સોશિયલ મીડિયામાં એક 2 મિનિટ અને 20 સેકન્ડનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ થુંક લગાવી લગ્ન સમારંભમાં રોટલી બનાવી રહ્યો છે. આ વિડીયો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મોદી નગરના એક લગ્ન સમારંભનો જણાય છે. પોલીસે આ મામલે કેસ નોધી લીધો છે વધુમાં તપાસના આદેશ આપી દીધા છે. જે વ્યક્તિ આ કૃત્ય કરતો દેખાય છે તેનું નામ ઈમાન છે તેવું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ આ વિડીયો મોદીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ગોવિંદપુરી કોલોનીનો છે. ત્યાં એક લગ્ન સમારંભમાં એક યુવક રોટલી બનાવતો હતો અને રોટલી પર થુંક લગાવી રહ્યો હતો. જો કે જ્યાં તે રોટલી બનાવી રહ્યો હતો ત્યાં અંધારું હતું બાજુમાં લોકો નાચી રહી રહ્યા હતા. થોડું અંધારું હતું એટલે તેને એમ હતું કે કોઈ ને ખબર નહીં પડે પરંતુ ત્યાં જ કોઈ વ્યક્તિએ તેને ખબર ન પડે તે રીતે વિડીયો ઉતારી લીધો અને તે વિડીયો ને સોસિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
આ મામલો સોસિયલ મીડિયામાં વાયરલ થવાથી હિન્દુ યુવા વાહિનીના નેતા નીરજ શર્મા એ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. નીરજ શર્મા સાથે ઓપઈન્ડિયાએ સંપર્ક કરતા વધુ વિગતમાં જાણવા મળ્યું હતું કે “આ મામલો 18 એપ્રિલ 2022નો છે એક પોલીસ કર્મીને ત્યાં આ લગ્ન સમારંભ હતો. પરંતુ આરોપી ઈમાન અને પરિવાર સાથે સમજુતી થઈ ગયો હતો. પરિવારે માફ કર્યા પરંતુ તે લગ્નના 400 લોકોએ ભોજન લીધું છે અને બાકીના લોકોએ થોડા માફ કર્યા છે?”
નીરજ શર્મા એ વધુમાં જણાવ્યુ હતું કે ” અમે મોદીનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને વધુ કાર્યવાહી કરવા માટે કહ્યું છે. અમારી અરજી પછી આરોપીની ઘરપકડ કરાઇ છે તેનું નામ ઈમાન છે.”
ઓપઈન્ડિયા એ મોદી નગર પોલીસ સ્ટેશનના SHO સાથે સંપર્ક કરી વધુ માહિતી મેળવવા કૌશિશ કરી જેમાં SHOએ જણાવ્યુ કે “અમે અજ્ઞાત નામથી એફઆઇઆર નોધીને આરોપીની ઓળખ કરીને તેની ઘરપકડ કરી છે.” મળતી માહિતી મુજબ આરોપી પર 295 – A અને 501 (1)(B) કલમ હેઠળ કેસ નોધ્યો છે. અગાઉ પણ આવા કિસ્સાઓ ધ્યાને આવ્યા જ છે.