ફતેહપુર પોલીસે 45 વર્ષીય મૌલાના ફિરોઝ આલમની (Maulana Firoz Alam) જેલમાંથી છૂટ્યાના થોડા સમય પછી ધરપકડ કરી લીધી હતી. જેલમાંથી છૂટ્યા પછી તેના સમર્થકો દ્વારા તેમનું ‘ભવ્ય સ્વાગત’ કરવામાં આવ્યું જ્યાં ઉશ્કેરણીજનક નારા લાગતા મૌલાના સહિત 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મૌલાના ફિરોઝ આલમ 2021થી ગેરકાયદે ધર્માંતરણ (Conversion) અને બનાવટી કરવાના આરોપમાં જેલમાં હતો. 4 જાન્યુઆરીએ તે છૂટ્યા પછી ફરીથી ધરપકડ (Again Arrested) કરવામાં આવી હતી.
નોંધનીય છે કે 2021થી જેલમાં બંધ મૌલાના ફિરોઝ આલમને શુક્રવાર, 3 જાન્યુઆરીએ અલ્હાબાદ હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ ગાઝીપુર શહેરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉશ્કેરણી જનક મજહબી નારા લગાવવામાં આવ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
#WATCH | Maulana Firoz Alam, an Islamic cleric who was jailed for his involvement in conversion and creating fake documents in Uttar Pradesh's Fatehpur, was welcomed upon his release on bail after three years.
— Organiser Weekly (@eOrganiser) January 4, 2025
The Nepalese cleric is accused of fraudulently obtaining an Indian… pic.twitter.com/y8a8Z8eR3U
આ ભીડમાં પુરૂષો, મહિલાઓ અને યુવાનો બધા સામેલ હતા. મુસ્લિમોના આ ટોળાએ સાથે મળીને ‘નારા એ તકબીર અલ્લાહ હુ અકબર’ના નારા લગાવ્યા. ભીડને જોઈને જેલમાંથી મુક્ત થયેલા મૌલાનાએ સુર પરોવીને કહ્યું ‘જંગ ચાલુ રહેશે, ઈન્શાઅલ્લાહ’. આ ઘટનાનો વિડીયો પોલીસ અધિકારો સુધી પહોંચતા મૌલાના ફિરોઝ આલમની ધરપકડ કરવામાં આવી હતી.
#UttarPradesh | Maulana Firoz Alam, who was released after serving three years in jail for conversion and forging fake documents, was arrested just after his release in Fatehpur, along with 19 others.
— Organiser Weekly (@eOrganiser) January 5, 2025
Upon his release, he and his supporters started screaming anti-hindu slogans. https://t.co/3PeNHtkGhQ pic.twitter.com/Ucou3iVYBF
મૌલાના અને ગાઝીપુરના અરબાઝ, નફીસ, રસૂલ, હકીમ, આસિફ ખાન, સાકિર, સેહબાન ખાન, સાજિદ ખાન, મિન્હાજ અહેમદ, આકાશ, નૂરબાબુ, નઈમ ખાન, નૂરસિફ, ચાંદબાબુ, સહનવાઝ, સાજિદ, વસીક ખાન, મેહમૂદ અને અન્ય છ વિરુદ્ધ ભીડ ભેગી કરીને ધાર્મિક લાગણી દુભાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. મૌલાના સહિત 19 આરોપીઓને એસડીએમ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
કેમ થઇ હતી મૌલાના ફિરોઝ આલમની ધરપકડ
નેપાળ પ્રાંતના મહોત્રી જિલ્લાના ગૌસાલા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનમાનો રહેવાસી મૌલાના ફિરોઝ આલમ ગાઝીપુર શહેરની મોટી મસ્જિદના ઈમામ રહી ચૂક્યો છે. મૌલાનાની 2021માં નેપાળના નાગરિક હોવા છતાં પોતાની ઓળખ છુપાવીને પાસપોર્ટ જારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મૌલાના વિરુદ્ધ ધર્માંતરણ કરાવવાનો કેસ પણ નોંધાયો હતો.
નોંધનીય છે કે મસ્જિદમાં ધર્મ પરિવર્તન જેવા કૃત્યો કરવાનો આરોપ મૌલાના પર લગાવવામાં આવ્યો હતો. આ મામલે અન્ય લોકોના નામ પણ સામે આવ્યા હતા જેમની મદદથી ફિરોઝ આલમે પોતાની અસલી ઓળખ છુપાવીને છેતરપિંડી કરીને ભારતીય નાગરિકતા મેળવી હતી. તેનો ભારતીય પાસપોર્ટ, મતદાર કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતું, ડ્રાઇવિંગ લાઇસન્સ પણ બનાવવામાં આવ્યું હતું. 2021માં મૌલાનાની ધરપકડ બાદ આ ખુલાસા થયા હતા.