Saturday, February 1, 2025
More
    હોમપેજક્રાઈમAAPના પૂર્વ જિલ્લા અધ્યક્ષ મહેમુદ ખાને સોનુ બનીને ફસાવી હિંદુ યુવતીને: વિડીયો...

    AAPના પૂર્વ જિલ્લા અધ્યક્ષ મહેમુદ ખાને સોનુ બનીને ફસાવી હિંદુ યુવતીને: વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કર્યું ધામંતરણનું દબાણ, મારપીટનો પણ આરોપ

    પીડિતાએ જણાવ્યું છે કે, લગભગ 15 મહિના પહેલાં મહેમુદ ખાને તેનું નામ સોનુ હોવાનું જણાવી તેની સાથે મિત્રતા કરી હતી. 20 ઑગસ્ટના રોજ, તે ક્લેક્ટ્રેક ખાતે આરોપીને મળવા આવી હતી, જ્યાંથી તેને શહેરના એક રૂમમાં લઈ જવામાં આવી હતી. ત્યાં મહેમુદે ન માત્ર બળાત્કાર કર્યો, પરંતુ તેનો વિડીયો પણ બનાવ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લવ જેહાદના (Love Jihad) ગંભીર કેસમાં આમ આદમી પાર્ટીના (AAPના) પૂર્વ જિલ્લા અધ્યક્ષ મહેમુદ ખાનની (Mahmood Khan) ધરપકડ કરવામાં આવી છે. જયસિંહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હિંદુ યુવતીએ (Hindu Girl) મહેમુદ ખાન પર બળાત્કાર (Rape), ધર્મ પરિવર્તન માટે દબાણ (Pressure to convert) અને બ્લેકમેલિંગનો (Blackmailing) આરોપ લગાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે, મહેમુદ ખાને પોતાનું નામ સોનુ હોવાનું કહીને તેની સાથે મિત્રતા કરી અને તેને વિશ્વાસમાં લીધી હતી. જે બાદ તેનું યૌન શોષણ કર્યું હતું.

    મળતી માહિતી અનુસાર , પીડિતાએ જણાવ્યું છે કે, લગભગ 15 મહિના પહેલાં મહેમુદ ખાને તેનું નામ સોનુ હોવાનું જણાવી તેની સાથે મિત્રતા કરી હતી. 20 ઑગસ્ટના રોજ, તે ક્લેક્ટ્રેક ખાતે આરોપીને મળવા આવી હતી, જ્યાંથી તેને શહેરના એક રૂમમાં લઈ જવામાં આવી હતી. ત્યાં મહેમુદે ન માત્ર બળાત્કાર કર્યો, પરંતુ તેનો વિડીયો પણ બનાવ્યો હતો. આ પછી પીડિતા પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને નિકાહ માટે ધર્મ પરિવર્તન કરવાનું દબાણ ઊભું કરાયું હોવાનો આરોપ છે.

    બળજબરીથી ધર્માંતરણના પ્રયાસો

    યુવતીએ પોલીસને જણાવ્યું છે કે, મહેમુદ ખાને તેને માંસ ખાવા માટે દબાણ કર્યું હતું અને અન્ય લોકોને બોલાવીને તેનું ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પીડિતા આરોપીના રૂમમાં બંધ રહીને ત્રાસ સહન કરતી રહી હતી. 25 નવેમ્બર 2024ના રોજ તક ઝડપીને તે રૂમમાંથી ભાગી ગઈ હતી અને પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    રવિવારના (5 જાન્યુઆરી, 2025) રોજ, આરોપીએ યુવતીને ફરીથી ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇનકાર કરવા પર પીડિતા સાથે મારપીટ અને નશાયુક્ત ચા પીવડાવવાના પ્રયાસો પણ કર્યા હતા. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે મહેમુદ ખાનને કસ્ટડીમાં લીધો છે. ઈન્સપેક્ટર ઈન્ચાર્જ નારદમુનિ સિંઘે જણાવ્યું છે કે, આરોપી વિરુદ્ધ બળાત્કાર, બ્લેકમેલિંગ અને ધર્મ પરિવર્તન હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    મહેમુદ ખાનની ધરપકડથી આમ આદમી પાર્ટીની છબીને ફટકો પડ્યો છે. આ મામલો પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંઘના ગૃહ જિલ્લા સુલતાનપુરનો છે, જે તેને વધુ સંવેદનશીલ બનાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં