Friday, September 20, 2024
More
    હોમપેજદેશશિમલા બાદ હવે હિમાચલના મંડીમાં ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ પ્રદર્શન: રસ્તા પર ઉતર્યા...

    શિમલા બાદ હવે હિમાચલના મંડીમાં ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ પ્રદર્શન: રસ્તા પર ઉતર્યા હિંદુઓ તો જાગ્યું પ્રશાસન, અતિક્રમણ હટાવવાનો આદેશ

    પ્રદર્શનો અને પોલીસ કાર્યવાહી બાદ હિંદુઓએ મંડીમાં બંધનું એલાન કર્યું હતું. જેના ભાગરૂપે શનિવારે (14 સપ્ટેમ્બર) શહેરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો અને વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશના શિમલામાં (Shimla) ગેરકાયદેસર મસ્જિદ (Mosque) વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે હવે હિમાચલ પ્રદેશના મંડીમાં (Mandi) પણ વિરોધ શરૂ થયો છે. અહીં પણ ગેરકાયદેસર મસ્જિદ તોડવાની માંગ સાથે પ્રદર્શનો થઈ રહ્યાં છે. શુક્રવારે (13 સપ્ટેમ્બર) હિંદુઓએ રસ્તા પર ઉતરી આવીને અતિક્રમણ હટાવવાની માંગ કરી હતી, ત્યારબાદ પોલીસે વૉટર કેનનથી પાણીનો મારો ચલાવીને પ્રદર્શનકારીઓને વિખેરવાના પ્રયાસ કર્યા હતા. જોકે, તોય તેઓ ડગ્યા નહીં અને આખરે પ્રશાસને મસ્જિદ સીલ કરવાની અને દબાણ હટાવવાની જાહેરાત કરવી પડી.

    13 સપ્ટેમ્બરે (શુક્રવાર) હિમાચલ પ્રદેશના મંડીમાં મસ્જિદ બાંધીને કરવામા આવેલ અતિક્રમણને હટાવવા માટે હિંદુઓએ માંગ કરી હતી અને પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. આરોપ છે કે કોર્પોરેશન દ્વારા 45 ચોરસ મીટર જગ્યા આપવામાં આવી હતી. તેની જગ્યાએ મસ્જિદ સમિતિએ સરકારી જમીન પર દબાણ કરીને 232 ચોરસ મીટરની જગ્યા પર મસ્જિદ તાણી બાંધી હતી. જેને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે અને સરકારી જમીન પરથી દબાણ હટાવવાની માંગ થઈ રહી છે.

    પ્રદર્શનકારીઓએ ‘જય શ્રીરામ’ના ઉદ્ઘોષ સાથે મંડી બજાર વિસ્તારમાં કૂચ કરી હતી અને ત્યારબાદ ધરણાં પર બેઠા હતા. ત્યારબાદ જયારે પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ આગળ વધવા માંડ્યા ત્યારે પોલીસે તેમના પર વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. જેના ફોટા-વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ કાર્યવાહી બદલ કોંગ્રેસ સરકાર પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

    - Advertisement -

    બીજી તરફ, પ્રદર્શનો અને પોલીસ કાર્યવાહી બાદ હિંદુઓએ મંડીમાં બંધનું એલાન કર્યું હતું. જેના ભાગરૂપે શનિવારે (14 સપ્ટેમ્બર) શહેરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો અને વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. ‘વ્યાપાર મંડળ’ના બંધના એલાનને પ્રતિસાદ પણ મળ્યો અને દુકાનો અને અન્ય ધંધાકીય એકમો બંધ રાખવામાં આવ્યા હતા.

    હિંદુઓના પ્રદર્શન બાદ પ્રશાસન જાગ્યું

    મંડીમાં અતિક્રમણના વિરોધમાં થયેલા પ્રદર્શન બાદ મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગણે કહ્યું કે, ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવશે અને મસ્જિદ સીલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે TCP હેઠળ કોઈ પરવાનગી આપવામાં આવી નથી તેથી વિભાગે મસ્જિદની વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરી દીધો હતો. મસ્જિદને હજુ સીલ કરવામાં આવી નથી. હાલ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમીનનો લેન્ડ રેકોર્ડ મસ્જિદના નામે છે, PWDની જમીન પર માત્ર અમુક અતિક્રમણ છે, જે સીમાંકન પછી તોડી પાડવામાં આવ્યું હતું.

    વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે સરકારી જમીન પર અતિક્રમણની સાથે સમગ્ર રાજ્યમાં મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવેલાં તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નગર નિગમે મસ્જિદના સંચાલકોને નોટિસ ફટકારી છે અને 30 દિવસની અંદર ગેરકાયદેસર દબાણ હટાવવા માટેનો આદેશ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં