Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનામીબિયાથી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું મોત, ભારત...

    નામીબિયાથી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું મોત, ભારત આવતા પહેલાં જ હતી કિડનીની બીમારીથી પીડિત

    15 ઓગસ્ટ, 2022ના રોજ નામિબિયામાં સશાના ટેસ્ટના છેલ્લા લોહીના નમૂનામાં ક્રિએટિનાઇનનું સ્તર 400 થી પણ વધુ હતું. જે એ વાતની પણ પુષ્ટિ કરે છે કે ભારત આવતા પહેલાં જ સાશાને કિડનીની બીમારી હતી.

    - Advertisement -

    નામીબિયાથી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશાનું મોત નીપજ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભારત લાવતા પહેલાં જ સાશાને કિડનીમાં ગંભીર રીતે ચેપ લાગ્યો હતો. જેની જાણકારી વનવિભાગને 22 જાન્યુઆરીના રોજ મળી હતી. જે બાદ સ્પેશ્યલ ડોક્ટરોની ટીમ તેનો ઈલાજ કરી રહી હતી. દરમિયાન તેનું એક ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો.

    તાજા અહેવાલો મુજબ નામીબિયાથી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા સાશા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડિત હતી. સાશાની ગંભીર બીમારી વિષે માહિતી મળતાની સાથે જ મધ્યપ્રદેશ વનવિભાગની ટીમે એક ઈમરજન્સી મેડીકલ રિસ્પોન્સ ટીમને શ્યોરપુર સ્થિત કૂનો ખાતે મોકલી હતી. શરૂઆતની તપાસમાં સાશાને ડાયેરિયા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ જણાવવામાં આવ્યું છે કે ભારત આવતાં પહેલા જ સાશા ગંભીર રીતે કીડનીની બીમારીથી ગ્રસિત હતી.

    વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ મોનિટરિંગ ટીમને માદા ચિત્તા સાશા સુસ્ત હોવાનું જણાયું હતું. જ્યારે ત્રણ પશુચિકિત્સકોએ સાશાના સ્વાસ્થ્યની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તેને સારવારની જરૂર છે. જે બાદ તે જ દિવસે તેને ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન સાશાના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. લોહીના નમૂનાની તપાસમાં માદા ચિત્તાને કિડનીમાં ગંભીર ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    જે બાદ તરત જ વન વિહાર નેશનલ પાર્ક ભોપાલના વાઇલ્ડલાઇફ ડોક્ટરો અને અન્ય નિષ્ણાત તબીબો અલ્ટ્રાસાઉન્ડ મશીનો સાથે કૂનો પહોંચ્યા હતા. જ્યારે નામિબિયાથી સાશાની સારવારની હિસ્ટ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું હતું કે 15 ઓગસ્ટ, 2022ના રોજ નામિબિયામાં સશાના ટેસ્ટના છેલ્લા લોહીના નમૂનામાં ક્રિએટિનાઇનનું સ્તર 400 થી પણ વધુ હતું. જે એ વાતની પણ પુષ્ટિ કરે છે કે ભારત આવતા પહેલાં જ સાશાને કિડનીની બીમારી હતી.

    માદા ચિત્તા સાશાની બીમારી પર ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું કે તેની કિડનીમાં ઇન્ફેક્શન છે. ત્યાર બાદ ડોક્ટરોની એક ખાસ ટીમ તેની દેખરેખ અને સારવાર માટે 24 કલાક ખડેપગે રહી હતી. ઉપરાંત નામિબિયાના ડોકટરો અને નિષ્ણાતોની ટીમ પણ સતત સાશાની દેખરેખ રાખી રહી હતી. થોડા સમય પહેલા આ માદા ચીતાની તબિયત ઘણાં સુધારા પર હતી અને તેણે શિકાર શરૂ કરી દીધો હતો, પરંતુ અચાનક તેની તબિયત ફરી લથડી હતી. જે બાદ આજે તેના મૃત્યુ થયા હોવાની ખબર સામે આવી હતી.

    ઉલ્લેખનીય છે કે ગત 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં આ નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તા ખુલ્લા મૂક્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં