પાછલા 2 દિવસથી વરસાદ ગુજરાતને (Gujarat) ધમરોળી રહ્યો છે, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ તંત્ર ખડે પગે બચાવ કામગીરી (Rescue) કરી રહ્યું છે. ગુજરાતમાં અલગ જિલ્લાઓમાં બચાવ કામગીરી ચાલી રહી છે. પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરના (Helicopter) માધ્યમથી રેસક્યુ કરવામાં આવી રહ્યું છે, તો સગર્ભા મહિલાઓને સાવચેતીના પગલે અગાઉથી જ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી લેવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં પાછલા 2 દિવસથી અતિભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. બારે મેઘ ખાંગા થયા હોય એવી પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે. હજી આગામી 36 કલાક માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે તંત્ર પૂરજોશમાં ખડેપગે રહી પૂરમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી કરી રહ્યું છે. અતિભારે વરસાદ વચ્ચે પણ ફસાયેલા લોકોના રેસક્યુ કરવામાં આવી રહ્યા છે.
વડોદરા જિલ્લાની 45 સગર્ભા મહિલાઓને સાવચેતીના પગલે આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડી લાવવામાં આવ્યા હતા. પ્રસૂતિ દરમિયાન મહિલાઓને કોઈ અગવડ ન પડે અને પૂરની પરિસ્થિતિના કારણે હોસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય તેનું ધ્યાન રાખીને આ નિણર્ય લેવામાં આવ્યો હતો. વરસાદી વાતાવરણમાં પ્રસૂતિ દરમિયાન મહિલાઓને તકલીફ ન પડે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા હતા.
વડોદરા જિલ્લામાં ૪૫ સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રોમાં ખસેડીને લેવાતી દરકાર. વરસાદની સ્થિતિ અને પ્રસુતિની શક્યતામાં મહિલાને તકલીફ ના પડે તેવી આરોગ્ય તંત્ર દ્વારા કરાઇ વ્યવસ્થા.
— Info Vadodara GoG (@Info_Vadodara) August 27, 2024
#RainfallinGujarat#alert #vadodara pic.twitter.com/BHQlzlRtdv
ઉપરાંત વડોદરા જિલ્લાના જ ડેસર તાલુકાના એક વ્યક્તિ છેલ્લા 30 કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયેલા હતા. 27 ઓગસ્ટે તેમનું હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું હતું. એરફોર્સનું વિશેષ હેલિકોપ્ટર તે વ્યક્તિને બચાવવા પહોંચ્યું હતું. તે વયક્તિનું સફળ રેસક્યુ કરી આરોગ્યની તપાસ માટે તેમને વડોદરાની એરફોર્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ડેસર તાલુકાના એક વ્યકિત છેલ્લા 30 કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયા હતા
— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024
આજે એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેમનું સફળ રેસ્ક્યું કરવામાં આવ્યું
હાલમાં તેમને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડાયા@Bhupendrapbjp @CollectorVad @InfoGujarat #Vadodra pic.twitter.com/hxmQFuUiz3
મહીસાગર ખાતે વરસાદના કારણે કારણે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પોતે રસ્તા પર ઉતર્યા હતા. તેઓ વૃક્ષને કાપી રસ્તા પરથી ખસેડતા દેખાયા હતા. કરજણા ખાતે વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યારે મંત્રી પોતાની ગાડીમાંથી ઉતરી વૃક્ષ કાપી અવર-જવર માટે રસ્તો ખુલ્લો કરી આપતા જોવા મળ્યા હતા.
મહીસાગરમાં શિક્ષણ મંત્રી @kuberdindor વરસાદના કારણે ધરાશાઈ થયેલ વૃક્ષ કાપતા નજરે પડ્યા
— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024
મંત્રીએ કણજરા ગામે વિશાળ વૃક્ષ ધરાશાયી થયેલ જોતા પોતાની ગાડીમાંથી ઉતરી અને વૃક્ષને કાપી રસ્તાની બાજુમાં ખસેડી અવર જવર માટે રસ્તો ખુલ્લો કર્યો pic.twitter.com/RYXfvhtvfG
જામનગરના લાલપુર તાલુકાના નવાગામ વિસ્તારમાં 11 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે એરફોર્સના હેલિકોપ્ટરના માધ્યમથી તેમનું સફળ રેસક્યું કરવામાં આવ્યું હતું. આ મામલે જામનગર કલેક્ટરએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી.
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં 11 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારીશ્રી લાલપુર તથા ટીમ દવારા સતર્કતા દાખવી એરફોર્સના હેલિકોપ્ટર મારફત સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.@CMOGuj @SEOC_Gujarat @mahitijamnagar #RainAlertinGujarat pic.twitter.com/eGZzjlhGkC
— Collector Jamnagar (@CollectorJamngr) August 27, 2024
અરવલ્લી જિલ્લામાં પણ વહીવટી તંત્ર સતત કાર્યરત જોવા મળ્યું હતું. ભારે વરસાદના કારણે મોડાસા-મેઘરજ માર્ગે ઝાડ ધરાશાયી થયું હતું. પરિણામે અવર-જવરનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ બાદ તંત્રએ તરત હરકતમાં આવી વૃક્ષને હટાવી રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી 36 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.