Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહરિયાણાના નૂંહમાં હિંસા, 2 હોમ ગાર્ડ્સનાં મોત, મંદિરમાં ફસાયેલા સેંકડો હિંદુઓને બચાવાયા:...

    હરિયાણાના નૂંહમાં હિંસા, 2 હોમ ગાર્ડ્સનાં મોત, મંદિરમાં ફસાયેલા સેંકડો હિંદુઓને બચાવાયા: VHPએ કહ્યું- ‘હુમલો પ્રિ-પ્લાન્ડ, ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા હતા મુસ્લિમો’

    વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે આ હુમલો સુનિયોજિત ષડ્યંત્ર હતું અને મુસ્લિમોએ તેની પૂરતી તૈયારી કરી રાખી હતી. તેમણે ઘણા દિવસથી પથ્થર એકઠા કરવા માંડ્યા હતા.

    - Advertisement -

    સોમવારે (31 જુલાઈ, 2023) હરિયાણાના નૂંહમાં હિંદુઓની ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. આ હિંસામાં બે હોમગાર્ડ્સનાં મૃત્યુ થયાં છે. જ્યારે અન્ય અનેક લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. બીજી તરફ, હિંસા દરમિયાન એક મંદિરમાં ફસાઈ ગયેલા સેંકડો હિંદુઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 

    પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, શૂટિંગમાં 2 હોમગાર્ડ્સનાં મોત થયાં છે જ્યારે વીસેક જેટલા પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. આ ઘટના દરમિયાન નૂંહના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસને પણ માથામાં ઇજા પહોંચી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, હિંસા ફાટી નીકળ્યા બાદ ઇસ્લામી ટોળાથી બચવા માટે સેંકડો હિંદુઓએ નલ્હારના મંદિરમાં શરણ લીધું હતું. જેમાં પુરૂષો, મહિલાઓ, બાળકો તમામ સામેલ હતાં. અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, લગભગ 2થી 4 હજાર હિંદુઓએ આ મંદિરમાં શરણ લીધું હતું. આ તમામને બચાવી લેવામાં આવ્યાં છે. 

    - Advertisement -

    વાસ્તવમાં VHP અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા બ્રિજમંડળ જળાભિષેક ધાર્મિક મેવાત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ પથ્થરમારો થયો તેમજ વાહનોને આગ લગાડી દેવામાં આવી. સોશિયલ મીડિયા પર અનેક વિડીયો ફરી રહ્યા છે જેમાં વાહનો સળગતાં તેમજ અફરાતરફીનો માહોલ જોઈ શકાય છે.

    હિંસા ફાટી નીકળ્યા બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા તેમજ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરીને CrPCની કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. 

    વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે આ હુમલો સુનિયોજિત ષડ્યંત્ર હતું અને મુસ્લિમોએ તેની પૂરતી તૈયારી કરી રાખી હતી. તેમણે ઘણા દિવસથી પથ્થર એકઠા કરવા માંડ્યા હતા. તેમણે ઉમેર્યું કે, “નલ્હડ મહાદેવ મંદિરથી આ યાત્રા નીકળવાની હતી અને જળાભિષેક થવાનો હતો. કાર્યક્રમ દર વર્ષે આયોજિત થાય છે અને હજારો લોકો આવે છે એ બધાને ખબર છે. તેની તૈયારી પોલીસે નહતી કરી પણ મુસ્લિમોએ કરી હતી. યોજના બનાવવામાં આવી હતી. આજે આ યાત્રા 1 કિલોમીટર જેટલી જ આગળ વધી હશે ત્યાં હુમલો થઇ ગયો.”

    ઑપઇન્ડિયા સાથે એક સ્થાનિક VHP નેતાએ વાતચીત કરતાં કહ્યું કે, “આ હુમલો પ્રિ-પ્લાન્ડ હતો અને ટોળાએ બે દિવસથી પથ્થરો ભેગા કરવા માંડ્યા હતા.” તેમણે ઉમેર્યું કે, “ટોળાનો સ્પષ્ટ આશય હતો કે હિંદુઓ ઉપર તેમની ધાર્મિક યાત્રા દરમિયાન હુમલો કરવો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં