Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકારી શાળાઓ ડીજીટલ બની;ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓનું સરકારી શાળાઓ તરફ વધતું આકર્ષણ

    સરકારી શાળાઓ ડીજીટલ બની;ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓનું સરકારી શાળાઓ તરફ વધતું આકર્ષણ

    ગુજરાતમાં ખાનગી શાળાઓ કરતા હવે સરકારી શાળાઓ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને આકર્ષાયા છે અને કોરોના બાદ સરકારી શાળાઓમાં એડ્મિશન લેનારા બાળકોની સંખ્યા સતત વધી રહી છે.

    - Advertisement -

    સરકારી શાળાઓ ડીજીટલ બનતા ખાનગી શાળાઓને માત આપવામાં સફળ થતી હોવાનું નજરે પડે છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખાનગી શાળાઓને પડતી મુકીને વિધ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓ ડીજીટલ બનતા તે તરફ વાલીઓનો ઝુકાવ વધ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

    જેને લઈને સરકાર દ્વારા પણ શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મુકવામાં આવ્યો હોવાનું નજરે પડી રહ્યું છે. એક મીડિયા રીપોર્ટ પ્રમાણે નવા સત્ર દરમિયાન શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો થાય તે માટે સોસાયટીઓમા ઘરે ઘરે જઇ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અંગેના વાલીઓને ફાયદા સમજાવવાની પણ શિક્ષકોને જવાબદારી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ગત વર્ષ કરતાં વધુ 4491 જેટલાં વિદ્યાર્થીઓની ધો.1માં પણ પ્રવેશ લેનારાની સંખ્યા વધી હતી

    શિક્ષણ સમિતિની શાળાઓએ પણ ખાનગી સ્કૂલોને ટક્કર આપે તે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે. જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.

    - Advertisement -

    અમદાવાદમાં 40 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી

    રાજ્યમાં ખાનગી શાળાઓ પ્રત્યેનો વાલીઓ અને વિધ્યાર્થીઓમાં મોહ હવે ઉતરી ગયો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહ્યું છે. સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 7 વર્ષમાં 3.27 લાખ વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. આંકડા મુજબ સાત વર્ષ દરમિયાન ફક્ત અમદાવાદમાં જ 40 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળાનું શિક્ષણ પસંદ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તા સુંધારવા પણ સબંધિત તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે. બાળકોને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવવા વિશેષ પ્રોજેકટ હાથ ધરાયા છે. સરકારી શાળાનાં બાળકો ખાનગી શાળાનાં બાળકો સાથે તાલ મિલાવી શકે તે માટે પણ પ્રયાસો હાથ ધરાયા છે.

    હાલ સરકારી સ્કૂલોમાં ઉપલબ્ધ સુવિધાઓ

    એક અન્ય મીડિયા અહેવાલ પ્રમાણે સરકારી સાલાઓને અધતન બનવાના પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યા છે, જેના અંતર્ગત દરેક સ્કૂલમાં 50% સ્માર્ટ કલાસ સાથે કોમ્પ્યુટર લેબોરેટરી જેમાં તમામ સોફટવેર ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે, રાજ્યની ઘણી સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી,અત્યાધુનિક બિલ્ડિંગ, અને દરેક સ્કૂલ ફાયર સેફટીની સુવિધાથી સજ્જ કરવાના પ્રયત્નો ચાલુ છે. ઘણી શાળાઓમાં સ્માર્ટ કલાસમાં ઓડિયો-વીઝયુઅલ પ્રેઝન્ટેશન સાથે પીવાના શુદ્ધ પાણી માટે આરો પ્લાન્ટ પણ નંખાઈ રહ્યાં છે. આ ઉપરાંત તમામ બાળકોને પુસ્તકો, ચોપડા, વોટરબેગ,સ્કૂલ યુનિફોર્મ, શૈક્ષણિક કિટ જેમાં પેન,કંપાસ સહિતની વસ્તુઓ સરકાર તરફથી આપવામાં આવે છે.

    મંદી, મોંઘવારીને પગલે શિક્ષણ પછાળ ખર્ચ કરવો મુશ્કેલ

    ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી મંદી, મોંઘવારી અને કોરોનાના કારણે અનેક લોકોની રોજગારી છીનવાઇ ગઈ છે. જેથી સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવ્યા છે. આથી લોકોને મોંઘા ખાનગી શિક્ષણ પછાળ ખર્ચ કરવો પરવડે તેમ નથી. જેને લઇને લોકો સરકારી શાળામાં બાળકોને શિક્ષણ અપાવવા પ્રેરાયા છે. મહત્વનું એ પણ છે કે છેલ્લા વર્ષોમાં સરકારી શાળાના શિક્ષણની ગુણવતા પણ સુધરી છે. આ સહિતની પ્રતિકૂળતા અને અનુકૂળતાને લીધે સરકારી શાળાઓ વિધ્યાર્થીઓની સંખ્યાથી ઉભરાઈ રહી છે.

    ઉત્સાહી શિક્ષકોનો પણ સિંહ ફાળો

    અમદાવાદ સરકારી શાળા ફાઈલ તસ્વીર

    સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ ઉપરાંત સરકારી શિક્ષકો દ્વારા કરવામાં આવતી શ્રેષ્ઠ કામગીરી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારી શાળા તરફ અકરશે છે. અમદાવાદની મુઠીયા ગુજરાતી પ્રાથમિક શાળા નં-1 ના હેડમાસ્ટર તરીકે ફરજ બજાવતા હિરેન શાહે ઑપઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમની શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટેની તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જ્ઞાનકુંજ માધ્યમથી સ્માર્ટ ક્લાસ તેમજ ખાનગી શાળાઓ જેમ દર મહિને વર્ગ દીઠ પેરેન્ટ્સ મીટીંગ પણ કરવામાં આવે છે,

    “કોફી વિથ હેડ ટીચર” દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરતા હિરેન શાહ

    હિરેન શાહ વધુ જણાવતા કહે છે કે “અમે માત્ર વિદ્યાર્થીઓજ નહિ પરંતુ શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે, જેના અંતર્ગત આખા મહિના દરમ્યાન સૌથી સારી કામગીરી કરવા શિક્ષકને “કોફી વિથ હેડ ટીચર” કાર્યક્રમથી પ્રોત્સાહિત કરાય છે જેમાં હેડ ટીચર હિરેન શાહ દ્વારા તે શિક્ષકને કોફીની ટ્રીટ અપાય છે,

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં