દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ચર્ચામાં આવ્યા છે. ગુરુવારે (16 માર્ચ, 2023) કેજરીવાલ દિલ્હીની એક લેન્ડફિલ સાઈટની મુલાકાતે ગયા હતા. અહીં કચરાના પહાડનું નિરીક્ષણ કરતી વખતેની તેમની કેટલીક તસ્વીરો પણ વાયરલ થઇ અને આ જ તસ્વીરોને લઈને તેઓ ચર્ચામાં આવી ગયા.
સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની અમુક તસ્વીરો વાયરલ થઇ રહી છે જેમાં તેઓ કચરાના પહાડ પર પાથરવામાં આવેલી લીલી જાજમ પર ચાલતા જોવા મળી રહ્યા છે. ભાજપે આ તસ્વીરો પોસ્ટ કરીને તેમની ઉપર નિશાન સાધ્યું છે અને ‘રાજા સાહેબ’ કહીને કેજરીવાલ ઉપર કટાક્ષ કર્યો છે.
સાંસદ અને પૂર્વ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલની લીલી જાજમવાળી તસ્વીરો પોસ્ટ કરીને કેજરીવાલને ‘રાજા સાહેબ’ ગણાવ્યા હતા.
लैंडफिल साइट का visit किया तो ग्रीन कारपेट लगाकर चले.. क्योंकि राजा हैं साहेब.. हद है AAP की @ArvindKejriwal जी pic.twitter.com/rYkwIeTUup
— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) March 16, 2023
દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે પણ કેજરીવાલની આ તસ્વીર પોસ્ટ કરી અને લખ્યું કે, કેજરીવાલ પહેલાં ‘આમ આદમી’ હતા અને હવે તેઓ લેન્ડફિલ સાઈટના નિરીક્ષણ માટે પહોંચ્યા તો ચાલવા માટે ગ્રીન કાર્પેટ પાથરવામાં આવી જેથી તેમના પગરખાં મેલાં ન થઇ જાય.
वाह महाराज .. आप तो आम आदमी थे कभी@ArvindKejriwal जी के ठाठ देखिये – जब Bhalswa लैंडफिल साइट का निरिक्षण करने पहुंचे तो वहाँ साहब के चलने के लियें #GreenCarpet बिछाये गये – कहीं जूता मैला ना हो जाये@BJP4Delhi @Virend_Sachdeva@RamvirBidhuri @aajtak @TajinderBagga @ZeeDNHNews pic.twitter.com/sEnnTkKkUs
— Praveen Shankar Kapoor (@praveenskapoor) March 16, 2023
ઘણા યુઝરોએ પણ આ લીલી જાજમ અંગેની તસ્વીર પોસ્ટ કરીને કેજરીવાલ પર કટાક્ષ કર્યો હતો.
Green carpet welcome at a landfill site for Kejriwal… कहीं जूते मैले ना हो जायें। pic.twitter.com/zrnBQWWOT4
— ISHWAR LAL SAHU (@ISHWARLALSAHU_) March 16, 2023
ભલસ્વા લેન્ડફિલ સાઈટ 28 વર્ષ જૂની સાઈટ છે, જે 70 એકરમાં ફેલાયેલી છે. જેની ઊંચાઈ 65 મીટર જટલી છે અને 2019ના સર્વેક્ષણ પ્રમાણે તેમાં 80 લાખ મેટ્રિક ટન કચરો હતો. ત્યારથી સાઈટ પર 24 લાખ મેટ્રિક ટન નવો કચરો નંખાયો છે અને 30.48 લાખ મેટ્રિક ટન કચરાનું બાયોમાઇનિંગ કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં એક દિવસમાં 11,332 ટન મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ બને છે અને જેમાંથી 47.2 ટકા કચરાનો ઉપયોગ ઉર્જાના રૂપાંતરણ માટે કરવામાં આવે છે. બાકીનો કચરો આવી લેન્ડફિલ સાઈટ પર આવે છે. કેજરીવાલે કહ્યું હતું કે, ડિસેમ્બર 2023 સુધી તેમણે 30 લાખ મેટ્રિક ટન કચરો હટાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
ભલસ્વા લેન્ડફિલ સાઈટ પર પહોંચેલા દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લાં 30 વર્ષોથી આ સાઈટ કચરાનો એક મોટો પહાડ બની ગયો છે અને આખા દિલ્હીનો કચરો અહીં આવે છે. જેને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે બે-અઢી વર્ષમાં અહીંથી 30 લાખ મેટ્રિક ટન કચરો હટાવવામાં આવી ચૂક્યો છે.
એ પણ ઉલ્લેખનીય છે કે દિલ્હી MCD ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ તેમના એજન્ડામાં આ લેન્ડફિલ સાઈટ હટાવવા પર ખૂબ ભાર આપ્યો હતો. હવે આ સાઇટ્સ હટાવવી એ તેમના માટે મોટો પડકાર છે.