Tuesday, October 1, 2024
More
    હોમપેજક્રાઈમપ્રયાગરાજમાં બકરી, સિલાઈ મશીનની લાલચ આપી ભોળી પ્રજાનું ધર્માંતરણ: ખ્રિસ્તી પાદરી સહિત...

    પ્રયાગરાજમાં બકરી, સિલાઈ મશીનની લાલચ આપી ભોળી પ્રજાનું ધર્માંતરણ: ખ્રિસ્તી પાદરી સહિત ચારની ધરપકડ, હિંદુ સંગઠનો પર પથ્થરમારો કર્યો હોવાનો દાવો

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બકરી આપવાની લાલચે ભોળા હિંદુઓનું ખ્રિસ્તી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલાની જાણ જયારે સ્થાનિક હિંદુ સંગઠનોને થઈ, તો મોટો હોબાળો થયો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (UP Prayagraj) બકરી આપવાની લાલચે ભોળા હિંદુઓનું ખ્રિસ્તી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલાની જાણ જયારે સ્થાનિક હિંદુ સંગઠનોને થઈ, તો મોટો હોબાળો થયો. આરોપ છે કે, હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પર ચર્ચના લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે ફરિયાદ દાખલ થતા પોલીસે પાદરી સહિત 4 લોકોની ધરપકડ કરી છે.

    આ મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સરપતીપુર ગામમાં લખનૌની (Lucknow) ખ્રિસ્તી મિશનરીએ (Christian missionaries) યોહન્નાના નામે જમીન લઈને ચર્ચ બનાવી છે. અહીં અશોક ભાસ્કર પાદરી તરીકે કામ કરે છે. અહીંયા દર રવિવારે ‘ચંગાઈ સભા’ કરવામાં આવે છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓ બકરી, રૂપિયા અને સ્વાસ્થ્ય સારું કરવાની લાલચ આપીને ભોળા હિંદુઓનું ખ્રિસ્તી ધર્માંતરણ કરે છે. આટલું જ નહીં, FIR અનુસાર ઘટનાની જાણ થતા જયારે હિંદુ સમુદાયના લોકો સંગઠનો સાથે ત્યાં પહોંચ્યા તો તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો.

    બીજી તરફ ધર્માંતરણના વિરોધમાં ગ્રામજનો પણ નારાજ થઈ ગયા હતા. ગામના લોકો હિંદુ સંગઠનો અને ભાજપના કોર્પોરેટર રામ મિલન અને સિયારામ મૌર્યા સહિત ચર્ચ પર પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે લોકોને આવતા જોઇને ખ્રિસ્તી મિશનરીના લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ મામલે 4 આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને 10 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. નોંધનીય છે કે ઑપઇન્ડિયા પાસે FIRની કોપી ઉપલબ્ધ છે.

    - Advertisement -

    દલિત લોકોનું કરાવાય છે ધર્માંતરણ: હિંદુ સંગઠનો

    આ મામલે ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુ સંગઠનના કાર્યકર્તાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, “અહીં ખ્રિસ્તી મિશનરીઓ ઘણા લાંબા સમયથી એક્ટિવ છે, તેમણે પોતે જ જમીનો ખરીદીને ચર્ચ ઉભું કર્યું છે અને ત્યાંથી જ આ આખો ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે. અમને માહિતી મળી હતી કે ત્યાં સ્થાનિક દલિત સમાજના લોકોને બકરી, રૂપિયા, સિલાઈ મશીન કે પછી અન્ય કોઈ લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. આ મામલો ઉઠાવતા જ પોલીસે 4ની ધરપકડ કરી છે અને તેમને આગળની કાર્યવાહી માટે મોકલી આપ્યા છે.”

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા આશિષ પ્રજાપતિએ વધુંમાં જણાવ્યું કે, “ઘટના સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોની માંગ છે કે આ પ્રકારની કાર્યવાહીઓ તરત રોકવામાં આવે. જે લોકો પણ આમાં જોડાયેલા હોય તેમના વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે.” તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચ આ પ્રકારની કાર્યવાહીઓ તીવ્ર ગતિથી ચલાવી રહી છે જે ચિંતાજનક છે. આ મામલે વધુ માહિતી લેવા અમે સ્થાનિક પોલીસ સ્ટેશનન સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ થઇ શક્યો નહતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં