Wednesday, June 26, 2024
More
    હોમપેજક્રાઈમમુંબઈમાં ઓનલાઈન મંગાવેલ આઇસ્ક્રીમમાં માનવ આંગળી મળવા મામલે FSSAIની કડક કાર્યવાહી: રદ...

    મુંબઈમાં ઓનલાઈન મંગાવેલ આઇસ્ક્રીમમાં માનવ આંગળી મળવા મામલે FSSAIની કડક કાર્યવાહી: રદ કરી દીધું પુણેની કંપનીનું લાયસન્સ

    મુંબઈના મલાડમાં આઇસ્ક્રીમમાં માનવ આંગળી મળી આવી હોવાના મામલે હવે FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. એજન્સીએ આઇસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે.

    - Advertisement -

    તાજેતરમાં જ આઇસ્ક્રીમમાં માનવ આંગળી મળી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં મુંબઈમાં મલાડ ખાતે એક મહિલાએ તેના ડૉક્ટર ભાઈ માટે આઇસ્ક્રીમ કોન ઓર્ડર કર્યો હતો. જ્યારે ડૉક્ટરે આઇસ્ક્રીમ ખાધો તો તેમાં તેને માનવ આંગળીનો ટુકડો મળી આવ્યો હતો. હવે આ મામલો વધુ તૂત પકડી રહ્યો છે. હવે FSSAIની પશ્ચિમ વિસ્તારની ઓફિસે આઇસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે. FSSAIએ આ અંગે જણાવ્યું છે કે, પશ્ચિમ વિસ્તાર ઓફિસની એક ટીમ દ્વારા આઇસ્ક્રીમ નિર્માતા ‘યમ્મો આઇસક્રીમ્સ’ના પરિસરની તપાસ કરવામાં આવી હતી, જે બાદ આઇસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ મામલે હજુ સુધી ફોરેન્સિક રિપોર્ટ નથી આવ્યો.

    મુંબઈમાં આઇસ્ક્રીમમાં માનવ આંગળી મળી આવી હોવાના મામલે હવે FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એજન્સીએ આઇસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે. FSSAIએ ANIને જણાવ્યું છે કે, આઇસ્ક્રીમની ડિલિવરી કરનાર આઇસ્ક્રીમ ઉત્પાદક પુણેના ઇન્દાપુર સ્થિત છે અને તેની પાસે કેન્દ્રીય લાયસન્સ પણ છે. FSSAIની ટીમે વધુ તપાસ માટે ફેક્ટરી પરિસરમાંથી સેમ્પલ પણ એકત્રિત કર્યા છે.

    શું છે મામલો?

    તાજેતરમાં જ મલાડના વિસ્તારમાં રહેતી એક મહિલાએ યમ્મો આઇસક્રીમ્સમાંથી તેના ભાઈ માટે આઇસ્ક્રીમ કોનનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. તે મહિલાના ભાઈ ઓર્લેમ બ્રેન્ડન સેરાવ નામના એક ડૉક્ટર જ્યારે આ આઇસ્ક્રીમ ખાઈ રહ્યા હતા ત્યારે તેમને તેમની જીભ પર કોઈ અલગ પદાર્થનો અનુભવ થયો હતો. આથી જ્યારે તેમણે તે કોનને ધ્યાનથી જોયો, તો તેમાં મનુષ્યની કપાયેલી આંગળી જોવા મળી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણકરી મલાડ પોલીસને આપવામાં આવી હતી. મલાડ પોલીસે આઇસ્ક્રીમમાંથી નીકળેલા આંગળીના ટુકડાને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને આઇસ્ક્રીમ બ્રાન્ડ યમ્મોના વહીવટી કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધી છે.

    - Advertisement -

    ત્યારબાદ ડૉક્ટરે સોશિયલ મીડિયામાં આ ઘટના વિશે માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે મેં આઇસ્ક્રીમ કોન ખાધો તો મને બાઇટમાં અખરોટ જેવુ અનુભવાયું હતું. મને લાગ્યું કે, મારા મોમાં કોઈ અખરોટ કે ચોકલેટ જેવો કડક પદાર્થ આવી ગયો છે. પરંતુ જ્યારે તે વધુ કડક લાગ્યો તો મેં તે પદાર્થને થૂંકી દીધો હતો. પછી જોયું તો તે આંગળીનો ટુકડો હતો.” ત્યારબાદ ડૉક્ટરે તરત જ આંગળીના ટુકડાને આઇસપેકમાં નાખી દીધો હતો. જેથી પોલીસને તે બતાવી શકાય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં