વિવાદિત જ્ઞાનવાપી માળખાની નીચે હિંદુ મંદિરના અસ્તિત્વના સ્પષ્ટ સંકેતો ઓનલાઈન આવેલા નવા વીડિયોમાં દેખાય છે. વીડિયોમાં વિવાદિત માળખાના વઝુખાનાની અંદર શિવલિંગ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભોંયરાઓની દિવાલો પર પણ સ્વસ્તિક, ત્રિશુલ, કમળ અને હિંદુ દેવી-દેવતાઓની રચનાઓ કોતરવામાં આવી છે.
વિવાદિત જ્ઞાનવાપી માળખાના કેસમાં સોમવારે (30 મે, 2022) ના રોજ કોર્ટના આદેશ પછી, સર્વેક્ષણ અહેવાલ અને વિડિયો સીડી એફિડેવિટ આપવા સાથે સીલબંધ કવરમાં પક્ષકારોને સોંપવામાં આવી હતી. જો કે, રિપોર્ટ સબમિટ થયા પછી તરત જ, પહેલાની જેમ, આ રિપોર્ટ પણ લીક થઈ ગયો અને સર્વેનો વીડિયો વાયરલ થયો હતો.
Gyanvapi Exclusive: ज्ञानवापी सर्वे की सबसे एक्सक्लूसिव फुटेज..बहुत सी चीजे हो रही हैं स्पष्ट#Gyanvapi #Shivling pic.twitter.com/7G0FvX0VYe
— ZEE HINDUSTAN (@Zee_Hindustan) May 30, 2022
બીજી તરફ હિન્દુ પક્ષે પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે સર્વેનો વીડિયો કોઈએ વાયરલ કર્યો છે. હિન્દુ પક્ષે મીડિયાને તેમના ચાર પરબિડીયાઓ પણ બતાવ્યા અને દાવો કર્યો કે અમારા પરબિડીયાઓ હજુ પણ સીલ છે.
#GyanvapiSurveyTapes#EXCLUSIVE | “Lotus, Swastikas, Trishool, Hindu Motifs…engraved on the walls of the Mosque’s basements”- Another survey video on TIMES NOW!@roypranesh walks us through the third video of the #Gyanvapi complex.#IndiaUpfront with @RShivshankar pic.twitter.com/omdSKOXTLc
— TIMES NOW (@TimesNow) May 30, 2022
હિંદુ પક્ષના વકીલ સુધીર જૈનના જણાવ્યા અનુસાર, “અમને મળેલું પરબિડીયું હજુ સુધી ખોલવામાં આવ્યું નથી. હમણાં જ અમને ખબર પડી કે વીડિયો કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહ્યો છે. હવે અમે આ અંગે કોર્ટમાં ફરિયાદ કરીશું. અમને કોર્ટમાંથી ચાર પરબિડીયા મળ્યા, ચારેય પરબિડીયાઓ હજુ સીલ છે. અમે લીક કર્યા નથી.”
અહિયાં નોંધનીય છે કે, આ પહેલા ગઈ કાલે સાંજે કોર્ટમાં એફિડેવિટ આપ્યા બાદ, ફરિયાદી પક્ષની પાંચમાંથી ચાર મહિલાઓને હિંદુ પક્ષ તરફથી સીલબંધ કવરમાં રિપોર્ટની સીડી મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એફિડેવિટ ન આપવાને કારણે બીજી પાર્ટીને હજુ સુધી રિપોર્ટ અને સીડી મળી નથી. આવી સ્થિતિમાં કોર્ટમાંથી માત્ર ચાર જ એન્વલપ આપવામાં આવ્યા હતા અને ચારેયને સીલ કર્યાનું જણાવાયા બાદ પણ લીક કેવી રીતે થયું તેના પર સવાલો ઉઠી રહ્યા છે.
નોંધનીય છે કે ગઇકાલે વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી વિવાદિત માળખાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે જ સમયે, કોર્ટે આગામી સુનાવણી માટે 4 જુલાઈની તારીખ આપી છે. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં ગઈ કાલે (30 મે, 2022) લગભગ 2 કલાક સુધી સુનાવણી ચાલી, જેમાં મુસ્લિમ પક્ષે વિગતવાર પોતાનો મુદ્દો રજૂ કર્યો. તે જ સમયે, વીડિયો લીક થવાને કારણે આ સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે.