હમણાંથી દેશમાં ટ્રેન અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ અકસ્માતો પાછળનાં કારણોની તો તપાસ થશે જ પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં અમુક ‘યુટ્યુબર’ વ્યૂની લાલચમાં ટ્રેન સાથે જોખમી કૃત્યો કરતા હોવાનું જાણવા મળ્યું છે. આવા જ એક ગુલઝાર શેખ નામના ઇસમના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે, જેમાં તે ટ્રેન પસાર થવા પહેલાં ટ્રેક પર જાતજાતની વસ્તુઓ મૂકી દે છે, જેનાથી ગમખ્વાર ટ્રેન અકસ્માતનો પણ ભય રહે છે. તેના વિડીયો ફરતા થયા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે.
X પર અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે ગુલઝાર શેખની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. એક વિડીયોમાં તે રેલવે ટ્રેક પર નાની સાયકલ મૂકતો જોવા મળે છે. ત્યારબાદ ટ્રેક પરથી ટ્રેન પસાર થતી બતાવવામાં આવે છે. ટ્રેન સંભવતઃ વંદે ભારત હતી. અન્ય એક વિડીયોમાં તે ટ્રેક પર પથ્થર મૂકતો દેખાય છે. ક્યારેક તે નાનું ગેસ સિલિન્ડર લાવીને મૂકી દે છે તો ક્યારેક મોટો પથ્થર ટ્રેક પર મૂકતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર ગુલઝારના વિડીયો શૅર કરીને એક યુઝરે લખ્યું કે, તે UPના લાલગોપાલગંજનો રહેવાસી છે અને યુટ્યુબ પરથી પૈસા કમાવા માટે ટ્રેક પર ચીજવસ્તુઓ મૂકીને હજારો યાત્રીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
This is Mr Gulzar Sheikh from Lalgopalganj, UP who puts random things Infront of trains for YouTube Money, He is putting lives of 1000s of passengers in danger.
— Trains of India (@trainwalebhaiya) July 31, 2024
Strict action should be taken against him, @RailwayNorthern @rpfnr_ @drm_lko Sharing all the information Below👇 pic.twitter.com/g8ZipUdbL6
ગુલઝાર ‘ગુલઝાર ઈન્ડિયન હેકર’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેના 2.35 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે અને અત્યાર સુધીમાં કરોડો વ્યૂ મેળવી ચૂક્યો છે. તેણે કુલ 243 વિડીયો અપલોડ કર્યા છે. જેમાંથી મોટાભાગના વિડીયોમાં તે રેલ્વે ટ્રેક પર ચીજવસ્તુઓ મૂકતો જોવા મળે છે. મજાની વાત એ છે કે તે વળી લોકોને તેનું પાલન ન કરવા પણ સલાહ આપે છે.
ગુલઝારના આ પ્રકારના વિડીયો સામે આવ્યા બાદ ‘લીગલ હિન્દુ ડિફેન્સ’ની ટીમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેની ઉપર કાર્યવાહી કરતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બાબતની જાણકારી ભાજપ પ્રવક્તા અને લીગલ હિંદુ ડિફેન્સમાં કાર્યરત શહેજાદ પૂનાવાલાએ આપી હતી.
“Rail Jihadi” Gulzar arrested
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) August 1, 2024
रेल जिहादी गुलज़ार गिरफ़्तार
I assured you that Rail Jihadi won’t be spared by authorities @legalhindudef
Thank you @myogiadityanath @Uppolice @RailMinIndia @AshwiniVaishnaw https://t.co/oMTTc29Up0 pic.twitter.com/AytyZGZBy3
પૂનાવાલાએ X પર લખ્યું કે, ‘રેલ જિહાદી ગુલઝાર’ની ધરપકડ. હું આશ્વાસન અપાવું છું કે આવા રેલ જેહાદીઓને છોડવામાં આવશે નહીં. સાથે તેમણે UP સીએમ યોગી આદિત્યનાથ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો ત્વરિત કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધવું જોઈએ કે ગુલઝાર ઉપરાંત આવી અન્ય યુટ્યુબ ચેનલો પણ છે, જેમાં આ પ્રકારના વિડીયો અપલોડ કરીને હજારો રેલયાત્રીઓના જીવ સાથે ખિલવાડ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.