હરિયાણા (Haryana Election Result) અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓના પરિણામ આવ્યા બાદ લોકસભા ચૂંટણીમાં PM મોદીના વિરોધમાં બનેલું INDI ગઠબંધન (INDI Alliance) તૂટી ગયું છે. પહેલા હરિયાણા અને હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ AAP દ્વારા સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે પાર્ટીના નિર્ણય અંગે જાહેરાત કરી હતી.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની સીટના ઉમેદવારોની ડિપોઝીટ જમા થયા બાદ AAP દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ પછી પાર્ટીના નિર્ણયની પુષ્ટિ કરી હતી.
આ અંગે પ્રિયંકા કક્કરે માહિતી આપતા કહ્યું હતું કે, “અમે દિલ્હીની (વિધાનસભા) ચૂંટણી એકલા લડીશું. એક તરફ અતિશય આત્મવિશ્વાસ ધરાવતી કોંગ્રેસ છે અને બીજી બાજુ ઘમંડી ભાજપ છે. અમે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીમાં જે કર્યું છે તેના આધારે અમે ચૂંટણી લડીશું.”
#WATCH | Delhi | AAP's National Spokesperson Priyanka Kakkar says, "We will contest Delhi (assembly) elections alone. On one side it's the overconfident Congress and on the other side, it's the arrogant BJP. We will contest the election based on what we have done in Delhi in the… pic.twitter.com/p3vXcox1ZO
— ANI (@ANI) October 9, 2024
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા બધી જ વિરોધ પક્ષની પાર્ટીઓએ ભેગા થઈને INDI ગઠબંધન બનાવ્યું હતું. પરંતુ લોકસભાની ચૂંટણીમાં નિષ્ફળ ગયા બાદ હરિયાણા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને AAP સ્વતંત્ર રીતે લડ્યા હતા. બંને પાર્ટીઓએ હારનો સામનો કર્યા બાદ એકબીજા સાથે છેડો ફાડી દીધો હતો.
હરિયાણામાં AAPના મોટા ભાગના ઉમેદવારોની જમાનત જપ્ત
હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું પરિણામે AAPને માટે મોટો આંચકો આપ્યો હતો. AAP એક પણ સીટ મેળવવામાં તથા 2% વોટ મેળવવામાં પણ પાર્ટી નિષ્ફળ રહી છે. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ભિવાની જિલ્લાના સિવાનીના વતની છે. તેમણે શરતી જામીન પર મુક્ત થયા પછી તેમના ગૃહ રાજ્યમાં અસંખ્ય રોડ-શો અને આઉટરીચ ઇવેન્ટ્સ યોજી, મતદારોને ‘હરિયાણા કા લાલ’ ને સમર્થન આપવા વિનંતી કરી છતાં પાર્ટીને મોટી નિષ્ફળતા મળી હતી.
ત્યારે AAPના 87 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થયા બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાની જાહેરત કરી દીધી છે. હવે જોવાનું એ રહ્યું કે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય AAP માટે સફળ રહેશે કે હરિયાણા જેવું જ પરિણામ આવશે. કારણ કે AAPના મોટાભાગના નેતાઓ પર અલગ અલગ પ્રકારે ભ્રષ્ટાચાર સહિતના આરોપો લાગેલા છે. ખુદ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ એક્સાઈઝ નીતિ મામલે શરતી જામીન પર બહાર છે.