Monday, January 27, 2025
More
    હોમપેજરાજકારણ'ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નથી થતી': કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદિત...

    ‘ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નથી થતી’: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદિત નિવેદન, હિંદુઓના સૌથી મોટા પર્વમાં પણ ઘૂસાડયું રાજકારણ

    તેમણે મહાકુંભમાં પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવતા નેતાઓ પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે શું 'ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થાય છે? શું તેનાથી તમારા પેટને ખોરાક મળે છે?'

    - Advertisement -

    મધ્ય પ્રદેશના મહુમાં કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) એક રેલીમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે હિંદુઓની અસ્થાને ઠેસ પહોંચે એવું નિવેદન આપી દીધું હતું. તેમણે વર્તમાનમાં પ્રયાગરાજમાં ચાલી રહેલ હિંદુઓના સૌથી મોટા પર્વ મહાકુંભ (Prayagraj Mahakumbh- 2025) પર રાજકારણ શરૂ કરી દીધું. તથા મહાકુંભમાં ડૂબકી લગાવતા ભાજપ તથા અન્ય રાજનેતાઓ પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ-RSSના (BJP-RSS) લોકોને ‘દેશદ્રોહી’ કહી દીધા હતા તથા કહ્યું હતું કે, કોંગ્રેસ ધર્મના નામે ગરીબોના શોષણને સહન નહીં કરે.

    મલ્લિકાર્જુન ખડગેએ મધ્ય પ્રદેશના મહુમાં કોંગ્રેસની ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ રેલીને સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે મહાકુંભમાં પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવતા નેતાઓ પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે શું ‘ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થાય છે? શું તેનાથી તમારા પેટને ખોરાક મળે છે?’

    જોકે તેમને તરત જ તેમની ભૂલ સમજાઈ ગઈ હતી તેથી વાતને વાળવાનો પ્રયાસ કરતા કહ્યું કે, “હું કોઈના વિશ્વાસને ઠેસ નથી પહોંચાડવા માંગતો. જો કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. પણ બાળકો ભૂખથી મરી રહ્યા છે, તેમને રોજગાર નથી મળી રહ્યો. પરંતુ કરોડો રૂપિયા ખર્ચીને આ લોકો ડૂબકી લગાવી રહ્યા છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, “કેમેરા માટે ભાજપ નેતાઓ ગંગામાં ડૂબકી લગાવવા એક બીજા સાથે હરીફાઈ કરી રહ્યા છે.”

    - Advertisement -

    કોંગ્રેસ વડાએ RSS અને ભાજપ પર પણ પ્રહારો કરતા કહ્યું કે, “તેઓ ‘દરેક મસ્જિદ નીચે શિવલિંગ ન શોધો’ જેવા નિવેદનો આપીને, પરંતુ તે લોકોને ‘ઉશ્કેરવાનું’ કામ કરે છે.” તેમણે કહ્યું કે, “આરએસએસના લોકો, જેઓ આજે કોંગ્રેસને ગાળો આપે છે, તેમણે દેશના સ્વતંત્રતા સંગ્રામ અને સ્વતંત્રતા માટે કંઈ કર્યું નહીં કારણ કે તેઓ અંગ્રેજો સાથે હતા.”

    RSS-BJP ‘દેશદ્રોહી’

    ખડગેએ કહ્યું, “RSS-BJP ‘દેશદ્રોહી’ છે. જો તમે ગરીબી અને બેરોજગારીથી મુક્તિ ઇચ્છતા હોવ તો બંધારણનું રક્ષણ કરો અને એકજુટ રહો.” તેમણે કહ્યું કે, ગયા વર્ષે બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતી વખતે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર પર કરેલી ટિપ્પણી આંબેડકર પ્રત્યેની તેમની ‘વાસ્તવિક લાગણીઓ’ દર્શાવે છે.

    PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે, “તેઓએ એટલા બધા પાપ કર્યા છે કે, તેઓ 100 જન્મોમાં પણ સ્વર્ગમાં નહીં જઈ શકે.” મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “આપણે સાંપ્રદાયિકતાના એ મુદ્દાનો નાશ કરવો જોઈએ જેણે આપણા યુગના પુરૂષને મારી નાખ્યો. ગાંધીજીની હત્યા પર સમારોહ કરનારા લોકોને ભારતીય કહેવાનો કોઈ અધિકાર નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં