Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'દિવાળી પર ફટાકડા ફોડતા બાળક પર હુમલો, દીકરીની કરી છેડતી': હરિયાણાના હિંદુ...

    ‘દિવાળી પર ફટાકડા ફોડતા બાળક પર હુમલો, દીકરીની કરી છેડતી’: હરિયાણાના હિંદુ પરિવારનો પાડોશી મુસ્લિમો પર આરોપ, ઘરની બહાર લગાવી દીધું ‘મકાન વેચવાનું છે’નું બોર્ડ

    હિંદુ પરિવારની મહિલા અને પુત્રીએ જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આવરનવાર હિંદુ પરિવારો પર હુમલા, તેમની સાથે ઝઘડા અને મહિલાઓની છેડતી થતી હોય છે. જેના કારણે ઘણા હિંદુ પરિવારો અહીંથી પલાયન કરી ચૂક્યા છે અને હવે તેમના ઘરની બહાર પણ તેમણે મકાન વેચવાનું પોસ્ટર લગાવી દીધું છે

    - Advertisement -

    દિવાળી દરમિયાન જ્યારે આખો દેશ ઉત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે હરિયાણાના ફરીદાબાદમાં (Faridabad) એક હિંદુ પરિવાર પર હુમલાની ઘટના બની. પરિવારનો આરોપ છે કે તેમના ઘરનો બાળક જ્યારે આંગણામાં ફટાકડા (Firecrackers) ફોડી રહ્યો હતો ત્યારે પાડોશી મુસ્લિમ પરિવારે તેની સાથે માથાકૂટ કરી. ત્યારપછી જ્યારે તેની માતા સમજાવવા ગઈ તો તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહીં, તેમના ઘરની દીકરી સાથે પણ છેડતી કરવામાં આવી. ત્રાસીને આ હિંદુ પરિવારે (Hindu Family) ઘરની બહાર ‘યહ મકાન બિકાઉ હૈ’નું પોસ્ટર લગાવી દીધું છે.

    સમગ્ર ઘટના દિલ્હીથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલા હરિયાણાના ફરિદાબાદના બલ્લભગઢની સુભાષ કોલોનીની છે. મીડિયા અહેવાલો અનુસાર, અગાઉ આ કોલોનીનાં મોટાભાગનાં ઘરો હિંદુ સમુદાયનાં હતાં, પરંતુ હવે અહીં મુસ્લિમ સમુદાયની વસ્તી વધતી જાય છે અને ગણ્યાંગાંઠ્યાં ઘરો હિંદુઓનાં રહ્યાં છે. હિંદુ પરિવારનો આરોપ છે વારંવાર પાડોશી મુસ્લિમો દ્વારા તેમને હેરાન કરવામાં આવતા રહે છે.

    બાળકે ફટાકડો ફોડતાં હિંદુ પરિવાર પર હુમલો

    હિંદુ પરિવારનું કહેવું છે કે તેમના પરિવારનો એક બાળક દિવાળી દરમિયાન ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતા મુસ્લિમ પરિવારના અમુક લોકોએ તેને ધમકાવીને ફટાકડા ફોડવાની ના પાડી હતી.

    - Advertisement -

    બાળકને ધમકાવ્યા બાદ જ્યારે પીડિત પરિવારની મહિલા (બાળકની માતા) મુસ્લિમ પરિવારના ઘરે વાતચીત કરવા ગઈ ત્યારે તેની વાત સાંભળવા અને સમજવાના બદલે મુસ્લિમ પરિવારે મહિલા પર ઈંટો અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હોવાનું કહેવાય છે. પીડિત પરિવારે કહ્યું કે, તેમના ઘર પર પણ ઇંટો અને પથ્થરો ફેંકીને હુમલો કરવામાં આવ્યો અને ઘરનો મુખ્ય દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

    મહિલાઓને લાકડીઓથી માર્યો માર, યુવતીઓ સાથે છેડછાડ

    હુમલો કરનારાઓએ હિંદુ પરિવારની મહિલાઓ પર પણ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આરોપ છે કે મુસ્લિમ યુવકોએ હિંદુ પરિવારના ઘરમાં ઘૂસીને તેમની દીકરીની પણ છેડતી કરી હતી. યુવતીના કપડાં ફાડવાનો પ્રયાસ કરી તેની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. મીડિયા જ્યારે તેમના ઘરે પહોંચ્યું ત્યારે યુવતીએ તેના શરીર પર નખનાં નિશાન પણ બતાવ્યાં હતાં અને આપવીતી કહી સંભળાવી હતી.

    પીડિત પરિવારની પુત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેનો ભાઈ ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યો હતો. દરમિયાન પાડોશમાં રહતા મુસ્લિમ પરિવારનો એક છોકરો બહાર આવ્યો અને તેના ભાઈ પર હુમલો કર્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મુસ્લિમ મહિલાઓ પણ લાકડીઓ લઈને હિંદુ પરિવારના ઘર તરફ ધસી આવી હતી.

    યુવતીએ જણાવ્યા અનુસાર, તેના પિતાને પણ થપ્પડ મારવામાં આવી હતી. વિસ્તારના 50-60ના મુસ્લિમોના ટોળાએ ઘર પર ઇંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો અને તેમના ઘરનો મુખ્ય દરવાજો પણ તોડી નાખ્યો હતો. તેણે કહ્યું કે, તેઓ જ્યારે બચવા માટે ઘરની અંદર ગયા અને પોતાના બચાવ માટે ઘરનો દરવાજો બંધ કરી દીધો ત્યારે મુસ્લિમોએ બહારથી દરવાજો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    ‘અવારનવાર થાય છે હિંદુઓ પર હુમલા-મહિલાઓની છેડતી’

    હિંદુ પરિવારની મહિલા અને પુત્રીએ જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આવરનવાર હિંદુ પરિવારો પર હુમલા, તેમની સાથે ઝઘડા અને મહિલાઓની છેડતી થતી હોય છે. જેના કારણે ઘણા હિંદુ પરિવારો અહીંથી પલાયન કરી ચૂક્યા છે અને હવે તેમના ઘરની બહાર પણ તેમણે મકાન વેચવાનું પોસ્ટર લગાવી દીધું છે. મહિલાએ સરકાર પાસે મદદ માંગતા કહ્યું હતું કે, “અમારી દીકરીઓ અહીં સુરક્ષિત નથી.”

    પીડિતાના પરિવારની મહિલાએ જણાવ્યું કે, જ્યારે તેણે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી તો મુસ્લિમોએ તેને ધમકી આપી હતી કે તે ચૂપ રહે અને ફરિયાદ પાછી ખેંચી લે, નહીં તો કાશ્મીરમાં હિંદુઓની જે હાલત છે તેમની પણ એવી જ હાલત થશે.       

    પીડિત હિંદુ પરિવારના દુર્ગા પ્રસાદે તો ત્યાં સુધી કહ્યું હતું કે હિંદુઓનું કોઈ નથી. ભજન-કીર્તન નથી કરવા દેવામાં આવતાં, હિંદુઓ તેમના તહેવારો પણ ઉજવી શકતા નથી. દુર્ગા પ્રસાદે કહ્યું કે તેઓ આ વિસ્તારમાં 30 વર્ષથી રહે છે. પહેલાં જયારે મુસ્લિમોની વસ્તી ઓછી હતી ત્યારે વાતાવરણ આટલું ખરાબ નહોતું.

    પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે, પીડિત પરિવારની દીકરીએ ફેર્યાદ આપી છે, જેમાં પાડોશમાં રહેતા લઘુમતી પરિવાર દ્વારા દંડા-ઈંટો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ ઘરમાં ઘૂસીને છેડતી કરવામાં આવી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ FIR દાખલ કરી દેવામાં આવી છે. હાલ પોલીસ પાડોશમાં લાગેલા CCTV કેમેરા ફૂટેજ ચકાસીને મામલાની તપાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં