Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હિજ* કી ફૌજ’: નીતીશ સરકારના મંત્રીએ સેનાના જવાનોનું અપમાન કર્યું, અગ્નિવીર સ્કીમ...

    ‘હિજ* કી ફૌજ’: નીતીશ સરકારના મંત્રીએ સેનાના જવાનોનું અપમાન કર્યું, અગ્નિવીર સ્કીમ લાવનારાઓને ફાંસીએ ચડાવવા કહ્યું

    અગ્નીવીર યોજના અંતર્ગત જે જવાનો ટ્રેઈનીંગ લઇ રહ્યા છે તેની સગાઇ પણ નહિ થશે. કારણ કે કોઈ બાપ આ લોકોને છોકરી આપશે નહીં. આઠ વર્ષ બાદ આ લોકો નિવૃત થશે ત્યારે આ લોકોનું કોઈ ભવિષ્ય હશે નહીં: સુરેન્દ્ર યાદવ

    - Advertisement -

    બિહાર સરકારમાં જ્યારથી નીતીશ કુમારે આરજેડી સાથે મળીને સરકાર બનાવી છે, ત્યારથી નેતાઓ અલગ-અલગ વિષય પર બયાનો આપી વિવાદ ઉભો કરી રહ્યા છે. હવે તેમાં વધુ એક વિવાદ ઉમેરાયો છે. નીતીશ કુમારના એક મંત્રીએ હવે સેનાના જવાનોનું અપમાન કરી તેમને હિજડા કહ્યા છે. 

    બિહારમાં મહાગઠબંધનની એક રેલીનું આયોજન હતું, જેમાં બિહારના મંત્રી સુરેન્દ્ર યાદવે તમામ હદો પાર કરીને સેનાના જવાનોની ભારતીની નવી સ્કીમ અગ્નીવીર બાબતે અભદ્ર ટીપ્પણી કરી હતી. વાસ્તવમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો હતો, પરંતુ તેમણે વિરોધ કરવાની લ્હાયમાં તમામ સીમા ઓળંગી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, “આજથી આઠ વર્ષ પછી ભારત દેશ હિજડાઓની ફૌજ કહેવાશે.”

    નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા-કરતા તેમણે સેનાના જવાનોને હીજડા કહ્યા હતા અને આટલે જ નહીં થોભતા તેમણે તે પણ કહ્યું હતું કે આ યોજના અંતર્ગત જે જવાનો ટ્રેનિંગ લઇ રહ્યા છે તેની સગાઇ પણ નહીં થશે. કારણ કે કોઈ બાપ આ લોકોને છોકરી આપશે નહીં. આઠ વર્ષ બાદ આ લોકો નિવૃત થશે ત્યારે આ લોકોનું કોઈ ભવિષ્ય હશે નહીં. વધુમાં તેણે ઉમેર્યું હતું કે “જેણે પણ અગ્નીવીરની આઈડિયા આપી છે, તેને ફાંસી પર લટકાવી દેવો જોઈએ.” આડકતરી રીતે આ ઈશારો પ્રધાનમંત્રી પર હતો, તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

    - Advertisement -

    આ પહેલીવાર નથી કે કોઈ વિપક્ષના નેતાએ રાજનૈતિક વિરોધની આડમાં સેના પર સવાલ ઉઠાવ્યા હોય. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય સેના દ્વારા દુશ્મન દેશ પાકિસ્તાન પર કરેલી સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગી સેના પર સવાલ કર્યા હતા. હમણાં જ થોડા દિવસ પહેલાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ સેના પર સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના દીકરા સંદીપ દિક્ષિતે પણ સેનાના ચીફને ગલીનો ગુંડો કહ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે અગ્નીવીર સ્કીમ યુવાઓને સેનામાં ભરતી કરવા માટેની યોજના છે. જેમાં બેઝિક ટ્રેનીંગ લઈને યુવા સેનામાં જોડાઈ શકે છે, સાથે જ સારું એવું આર્થિક વળતર પણ મળી રહ્યું છે. આ આખો બેચ ચાર વર્ષ બાદ નિવૃત થાય છે. ત્યારબાદ યોગ્યતાના આધારે તેમાંથી અમુક ટકા જવાનોને સેનામાં પણ લેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં