Thursday, November 21, 2024
More
    હોમપેજરાજકારણ31 બેઠકો પર હજાર મતનાં ફાંફાં, 9 બેઠકો એવી જ્યાં NOTAથી પાછળ:...

    31 બેઠકો પર હજાર મતનાં ફાંફાં, 9 બેઠકો એવી જ્યાં NOTAથી પાછળ: ‘હરિયાણાના લાલ’ બનીને કેજરીવાલે માંગ્યા હતા મત, 88માંથી 87 બેઠકો પર AAP ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત!

    હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ગઈ અને તેનાં પરિણામો 8 ઑક્ટોબરે ઘોષિત થયાં. આમ આદમી પાર્ટીની આ પરિણામોમાં કોઈ ચર્ચા જ ન થઈ. કારણ કે કોઈ સીટ જ આવી નથી! 

    - Advertisement -

    ચૂંટણી કોઈ પણ રાજ્યમાં હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં જઈને સરકાર બનાવવાના અને ભયંકર અસર પાડી દેવાનાં બણગાં ફૂંકી આવે છે. પછી પરિણામ આવે ત્યારે હાલત જોવા જેવી પણ રહેતી નથી. આવું ગુજરાત સહિતનાં રાજ્યોમાં થઈ ચૂક્યું છે અને હવે તાજું ઉદાહરણ હરિયાણા ચૂંટણીનું છે.

    હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ગઈ અને તેનાં પરિણામો 8 ઑક્ટોબરે ઘોષિત થયાં. આમ આદમી પાર્ટીની આ પરિણામોમાં કોઈ ચર્ચા જ ન થઈ. કારણ કે કોઈ સીટ જ આવી નથી! 

    આમ આદમી પાર્ટી હરિયાણામાં કુલ 90 બેઠકોમાંથી 88 બેઠક પર લડી હતી. પરિણામ આવ્યાં તો વૉટ શૅર નીકળીને આવ્યો ગણીને 1.79%. અનેક બેઠકો એવી છે, જ્યાં AAPના ઉમેદવારને ગણીને 1000 મત પણ મળ્યા નથી. અમુક ઠેકાણે તો નોટા કરતાં પણ ઓછા મત મળ્યા છે. સમાન્ય રીતે અન્ય ‘નેશનલ પાર્ટીઓ’ની ચર્ચા થતી હોય તો એવું પૂછાય છે કે કેટલા ઉમેદવારોની ડિપોઝિટ ગઈ, હરિયાણા ચૂંટણીમાં એમ પૂછવું પડે કે કેટલા ઉમેદવારોની ડિપોઝિટ બચી? કારણ કે મોટાભાગના ડિપોઝિટ જપ્ત કરાવીને ઘરભેગા થઈ ગયા છે. 

    - Advertisement -

    વિગતો અનુસાર, આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ડિપોઝિટ જપ્ત કરાવીને આવી ગયા છે. એક જ ઉમેદવાર ડિપોઝિટ બચાવવામાં સફળ રહ્યા. બાકીના 88માંથી 87 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી.

    31 બેઠકો પર AAP ઉમેદવારોને હજારથી ઓછા મત

    ઑપઇન્ડિયાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, આમ આદમી પાર્ટીએ કુલ 89 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા, તેમાંથી 31 બેઠકો પર તો તેના ઉમેદવારોએ એક હજાર કરતાં પણ ઓછા મત મેળવ્યા છે. કોઈ પણ વિધાનસભા બેઠક હોય તેમાં મતોની સંખ્યા હજારો અને લાખોમાં હોય છે. પણ AAP ઉમેદવારો એક હજાર કરતાં વધુ મત પણ મેળવી શક્યા નહીં. 

    આટેલી બેઠક પર AAP ઉમેદવાર સુનીલ રાવને ગણીને 220 મત મળ્યા છે. અહીંથી ભાજપ ઉમેદવાર આરતી સિંઘ રાવ વિજેતા થયાં 57,737 મત સાથે. આ બેઠક પર નોટાને 418 મત મળ્યા છે. આમ આદમી પાર્ટી ઉમેદવાર કરતાં પણ વધારે!

    આ સિવાય ફિરોજપુર ઝિરકા અને રાઈ એવી બેઠકો છે જ્યાં AAP ઉમેદવારોને અનુક્રમે 234 અને 281 મતો મળ્યા છે. ગનૌર બેઠક પર તો AAPની બહુ ખરાબ હાલત થઈ. અહીં ઉમેદવારને માત્ર 174 મત મળ્યા. અહીં પણ નોટાને AAP કરતાં વધુ વૉટ મળ્યા છે. 

    આ સિવાય પણ ઘણી બેઠકો છે, જ્યાં AAP ઉમેદવારને મળેલા મતોની સંખ્યા 1000થી નીચે છે. ગણતરી કરતાં આવી કુલ 31 બેઠકો હોવાનું જાણવા મળ્યું. 

    કુલ 9 બેઠકો એવી છે જ્યાં AAP ઉમેદવારો NOTAથી પણ પાછળ રહ્યા. 

    અંબાલા કેન્ટ બેઠક પર AAP ઉમેદવારને 524 અને NOTAને 641 મત મળ્યા. અટેલી પર AAP અને NOTAના આંકડા અનુક્રમે 220 અને 418 છે. રાઈ બેઠક પર AAPને 281 જ્યારે NOTAને 486 મત મળ્યા. સિરસા બેઠક પર AAP ઉમેદવારને 853 મત મળ્યા, જ્યારે NOTA 1000 પાર (1115) થઈ ગયું. 

    આ જ રીતે ફરીદાબાદમાં પણ AAP ઉમેદવારને મળેલા મત (926) કરતાં NOTAમાં પડેલા મતની સંખ્યા (1025) વધારે છે. ફિરોઝપુર ઝિરકામાં પણ AAPને 234 અને નોટાને 439 મત મળ્યા. ગન્નૌર બેઠક પર AAP ઉમેદવારને 174 અને NOTAને 230 મત મળ્યા. નૂહ બેઠક પર AAPને 222 જ્યારે NOTAને 369 જેટલા મત મળ્યા. હોડલ બેઠક પર AAPને 292 અને નોટાને 373 મત મળ્યા. 

    અમુક બેઠકો પર AAP અને NOTA વચ્ચે જોવા મળી ‘ટક્કર’

    આ સિવાય અમુક બેઠકો એવી છે જ્યાં AAP અને NOTA વચ્ચે રીતસરની ટક્કર જોવા મળી અને AAP ઉમેદવારોએ મહેનત જો ન કરી હોત તો તેમનું નામ પણ ઉપરની યાદીમાં જોડાઈ ગયું હોત. સફીદોન બેઠક પર AAP ઉમેદવારને 193 મત મળ્યા તો NOTAને 172. માત્ર અંતર 20 મતનું રહ્યું. 

    તોષમ બેઠક પર AAPને 519 મત મળ્યા. જ્યારે પાછળ રેસમાં NOTA પણ છે, જેમાં 490 મત પડ્યા હતા. અહીં પણ અંતર માત્ર 29 મતોનું છે. 

    AAPને એક પણ બેઠક નહીં, કેજરીવાલની વાતોની લેશમાત્ર અસર ન થઈ?

    આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સમ ખાવા પૂરતી એક પણ બેઠક જીતી શકી નથી. જ્યારે ઉમેદવારો તો બે છોડીને તમામ બેઠકો પર ઉતારવામાં આવ્યા હતા. એવું પણ નથી કે પાર્ટીએ પ્રચારમાં ધ્યાન આપ્યું ન હતું. સુપ્રિમો અરવિંદ કેજરીવાલથી માંડીને મનીષ સિસોદિયા જેવા નેતાઓ પ્રચારમાં જોડાયા હતા. 

    અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હોય પણ તેમનું મૂળ વતન હરિયાણા છે. એટલે જ આમ આદમી પાર્ટીએ ‘હરિયાણાના લાલ’ કહીને મુદ્દો બનાવ્યો હતો અને મત માંગ્યા હતા. કેજરીવાલે પોતે પણ ED દ્વારા લિકર પોલિસી કેસમાં થયેલી ધરપકડને મુદ્દો બનાવીને લોકો પાસે મત માંગ્યા હતા. પરંતુ આ બધી વાતોની લેશમાત્ર અસર થઈ નથી તેમ જણાય રહ્યું છે. 

    કેજરીવાલે રેલીઓમાં મોટા-મોટા વાયદા કરીને લોકો પાસે મત માંગ્યા હતા. દાવા તો એવા પણ કર્યા હતા કે હરિયાણામાં જે સરકાર બને તે આમ આદમી પાર્ટીના સહયોગ વગર નહીં બને. એટલે કે પોતે કિંગમેકર બની જશે તેવાં સપનાં જોયાં હતાં. પણ પરિણામમાં એક પણ બેઠક આવી નથી. 

    કેજરીવાલે લોકોને કહ્યું હતું કે, તેમના લાલ સાથે અન્યાય થયો છે અને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા. જનતા જવાબ EVM મશીનથી આપે. જનતાએ જવાબ આપ્યો, પણ મોદીને નહીં. કેજરીવાલને! સો સેડ!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં