Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓડિશાના બારગઢમાં ખાનગી નેરોગેજ રેલ લાઇન પર માલગાડી પાટા પરથી ઉતરી, કોઈ...

    ઓડિશાના બારગઢમાં ખાનગી નેરોગેજ રેલ લાઇન પર માલગાડી પાટા પરથી ઉતરી, કોઈ જાનહાની નહીં: ઈસ્ટ કોસ્ટ રેલ્વેની સ્પષ્ટતા- ‘આમાં રેલવેની કોઈ ભૂમિકા નથી’

    અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ખાનગી સાઇડિંગની અંદર બની હતી. ખાનગી સાઈડિંગ કંપનીની માલિકીની છે અને તેની જાળવણી અને કામગીરી રેલવે દ્વારા કરવામાં આવતી નથી.

    - Advertisement -

    સોમવારે ઓડિશાના બારગઢ જિલ્લામાં એક ખાનગી નેરોગેજ રેલ લાઇન પર ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. નોંધનીય છે કે 3 દિવસ અગાઉ ઓડિશાના બાલાસોરમાં જ ત્રણ ટ્રેનના ભયાનક અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે ડુંગુરીથી બારગઢ જઈ રહી હતી ત્યારે લાઈમસ્ટોન વહન કરતી ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેઓએ કહ્યું કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી.

    દુર્ઘટના ખાનગી સાઇડીંગમાં, જેની માલિકી અને જાળવણી ભારતીય રેલવે અંર્તગત નથી

    અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ખાનગી સાઇડિંગની અંદર બની હતી. ખાનગી સાઈડિંગ કંપનીની માલિકીની છે અને તેની જાળવણી અને કામગીરી રેલવે દ્વારા કરવામાં આવતી નથી. નોંધનીય છે કે ઓડિશાના બારગઢ જિલ્લામાં જ ACC સિમેન્ટનો પ્લાન્ટ આવેલો છે.

    - Advertisement -

    “ડુંગરી લાઈમસ્ટોન ખાણો અને ACC બારગઢના સિમેન્ટ પ્લાન્ટ વચ્ચે ખાનગી નેરોગેજ રેલ લાઈન છે. લાઇન, વેગન, લોકો બધું ખાનગી છે. તે ભારતીય રેલ્વે પ્રણાલી સાથે કોઈપણ રીતે જોડાયેલ નથી.” ઇસ્ટ કોસ્ટ રેલવેએ ટ્વીટ કર્યું હતું. અધિકારીઓએ ઉમેર્યું હતું કે આ લાઇન પર વહેલી સવારે આ ઘટના બની હતી.

    બાલાસોર અકસ્માત બાદ હવે સ્થાન પર અવરજવર શરૂ

    ઓડિશાના બાલાસોરમાં જ્યાં અકસ્માત થયો હતો તે વિભાગ પરની પ્રથમ ટ્રેને, ભયાનક અકસ્માતમાં 275 લોકોના મોત થયાના 51 કલાક પછી, રવિવારે રાત્રે લગભગ 10.40 વાગ્યે તેની મુસાફરી શરૂ કરી હતી. અશ્વિની વૈષ્ણવ દ્વારા માલવાહક ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન સંખ્યાબંધ મીડિયા વ્યક્તિઓ અને રેલ્વે અધિકારીઓ તેના સાક્ષી બન્યા હતા.

    રેલ્વેએ રવિવારે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી, અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દુર્ઘટનાનું ‘મૂળ કારણ’ અને ‘ગુનાહિત’ કૃત્ય પાછળના લોકોની ઓળખ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ એવો પણ સંકેત આપ્યો હતો કે સંભવિત ‘છેડછાડ’ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડ, જે ટ્રેનની હાજરીને શોધી કાઢે છે, તે શુક્રવારના અકસ્માતમાં પરિણમી હતી.

    નોંધનીય છે કે ઓડિશાના બાલાસોરમાં દુ:ખદ ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકો વિશે વાત કરતાં રવિવારે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા વ્યક્તિઓના પરિવાર સાથે જલ્દીથી તેમનો ભેટો થાય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં