ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) યોગી (Yogi Adityanath) સરકારે ઢાબા/હોટલો તથા ખાવા-પીવાની દુકાનો પર દુકાનદારો અને ત્યાં કામ કરતા કર્મચારીઓના નામ લખવા ફરજિયાત કર્યા બાદ હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) કોંગ્રેસ સરકાર પણ યોગી સરકારના નકશે કદમ પર ચાલી રહી છે. હિમાચલ સરકારે રાજ્યમાં ખાદ્ય વિક્રેતાઓ અને ભોજનાલયો પર ગ્રાહકોની સુવિધા માટે માલિકોના નામ અને સરનામા દર્શાવવા ફરજિયાત કર્યા છે. રાજ્યના શહેરી વિકાસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મંગળવારે મળેલી બેઠક દરમિયાન આ આદેશનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંઘે (Vikramaditya Singh) આ અંગે જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરે યોગી સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં ખાદ્ય વિક્રેતાઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે હિમાચલ સરકારે પણ નિર્ણય લીધો છે. આ અંગે શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંઘે ફેસબુક પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે પોસ્ટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ અંગે લેવામાં આવેલા નિર્ણયના સમાચાર પણ પોસ્ટ કર્યા હતા.
વિક્રમાદિત્ય સિંઘે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે UD (શહેરી વિકાસ) અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે બેઠક કરી હતી. આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ થાય તે સુનિશ્ચિત કરવા માટે, તમામ વિક્રેતાઓ ખાસ કરીને જે ખાદ્ય પદાર્થો વેચે છે તેમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે…… ચિંતાઓ અને શંકાઓને ધ્યાનમાં રાખીને, અમે યુપીમાં અમલમાં મુકાયેલી નીતિ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. જેમાં તે ફરજિયાત કરવામાં આવ્યું છે કે વિક્રેતાઓએ તેમના નામ અને આઈડી દર્શાવવા પડશે… દરેક દુકાનદાર અને વિક્રેતાએ તેમની ઓળખ દર્શાવવી પડશે …”
#WATCH | Shimla: Himachal Pradesh Minister Vikramaditya Singh, "We did a meeting with the UD (Urban Development) and the Municipal Corporation. To make sure that hygienic food is sold, a decision has been taken for all the street vendors…especially those selling edible items…… pic.twitter.com/7wi5bhapr8
— ANI (@ANI) September 25, 2024
હિમાચલ વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંઘ પઠાનિયાએ આદેશનો અમલ કરવા માટે મંત્રી વિક્રમાદિત્ય સિંઘ અને અનિરુદ્ધ સિંઘ સહિત સાત સભ્યોની સમિતિની રચના કરી છે. વિક્રેતાઓ માટે બનાવાયેલી નવી નીતિ આ વર્ષે જ શિમલામાં લાગુ કરવામાં આવશે. શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંઘે આ અંગે મહાનગરપાલિકાને સૂચનાઓ આપી છે. નવી નીતિના અમલીકરણની પ્રક્રિયા 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદમાં ગૌમાંસની ચરબી અને માછલીનું તેલ સહિતના ભેળસેળયુક્ત પદાર્થો મળી આવતા હિંદુઓની અસ્થા દુભાઈ હતી. જેના પગલે યોગી સરકારે અગાઉથી જ સાવચેતી પૂર્ણ પગલા લઇ 24 સપ્ટેમ્બરે તમામ ખાદ્ય વિક્રેતાઓના નામ અને ID કાર્ડ દર્શાવવા નિર્ણય લીધો હતો.