Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમઆખી રાત કર્યો હોબાળો, દુકાનો પર પથ્થરમારો: મુઝફ્ફરનગરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને...

    આખી રાત કર્યો હોબાળો, દુકાનો પર પથ્થરમારો: મુઝફ્ફરનગરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને રસ્તા પર ઉતરી આવ્યું ઇસ્લામી ટોળું, 700 વિરુદ્ધ FIR

    પહેલો કેસ ઇસ્લામ પર પોસ્ટ કરનાર નિખિલ ત્યાગી પર નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત આરોપીની દુકાન પર પથ્થરમારો કરનારા 25 લોકો વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે અને ત્રીજો કેસ હોબાળો કરીને રસ્તા જામ કરવામાં સામેલ ટોળાંના 700 અજ્ઞાત લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    બહરાઈચ બાદ હવે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) પણ હોબાળો થયો હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, અહીં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને હજારોનું ઇસ્લામી ટોળું (Muslim Mob) રસ્તા પર ઉતરી આવ્યું છે. રાતભર રસ્તા પર પ્રદર્શન કરીને હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દુકાનો પર પથ્થરમારો (Stone Pelting) કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પોસ્ટ (Social Media Post) કરનારની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. તેમ છતાં ટોળાંમાં સામેલ લોકોએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. ભારે હોબાળો થયા બાદ ઠેરઠેર પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને 700 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

    આ ઘટના શનિવારે (19 ઑક્ટોબર) મોડી રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. મુઝફ્ફરનગરમાં આવેલ બુઢાનામાં હજારો મુસ્લિમો એકઠા થઈ ગયા હતા અને ભારે હોબાળો શરૂ કર્યો હતો. રસ્તા પર ઉતરી આવેલું ટોળું આરોપીની ધરપકડની માંગણી કરી કર્યું હતું. જે બાદ પોલીસે ઇસ્લામ વિશે પોસ્ટ કરનાર નિખિલ ત્યાગીની ધરપકડ પણ કરી લીધી હતી. તેમ છતાં ટોળાંએ હોબાળો કર્યો હતો અને દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાને લઈને ત્રણ કેસ નોંધવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    પહેલો કેસ ઇસ્લામ પર પોસ્ટ કરનાર નિખિલ ત્યાગી પર નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત આરોપીની દુકાન પર પથ્થરમારો કરનારા 25 લોકો વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે અને ત્રીજો કેસ હોબાળો કરીને રસ્તા જામ કરવામાં સામેલ ટોળાંના 700 અજ્ઞાત લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    નોંધવા જેવું છે કે, નિખિલ ત્યાગીએ ફેસબુક પર ઇસ્લામને લઈને કોઈ પોસ્ટ કરી હતી, જેના કારણે મુસ્લિમ સમુદાયના લોકો ભડકી ઉઠયા હતા અને ધરપકડની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે, પોલીસે નિખિલની ધરપકડ કરી લેતા તમામ પરત ફરી ગયા હતા, પરંતુ થોડી વાર બાદ પોલીસે નિખિલ છોડી મૂક્યો હોવાની અફવા ફેલાઈ ગઈ હતી અને વધુ માત્રામાં ઇસ્લામી ટોળું એકઠું થઈ ગયું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હાલ પણ વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે અને ભારે માત્રામાં પોલીસ ફોર્સ પણ જોવા મળી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં