Tuesday, October 15, 2024
More
    હોમપેજગુજરાત'ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમીશું?': ગાંધીનગરમાં ગર્જ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી,...

    ‘ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમીશું?’: ગાંધીનગરમાં ગર્જ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી, કહ્યું- મોડે સુધી રમવાની છૂટ આપી એટલે કેટલાકને પેટમાં દુઃખ્યું

    રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ગરબાના ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ગરબામાં ખેલૈયાઓ વચ્ચે પહોંચેલા હર્ષ સંઘવીએ હુંકાર ભરીને કહ્યું હતું કે ગરબા ગુજરાતમાં નહીં, તોશું પાકિસ્તાનમાં રમીશું?

    - Advertisement -

    ગુરુવારથી (3 ઓક્ટોબર 2024) મા જગદંબાના ગુણલા ગાવાનું પર્વ નોરતા (Navratri 2024) ચાલુ થઇ ગયા છે. પહેલા નોરતેથી જ ખેલૈયા ગરબે રમીને માતાજીની ભક્તિમાં ચૂર થવા થનગની રહ્યા છે. તેવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગાંધીનગરમાં ગરબાના ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ગરબામાં ખેલૈયાઓ વચ્ચે પહોંચેલા હર્ષ સંઘવીએ હુંકાર ભરીને કહ્યું હતું કે ગરબા ગુજરાતમાં નહીં, તો શું પાકિસ્તાનમાં રમીશું? તેમણે વિવિધ સ્થળોએ જઈને નોરતાની તૈયારીઓ પર નજર મારી હતી. હાલ એમના નિવેદનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

    ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે પણ તેમના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને ગાંધીનગરમાં (Gandhinagar) ગરબાના ગ્રાઉન્ડની મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે આ પોસ્ટમાં કટલાક ફોટા પણ શેર કર્યા છે. આ પોસ્ટમાં ઉપર માતાજીની સ્તુતિ સાથે લખેલી આ પોસ્ટમાં લહ્યું છે કે તેમણે ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી અને ખેલૈયાઓનો ઉત્સાહ જોઈ આનંદ અનુભવ્યો હતો.

    પાકિસ્તાનમાં ગરબા રમીએ? મોડે સુધી રમવાની છૂટથી કેટલાકને તકલીફ

    તેમના ગાંધીનગરના આ પ્રવાસનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ મંચ પરથી ખેલૈયાઓને સંબોધતા નજરે પડી રહ્યા છે. તેમણે ગરબે ઘૂમવા આવેલા ભક્તોના ઉત્સાહમાં વધારો કરવા સાથે-સાથે સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે ટકોર પણ કરી છે. તેમણે કહ્યું કે, “સરકારે તમને મોડે સુધી ગરબા રમવા દેવાની છૂટ આપવાની વાત કરી તે સાંભળીને અનેક લોકોના પેટમાં પેટમાં દુખવા માંડ્યું, એનું શું કરવું? એ… ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે?” આ સાથે જ તેઓ ખેલૈયાઓ ને પૂછે છે કે મોડે સુધી ગરબા રમવાના કે નહીં, જેના જવાબમાં ખેલૈયાઓ પણ હામાં જવાબ આપે છે અને માતાજીના નામ્નોન જયઘોષ કરે છે.

    - Advertisement -

    દાંડિયા સાથે ડંડા…. અન્ય એક વિડીયોમાં ગૃહમંત્રી ટકોર કરતા જોવા મળ્યા

    ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એક સાથે અનેક જગ્યાએ ખેલૈયાઓની મુલાકાત લીધી હતી. અન્ય કોઈ ગ્રાઉન્ડનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ આ જ વાત કરતા સાંભળવા મળ્યા કે મારા ગુજરાતના લોકો પાકિસ્તાનમાં ગરબા રમવા થોડી જશે. આ ઉપરાંત હર્ષ સંઘવીએ ખેલૈયાઓને એક ટકોર પણ કરી. તેમણે કહ્યું કે, “રમો, આનંદ કરો, પરંતુ તમને સીને વિનંતી છે કે આપણી સંસ્કૃતિ સાચવજો. મા અંબાની ભક્તિમાં આ 9 દિવસ સંસ્કૃતિ સાથે ગરબા જરૂર રમજો. પણ ગ્રાઉન્ડની અંદર ઉત્સાહમાં આવીને જો કોઈ બોટલ ઊછળશે, તો દાંડિયા જોડે-જોડે….” જેના જવાબમાં હાજર ખેલૈયાઓ “ડંડા” જવાબ આપે છે.

    આટલું જ નહીં, ખેલૈયાઓએ તેમની વાત સાભળીને રમૂજમાં તેમ પણ કહ્યું કે, “મોર બોલશે…” જે સાંભળી તેમણે પણ હળવાશથી કહ્યું કે, “ચાલો સમજો તો છો તમે બધા.” તેમણે કહ્યું કે, “નવરાત્રીમાં આનંદ કરો, પરંતુ કોઈ અન્યને તકલીફ ન પડે તેની ચિંતા કરજો, ઘરે જતા જતા ખાવા પીવાની ચિંતા નહીં કરતા. બધી હોટલો પણ તમારા માટે ચાલુ રખાવી છે.” જે સાંભળીને ખેલૈયાઓ ઉત્સાહથી ચિચિયારીઓ પાડી ઉઠે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં