Monday, November 25, 2024
More
    હોમપેજદેશકંગના રણૌતને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલના સમર્થનમાં 'ખેડૂત' સંગઠનો: મોહાલી SSP ઓફિસ...

    કંગના રણૌતને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલના સમર્થનમાં ‘ખેડૂત’ સંગઠનો: મોહાલી SSP ઓફિસ સુધી કાઢી ‘ઇન્સાફ માર્ચ’, મા-ભાઈ પણ આરોપીની સાથે

    કુલવિંદર કૌરના ભાઈ શેર સિંઘ પણ પોતાની બહેનના સમર્થનમાં ખુલીને સામે આવ્યા છે. શેર સિંઘ મહિલવાલ ખેડૂતોના એક જૂથનું નેતૃત્વ કરે છે. તેઓ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સંગઠન સચિવ તરીકે પણ કામ કરી રહ્યા છે. કુલવિંદરના સમર્થનમાં મોહાલીમાં વિરોધ કરી રહેલા ત્રણ સંગઠનોમાં શેર સિંઘનું જૂથ પણ સામેલ છે.

    - Advertisement -

    ચંડીગઢ એરપોર્ટ પર ભાજપ સાંસદ કંગના રણૌતને થપ્પડ માર્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવેલી CISF મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરના સમર્થનમાં કથિત ખેડૂત સંગઠનોએ માર્ચ કાઢી છે. 9 જૂન (રવિવાર)ના રોજ મોહાલીમાં ‘ઇન્સાફ માર્ચ’માં ખેડૂતોના નામે રચાયેલાં અનેક સંગઠનોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શન કુલવિંદર કૌર વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં પ્રસ્તાવિત છે. સવારે 10 વાગ્યે મોહાલીના ફેઝ 8મા અંબ સાહિબ ગુરુદ્વારાથી શરૂ થઈને આ ‘ઇન્સાફ માર્ચ’ સેક્ટર 76 સ્થિત SSP ઓફિસ સુધી ચાલી હતી. પ્રદર્શનને જોતાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર, ભારતીય કિસાન નૌજવાન યુનિયન, સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ વગેરે જેવા સંગઠનો આ પ્રદર્શનમાં સામેલ છે. સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીત સિંઘ દલ્લેવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાની રણનીતિ સમજાવી હતી. તેમણે કહ્યું કે, મહિલા કોન્સ્ટેબલ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સહન કરવામાં આવશે નહીં. દલ્લેવાલ ઉપરાંત કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંઘ પંઢેરે પણ કહ્યું કે, તેઓ આ મામલાની યોગ્ય તપાસ માટે પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવને મળશે.

    કુલવિંદર કૌરના ભાઈ શેર સિંઘ પણ પોતાની બહેનના સમર્થનમાં ખુલીને સામે આવ્યાં છે. શેર સિંઘ મહિલવાલ ખેડૂતોના એક જૂથનું નેતૃત્વ કરે છે. તેઓ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સંગઠન સચિવ તરીકે પણ કામ કરી રહ્યા છે. કુલવિંદરના સમર્થનમાં મોહાલીમાં વિરોધ કરી રહેલા ત્રણ સંગઠનોમાં શેર સિંઘનું જૂથ પણ સામેલ છે. કુલવિંદરની માતા પણ પુત્રીના સમર્થનમાં સામે આવી છે. તેમણે પોતાની પુત્રીની કરતૂતને યોગ્ય ઠેરવી છે. કુલવિંદરની માતાનું માનવું છે કે, ખેડૂતો પ્રત્યે કંગનાના નિવેદનથી તેમની પુત્રી ગુસ્સે થઈ હશે.

    - Advertisement -

    દરમિયાન CISF નોર્ધન ઝોન એરપોર્ટના DIG વિનય કાજલાએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ખેડૂતોના વિરોધ દરમિયાન કંગના રણૌતના નિવેદનથી કુલવિંદર ગુસ્સે થઈ હતી. DIGએ દાવો કર્યો હતો કે, કુલવિંદરે માફી માંગી છે અને એ પણ કબૂલ્યું છે કે તેની આ કરતૂતથી CISFની છબી ખરાબ થઈ છે. ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, DIG કાજલાએ કુલવિંદરને દયાળુ સાબિત કરવા માટે 15 દિવસ પહેલાં એક બાળકીને ચોકલેટ ખવડાવવા જેવી બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં