં નોંધાયેલ કેસમાં યતિ નરસિંહાનંદ અને બજરંગ મુનિને નફરત ફેલાવનારા કહેવા બદલ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને વચગાળાના જામીન આપ્યા છે તેમજ બીજા પક્ષના તમામને નોટીસ ફટકારી છે. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે (12 જુલાઈ, 2022) ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ નોંધાયેલા સાત કેસની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી. બીજી તરફ, સીતાપુર કેસ મામલે ઝુબૈર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે હિંદુ શેર સેના જિલ્લા પ્રમુખ ભગવાન શરણ, યૂપી સરકાર, એફઆઈઆર દાખલ કરનાર એસપી સહિત 5 લોકોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.

    આ મામલે હિંદુ શેર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિકાસ હિંદુએ ઝુબૈરને સોશિયલ મીડિયાનો આતંકવાદી ગણાવતો વીડિયો જાહેર કર્યો હતો અને તેની સામે કાયદાકીય લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. નિવેદનમાં તેમણે કેટલાંક પુસ્તકોને ટાંકીને સાચા હેટ મોંગર્સનો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે મોહમ્મદ ઝુબૈરની હિંદુ સંતોનું અપમાન કરનાર અને દેશનું વાતાવરણ બગાડનાર ગણાવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે યુપીમાં મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ નોંધાયેલા સાત કેસમાંથી બે કેસ હાથરસ જિલ્લામાં નોંધાયેલા છે, જ્યારે સીતાપુર, લખીમપુર ખીરી, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર અને દિલ્હીમાં એક-એક કેસ નોંધાયેલ છે. હિન્દુ શેર સેનાએ આ મામલે વીડિયો નિવેદન સાથે એક પત્ર પણ જારી કર્યો છે. જેમાં વિસ્તારપૂર્વક પક્ષ રાખવામાં આવ્યો છે. 

    - Advertisement -
    હિંદુ શેર સેનાનું નિવેદન, ભાગ-1

    સીતાપુરમાંનોંધાયેલ કેસમાં યતિ નરસિંહાનંદ અને બજરંગ મુનિને નફરત ફેલાવનારા કહેવા બદલ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને વચગાળાના જામીન આપ્યા છે તેમજ હિંદુ શેર સેના સહિત બીજા પક્ષના તમામને નોટીસ ફટકારી છે. 

    સીતાપુરમાં એફઆઈઆર કરનાર સંગઠન હિંદુ શેર સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આ કેસમાં અમે દુનિયાને વાસ્તવિક નફરત ફેલાવનારનો પરિચય કરાવીશું. જો યતિ નરસિંહાનંદ અને બજરંગ મુનિના કેટલાક નિવેદનો વાંધાજનક હોય તો હિંદુઓને કાફિર કહીને અમારી હત્યાનો આદેશ આપનાર પુસ્તકને પણ ‘હેટ મોંગર’ ઘોષિત કરી દેવું જોઈએ. 

    પોતાના વિડિયો નિવેદનમાં તેમણે કહ્યું કે, જે પુસ્તક વાંચીને હિંદુઓની હત્યા કરવામાં આવી હતી, કમલેશ તિવારી, કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી, નુપુર શર્માને ધમકી આપવામાં આવી હતી, તે પુસ્તકના પાનાં અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકીશું.

    વિકાસ હિંદુએ તેમના નિવેદનમાં કહ્યું, “સુપ્રીમ કોર્ટમાં જવાબ સાથે એ વિશેષ પુસ્તકના પાનાંની ફોટો કૉપી લગાવીને સંતો પહેલાં એ પુસ્તકને હેટ મોંગર પુસ્તક ઘોષિત કરવા માટેની માંગ કરવામાં આવશે.” 

    હિંદુ શેર સેનાનું નિવેદન, ભાગ-2

    યતિ નરસિંહાનંદ, બજરંગ મુની સહિતના હિન્દુ સંતોને નફરત ફેલાવનારા કહેવા મામલે તેમણે ઝુબૈરને પ્રશ્ન પૂછ્યો કે, હિંદુઓ વિરુદ્ધ અનેક ભડકાઉ ભાષણો આપનાર ઓવૈસી, જાકિર નાયક, મદની વગેરેને કેમ ક્યારેય હેત મોંગર નથી કહ્યા? શું તેમના નિવેદનો નફરત ફેલાવનારા નથી?

    હિંદુ શેર સેનાએ આ લડાઈમાં તમામ સંતોને સાથ આપવાનું આહવાન કર્યું છે. અંતે તેમણે કહ્યું કે, “તેમનો જીવ પણ ચાલ્યો જાય તોપણ તેઓ સુપ્રીમ કોર્ટના માધ્યમથી દુનિયા સામે આ પુસ્તકની વાસ્તવિકતા ઉજાગર કરશે. તેમણે કહ્યું, “મને ખબર છે કે આ પુસ્તક પર સવાલ ઉઠાવવાથી મારી ઉપર પણ હુમલાઓ થશે પરંતુ હિંદુ શેર સેના ડરવાની નથી.”

    નોંધનીય છે કે ઝુબૈરને એક અઠવાડિયા પહેલાં દિલ્હી પોલીસે ધાર્મિક ભાવનાઓના ઉલ્લંઘનના આરોપસર હિરાસતમાં લીધો હતો. સીતાપુરના ખૈરાબાદ પોલીસ મથકે પણ તેની વિરુદ્ધ આઇપીસીની કલમ 295A અને આઇટી એક્ટની કલમ 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    ઉત્તરપ્રદેશમાં સીતાપુર પોલીસે યતિ નરસિંહાનંદ અને બજરંગ મુનિ દાસ વિરુદ્ધ કથિત રીતે આપત્તીજનક ટ્વિટ કરવા મામલે પણ તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ઝુબૈરને રાહત આપી છે અને વચગાળાના જામીન આગામી આદેશ સુધી લંબાવી દીધા છે. આ મામલાની સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ થશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં