Saturday, June 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મધ્ય પ્રદેશની 1,755 મદરેસાઓમાં 9,147 હિંદુ બાળકો કરી રહ્યાં છે અભ્યાસ’: NCPCRનો...

    ‘મધ્ય પ્રદેશની 1,755 મદરેસાઓમાં 9,147 હિંદુ બાળકો કરી રહ્યાં છે અભ્યાસ’: NCPCRનો ઘટસ્ફોટ, રાજ્ય સરકારને પત્ર લખીને કહ્યું- તેમને સામાન્ય શાળાઓમાં મોકલવામાં આવે

    NCPCRએ જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશમાં 1,755 નોંધાયેલા મદરેસાઓ છે, તેમાં 9,417 હિંદુ બાળકો ભણી રહ્યા છે અને આ ઇસ્લામિક સંસ્થાઓમાં RTE (શિક્ષણનો અધિકાર) કાયદા હેઠળ જરૂરી બેઝિક વિકાસની પણ ઉણપ છે.

    - Advertisement -

    NCPCRએ મધ્ય પ્રદેશ (MP) સરકારને અપીલ કરી છે કે, રાજ્યના મદરેસાઓમાં ભણી રહેલા તમામ હિંદુ બાળકોને તત્કાલીન ધોરણે સામાન્ય શાળાઓમાં ખસેડવામાં આવે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)ના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ શુક્રવારે (14 જૂન, 2024) મધ્ય પ્રદેશની ભાજપ સરકારને મદરેસામાં ભણી રહેલા હિંદુ બાળકોને અન્ય શાળાઓમાં ખસેડવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી આ ઇસ્લામિક સંસ્થાઓ ‘શિક્ષણનો અધિકાર’ (RTE) અધિનિયમ હેઠળ આવતી નથી. તેથી ત્યાં માત્ર ઇસ્લામિક શિક્ષણ મળી શકે છે. હિંદુ બાળકોને સામાન્ય શાળાઓમાં ખસેડવા જરૂરી છે.

    NCPCRએ જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશમાં 1,755 નોંધાયેલા મદરેસાઓ છે, તેમાં 9,417 હિંદુ બાળકો ભણી રહ્યા છે અને આ ઇસ્લામિક સંસ્થાઓમાં RTE (શિક્ષણનો અધિકાર) કાયદા હેઠળ જરૂરી બેઝિક વિકાસની પણ ઉણપ છે. NCPCRના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ એવું પણ કહ્યું કે, ન નોંધાયેલા મદરેસાઓમાં ભણતા મુસ્લિમ બાળકોને પણ સામાન્ય શાળામાં મોકલી દેવા જોઈએ. તેમણે MP સરકારને વિનંતી કરતાં કહ્યું કે, “હું મધ્ય પ્રદેશ સરકારને વિનંતી કરું છું કે, મદરેસામાં ભણતા હિંદુ બાળકોને વહેલી તકે મદરેસાઓમાંથી બહાર કાઢવામાં આવે.” NCPCR પ્રમુખ બાળ અધિકારોના સંરક્ષણને લઈને વિભિન્ન રાજ્ય વિભાગો સાથે બેઠક માટે અહીં આવ્યા હતા.”

    ‘મદરેસાના શિક્ષકો પાસે બીએડની ડિગ્રી પણ નથી’- કાનૂનગો

    બેઠક દરમિયાન NCPCR પ્રમુખે કહ્યું કે, “જે કાયદા હેઠળ MP મદરેસા બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે, તેમાં મદરેસાની વ્યાખ્યા કરવામાં આવી છે અને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, તેમાં ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણનો અધિકાર (RTE) કાયદાની કલમ 1 મદરેસાઓને શિક્ષણનો અધિકાર કાયદાના દાયરામાંથી બહાર રાખે છે.” તેમણે દાવો કર્યો કે, NCPCR પાસે ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ મદરેસાઓમાં શિક્ષકો પાસે બીએડની ડિગ્રી પણ નથી અને તેમણે શિક્ષક પાત્રતા પરીક્ષા પણ આપી નથી. તેમણે એમ પણ કહ્યું કે, મદરેસાઓનું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ RTE કાયદા અનુસાર નથી.

    - Advertisement -

    પ્રિયાંક કાનૂનગોએ હિંદુ બાળકોને મદરેસામાં મોકલવા પર સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, “મદરેસાઓમાં સુરક્ષા વ્યવસ્થા પણ ઠીક નથી. હું MP સરકારને આ વ્યવસ્થિત રીતે ઠીક કરવાની પણ વિનંતી કરું છું.” તેમણે વધુમાં કહ્યું કે, RTE કાયદા હેઠળ સ્કૂલ સ્થાપવી એ સરકારનું કામ છે અને “મદરેસા બોર્ડને ફંડ આપવું એ ગરીબ બાળકોને તેમના શિક્ષણના અધિકારથી વંચિત રાખવા સમાન છે.” તેમણે ઉમેર્યું કે, “જે મુસ્લિમ બાળકો બિનનોંધાયેલ મદરેસાઓમાં ભણી રહ્યા છે, તેમને પણ તાત્કાલિક સામાન્ય શાળાઓમાં મોકલવામાં આવવા જોઈએ.”

    નોંધનીય છે કે, ફાયનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, લઘુમતી બાબતોના મંત્રાલયની વેબસાઇટ, રાજ્ય સરકારો અને અન્ય અહેવાલો અનુસાર, હાલમાં લગભગ 38,000 મદરેસાઓ દેશભરમાં ચાલી રહ્યા છે. જેમાંથી 28,107 મદરેસાઓ માન્યતા પ્રાપ્ત છે અને બાકીના લગભગ 10,039 ગેરમાન્ય છે. જોકે, નિષ્ણાંતોનું માનવું છે કે, નાના ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં મદરેસાઓની હાજરીને જોતાં, આ ગણતરીના આંકડા સાચા ઠરી શકે નહીં. ઘણી મદરેસાઓમાં મુસ્લિમ બાળકોની સાથે હિંદુ બાળકોને પણ પ્રવેશ આપવામાં આવે છે અને ઇસ્લામિક શિક્ષણ ભણાવવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં