પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંઘ (Yuvraj Singh), હરભજન સિંઘ, સુરેશ રૈના વિરુદ્ધ FIR કરવામાં આવી છે. તેમના પર દિવ્યાંગોની મજાક બનાવવાનો છે આરોપ લગાવવામાં આવ્યા છે. આ FIR નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોઇમેન્ટ ફોર ડિસએબલ પીપલના અરમાન અલીએ કરી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ત્રણેવ ક્રિકેટર દ્વારા એક વિડીયો બનાવીને દિવ્યાંગજનોની ઠેકડી ઉડાડી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણે ખેલાડીઓનો થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો. જેને લઈને આ વિવાદ ઉભો થયો છે.
મળતી માહિતી અનુસાર આ FIR દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. નોંધનીય છે કે લેજેન્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડના ફાઈનલ્સમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન ને ધૂળ ચટાડ્યા બાદ આ ખેલાડીઓએ એક વિડીયો બનાવ્યો હતો. નવા આવેલા ગીત પર બનાવવામાં આવેલા આ વિડીયો બાદ ત્રણેય વિવાદમાં આવી ગયા. વિવાદ એટલો વધી ગયો કે હવે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
શું છે આખી ઘટના?
તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે લેજેન્ડ ક્રિકેટ ચેમ્પિયનમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ત્યાર બાદ હરભજને (Harbhajan Singh) સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં યુવરાજ, હરભજન અને સુરેશ (Shuresh Raina) તાજેતરમાં આવેલા અને ખૂબ પ્રચલિત થયેલા ‘હુસ્ન તેરા તૌબા તૌબા’ (Tauba Tauba Vikki Kaushal) ગીત પર લંગડાતા હોય તે રીતે ચાલતા નજરે પડ્યા હતા. આ દરમિયાન તેમણે બહુ પીડામાં હોય તેવ હાવભાવ દેખાડ્યા હતા.
આ વિડીયોના કેપ્શનમાં હરભજને લખ્યું હતું કે, “સતત 15 દિવસ રમ્યા બાદ આખા શરીરનો તૌબા-તૌબા થઈ ગઈ છે.” આ પછી જોત-જોતામાં વિડીયો વાયરલ થઈ ગયો અને અનેક લોકોએ તેનો વિરોધ કર્યો.
Yuvraj Singh, Harbhajan Singh and other India Champions celebrate their World Championship 2024 win with a hilarious take on post-match soreness, set to 'Husn Tera Tauba Tauba'. 🏆😄 #LegendsUnite #CricketHumor #WCL2024 #TaubaTauba #YuvrajSingh #HarbhajanSingh #LokmatTimes pic.twitter.com/Big2pqdIMo
— Lokmat Times (@lokmattimeseng) July 15, 2024
હરભજન સિંઘે માંગી હતી માફી
વિવાદ થયા બાદ હરભજને પોતાના એકાઉન્ટ પરથી વિડીયો હટાવીને માફી માંગી લીધી હતી. તેમણે પોસ્ત લખીને કહ્યું હતું કે, તેઓ અને તેમના સાથીઓ કોઈ પણ વ્યક્તિ કે સમાજને દુઃખ પહોંચાડવા નહતા માંગતા. આ વિડીયો માત્ર એક મજાક હતી. જોકે તેમની માફી કામ ન આવી અને હાલ ત્રણેય ક્રિકેટર વિરુદ્ધ FIR નોંધીને દિવ્યાંગોની મજાક ઉડાડવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ પેરાઓલેમ્પિકમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતેલા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ પણ આ વિડીયો પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “તમારા જેવા ક્રિકેટ સ્ટાર્સ પાસે જવાબદારીપૂર્ણ વર્તનની અપેક્ષા કરવામાં આવે છે. મહેરબાની કરીને એવા લોકોનો મજાક ન બનાવી જેઓ દિવ્યાંગ હોય. આ મજાકની વાત નથી.”