Friday, July 19, 2024
More
  હોમપેજદેશ‘ઝૂંપડપટ્ટી ખાલી કરે મુસ્લિમો, નહીં તો થશે બેન-દીકરીઓનો બળાત્કાર’: ગુરૂગ્રામમાં હિંદુ સંગઠનોના...

  ‘ઝૂંપડપટ્ટી ખાલી કરે મુસ્લિમો, નહીં તો થશે બેન-દીકરીઓનો બળાત્કાર’: ગુરૂગ્રામમાં હિંદુ સંગઠનોના નામે પોસ્ટરો લગાવનારો નીકળ્યો આસિફ, ધરપકડ

  પોલીસે જણાવ્યું કે 26-27 ઑગસ્ટની રાત્રે લગાવવામાં આવેલાં પોસ્ટરોને લઈને 28 ઑગસ્ટના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી. પોલીસે આ મામલે ઉત્તરાખંડના રહેવાસી આસિફની ધરપકડ કરી.

  - Advertisement -

  26-27 ઓગસ્ટ, 2023ની રાત્રે ગુરૂગ્રામમાં સેક્ટર 69-A ક્ષેત્રમાં અમુક પોસ્ટરો લાગવાના કારણે માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. આ પોસ્ટરોમાં ‘વિશ્વ હિંદુ પરિષદ’ અને ‘બજરંગ દળ’ના નામે ઝૂંપડીઓ ખાલી કરવા માટે ધમકી લખવામાં આવી હતી અને ડેડલાઈન 28 ઓગસ્ટની આપવામાં આવી હતી. આ પોસ્ટરોને લઈને ઇસ્લામી અને વામપંથી ગેંગ સહિત કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ હિંદુ સંગઠનોને બદનામ કરવાના તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ હવે આ ષડયંત્ર પાછળ એક આસિફ નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) આસિફની ધરપકડ કરી લીધી હતી. 

  મામલો ગુરૂગ્રામના બાદશાહપુર વિસ્તારનો છે. 22 સપ્ટેમ્બર, 2023ના રોજ ગુરૂગ્રામ પોલીસે આસિફની ધરપકડને લઈને જાણકારી સાર્વજનિક કરી હતી. પોલીસે જણાવ્યું કે 26-27 ઑગસ્ટની રાત્રે લગાવવામાં આવેલાં પોસ્ટરોને લઈને 28 ઑગસ્ટના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી. પોલીસે આ મામલે ઉત્તરાખંડના રહેવાસી આસિફની ધરપકડ કરી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેની ભંગારની દુકાન ગુરૂગ્રામના સેક્ટર 69 પાસે છે. તેની દુકાન પાસે ભંગારની અન્ય પણ એક દુકાન છે.

  પોલીસ અનુસાર, આસિફે જણાવ્યું કે તે ભંગારના કામમાં કોઇ કમ્પીટિશન થાય તેવું ઈચ્છતો ન હતો અને પાડોશના દુકાનદારને ભગાવવા માંગતો હતો, જેથી ષડયંત્રના ભાગરૂપે પાડોશીની દુકાન આગળ ધમકીભર્યાં પોસ્ટરો લગાવી દીધાં હતાં. આસિફે પોલીસ સમક્ષ ગુનો કબૂલી લીધો હતો અને તેને જેલ પણ મોકલી આપવામાં આવ્યો છે. 

  - Advertisement -

  આસિફના ષડયંત્રને વામપંથી, કટ્ટરપંથીઓ અને રાજકારણીઓ દ્વારા હવા અપાઈ 

  પોસ્ટરોમાં મોટા શબ્દોમાં ‘સૂચના’ હેડિંગ સાથે લખવામાં આવ્યું હતું- “તમામ ઝૂંપડીવાળાને જણાવવામાં આવે છે કે 28-08-2023 સુધીમાં ખાલી કરીને ચાલ્યા જાઓ નહીં તો અંજામ બહુ ખરાબ આવશે. જો નહીં ગયા તો પોતાના મોતનો જવાબદાર તે વ્યક્તિ પોતે હશે. જેટલું જલ્દી થઈ શકે ખાલી કરી દો. સા* મુ* લોકોની બહેન-પત્નીઓનો બળાત્કાર થશે. જો ઇજ્જત બચાવવી હોય તો બચાવી લો, તમારી પાસે બે દિવસ છે. પછી બૂમાબૂમ ન કરશો.” પોસ્ટરના અંતમાં બહેનની ગાળો આપીને લખ્યું હતું- “તમારા બાપ બજરંગ દળ.” લગભગ આવા જ શબ્દોમાં લખવામાં આવેલા એક પોસ્ટરમાં નીચે ‘વિશ્વ હિંદુ પરિષદ’ લખવામાં આવ્યું હતું. હાથથી લખેલાં આ પોસ્ટરોને ગુંદરથી ચોંટાડવામાં આવ્યાં હતાં. 

  ગુરૂગ્રામમાં આ પોસ્ટરો લાગ્યા બાદ X પર આફરીન નામના હેન્ડલ પરથી નૂંહ હિંસા દરમિયાન ફર્જી ટ્વિટ કરીને માફી માગ્યા વગર ડિલિટ કરનાર પુનિત કુમાર સિંહના ‘બોલતા હિંદુસ્તાન’ દ્વારા પ્રકાશિત સમાચાર શૅર કરવામાં આવ્યા હતા. જેના કેપ્શનમાં પોલીસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા અને લખ્યું કે, મામલો ખરાબ થઈ જશે ત્યારે પોલીસ એક્શન લેશે અને તે પણ મુસ્લિમો પર કારણ કે ધમકી તેને મળી છે.’

  NDTVએ તો આ વિષય પર એક શૉ પણ બનાવી દીધો અને એન્કર મુસ્લિમો વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટરો લગાવનારાની ધરપકડની માંગ પણ ઉઠાવવા માંડ્યા. NDTVએ આ જ શૉમાં મુસ્લિમ કારીગરોને ડરેલા ઘોષિત કરી દીધા અને ગુરૂગ્રામમાં નફરતી પોસ્ટરો લગાવવાનું કારણ ઝૂંપડીઓમાં રહેતા મોટાભાગના લોકો મુસ્લિમ સમુદાયના હોવાનું જણાવ્યું. 3 મિનીટથી વધુ ચાલેલા આ શૉમાં એમ પણ દેખાડવાના પ્રયાસ કરવામા આવ્યા કે નૂંહ હિંસામાં પણ મુસ્લિમો જ પીડિત છે. 

  ગુરૂગ્રામમાં રહેતા બિહારના અરરિયાના કોંગ્રેસી નેતા બદરે આલમે આ સમાચાર શૅર કરીને લખ્યુ કે, ‘દિલ્હીને અડીને આવેલા હરિયાણા ગુરૂગ્રામમાં મુસ્લિમો ભયભીત છે. ગુરૂગ્રામના સેક્ટર 70 પાસે એક મુસ્લિમની ઝૂંપડીમાં ધમકીભર્યાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં. કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી છોડીને ચાલ્યા જાઓ નહીંતર ઝૂંપડીઓ સળગાવી દેવામાં આવશે.’

  હિંદુ સંગઠનો વિરુદ્ધ કાયમ ભ્રામક સમાચારો પ્રકાશિત કરતા રહેતા પોર્ટલ ‘જર્નો મિરરે’ 29 ઑગસ્ટે જ આ મામલે હિંદુ સંગઠનોને દોષિત ઠેરવી દીધાં. પોલીસ તપાસની રાહ જોયા વગર જ મીડિયા સંસ્થાને આ પોસ્ટરો પાછળ VHP અને બજરંગ દળનો હાથ હોવાનું કહી દીધું હતું. 

  આ સિવાય સમાજવાદી પાર્ટી નેતા સંતોષ કુમાર યાદવ અને કોંગ્રેસ નેતા ડૉ. અરુણેશ યાદવે પણ આ મુદ્દે પોલીસ તપાસનો રિપોર્ટ આવે તે પહેલાં જ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. અમુકના નિશાને હરિયાણા સરકાર હતી તો અમુકના નિશાને હિંદુવાદી સંગઠનો. આ તમામનાં ટ્વિટ 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળ્યાં. 

  એક દિવસ પહેલાં જ આવી ચૂક્યું હતું આસિફનું નામ 

  આ કિસ્સામાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ ઉપરાંત ઇસ્લામિક, ડાબેરી હૅન્ડલો કે એનડીટીવીએ 28 ઓગસ્ટથી હંગામો શરૂ કર્યો હતો. પરંતુ નોંધનીય બાબત એ છે કે ઘટનામાં આસિફનું નામ એક દિવસ પહેલાં 27 ઓગસ્ટના રોજ જ આવી ચુક્યું હતું. 27 ઓગસ્ટ, 2023ના રોજ મોજેદ અલી નામના ફરિયાદીએ આસિફ વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી હતી. 26-27 સપ્ટેમ્બરે આસિફે મોજેદ અલીની જ દુકાન પર વીએચપી અને બજરંગ દળના નામે ધમકીભર્યાં પોસ્ટર ચોંટાડ્યાં હતાં. પોલીસમાં નોંધાયેલી એફઆઇઆરમાં મોજેદ અલીએ પોસ્ટરો ચોંટાડવા પાછળ આસિફનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

  FIR કૉપી

  મોજેદે એમ પણ કહ્યું હતું કે 3-4 દિવસ પહેલાં આસિફે તેને ધમકી આપી હતી અને ભંગારની દુકાન બંધ કરવા કહ્યું હતું. એફઆઈઆરમાં આસિફ પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. પોલીસે એફઆઈઆરમાં આઈપીસીની કલમ 188, 294, 295-એ, 504 અને 506 લગાવી હતી. મોજેદ અલી એ જ ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેને ખાલી કરવાનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. તે મૂળ પશ્ચિમ બંગાળના માલદાનો રહેવાસી છે. તે સેક્ટર 69 ગુરુગ્રામમાં ચા વેચે છે અને ભંગારના વેપારી તરીકે કામ કરે છે.

  અનેક હિંદુઓ થયા છે આવાં ષડયંત્રોના શિકાર

  ઑપઇન્ડિયાએ ગુરુગ્રામ સ્થિત હરિયાણા પ્રદેશ શિવસેના યુવા મોરચા (શિંદે જૂથ)ના પ્રમુખ ઋતુરાજ અગ્રવાલ સાથે આ મામલે વાત કરી હતી. ઋતુરાજે કહ્યું કે, ગુરૂગ્રામ પોલીસે ભલે આ કેસમાં ખુલાસો કરતાં અસલી આરોપી આસિફને પકડી લીધો હોય, પરંતુ આ પહેલાં પણ આ પ્રકારનાં અનેક ષડયંત્રો થયાં છે. શિવસેના નેતાએ દાવો કર્યો હતો કે આ ષડયંત્રનો ભોગ બનેલા ઘણા હિંદુ સંગઠનના સભ્યોએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે જગ્યા પર પોસ્ટરો લગાવવામાં આવ્યાં તેની આસપાસનાં સેક્ટરોમાં થોડા મહિના પહેલાં જ ખુલ્લામાં નમાજ પઢવાને લઈને તણાવ સર્જાયો હતો. 

  નૂંહ સાથે જોડીને સનસનાટી ફેલાવવાનો પ્રયાસ હતો 

  ઑપઇન્ડિયા સાથે વાત કરતાં વિશ્વ હિન્દુ પરિષદ ગુરૂગ્રામના જિલ્લા મંત્રી યશવંતે પોસ્ટર લગાવવાના અને તેને વાયરલ કરવાના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. યશવંતે જણાવ્યું હતું કે હિંદુ સંગઠનોએ 28 ઓગસ્ટે અધૂરી બ્રિજમંડલ યાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો. દરમિયાન તા. 26-27ની રાત્રે આ પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં. આવું ત્યારે થયું જ્યારે પોલીસ હાઈએલર્ટ પર હતી. યશવંતે આશંકા વ્યક્ત કરી હતી કે, આ સમગ્ર મામલાને બ્રિજમંડલ યાત્રા સાથે જોડીને મોટી સનસનાટી મચાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય શકે. તેમણે અમને જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ પોલીસને એક આવેદનપત્ર સુપરત કરશે અને આ મામલાની ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરશે.

  વિહિપ નેતાએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટના બાદ જેવાં આ પોસ્ટરો વાયરલ થયાં કે તરત જ તેમણે લોકો અને મીડિયા તેમજ પ્રશાસનને સ્પષ્ટ કહી દીધું હતું કે વીએચપી કે બજરંગ દળ દ્વારા આ પ્રકારનાં કૃત્યો કરવામાં આવ્યાં નથી. યશવંતે તણાવના માહોલમાં પોલીસ દ્વારા દાખવવામાં આવેલી ધીરજ અને અંતે કરવામાં આવેલી યોગ્ય કાર્યવાહીની પ્રશંસા પણ કરી. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં