‘ધ વાયર’એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT સેલના વડા અમિત માલવિયાને Meta કરતાં વધુ શક્તિશાળી ગણાવતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, ખૂબ જ હોબાળો કર્યા બાદ કંપનીએ તેની વેબસાઇટ પરથી હટાવી લીધો હતો. આ પછી, તેણે દેશની છબી બદનામ કર્યા પછી માફી માંગવાનું નાટક કરીને એક ખેલ પણ કર્યો. પરંતુ આ તમામ ગતકડા ‘ધ વાયર’ને ભારે પડ્યા છે, કારણકે હવે વાયરના કોકડા વિરુદ્ધ અમિત માલવિયા કોર્ટમાં જશે.
વાસ્તવમાં ચારે બાજુ ટીકા થયા પછી ‘ધ વાયર’એ કહ્યું કે તે હવે META વિરુદ્ધ રિપોર્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા દરેક દસ્તાવેજ, તકનીક, ક્રોસ-ચેક અને ફોર્મ્યુલાની આંતરિક સમીક્ષા કરશે. જો કે અમિત માલવિયા ડાબેરી વેબસાઇટને છોડવાના મૂડમાં નથી. તેણે ટ્વિટ કરીને વાયર વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે. મતલબ અમિત માલવિયા કોર્ટમાં જશે તે વાત પાક્કી છે.
માલવિયાએ કહ્યું હતું કે, “મારા વકીલોની સલાહ-સુચન કર્યા પછી અને તેમની સલાહ લીધા પછી, મેં ‘ધ વાયર’ સામે ફોજદારી અને સિવિલ એક્શન લેવાનું નક્કી કર્યું છે. હું માત્ર ફોજદારી પ્રક્રિયામાં વધારો કરીશ એટલું જ નહીં, પરંતુ હું તેમની સામે સિવિલ કોર્ટમાં નુકસાની માંગીશ, કારણ કે તેઓએ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે.”
On The Wire… pic.twitter.com/ElZNC9yVuO
— Amit Malviya (@amitmalviya) October 27, 2022
‘ધ વાયર’એ મેટા પર અમિત માલવિયાના ઈશારે કામ કરવાનો આરોપ મૂક્યો
આ વામપંથી વેબ પોર્ટલે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમિત માલવિયા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર તેમને અણગમતી પોસ્ટ લાગે તો તેને દૂર કરી શકે છે. જોકે, ‘મેટા’ના કોમ્યુનિકેશન હેડ એન્ડી સ્ટોને આ સમગ્ર સમાચારને જુઠાણું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ધ વાયર’એ બનાવટી દસ્તાવેજોના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. અજ્ઞાત સ્ત્રોતના આધારે ‘ધ વાયર’એ દાવો કર્યો હતો કે અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પરથી 705 પોસ્ટ દૂર કરી છે .
મોટી ફજેતી થયા બાદ સ્ટોરી હટાવી
ભારે હોબાળો થયા બાદ ‘ધ વાયર’એ સ્ટોરી વેબસાઈટ પરથી હટાવી દીધી હતી. કંપનીએ કહ્યું હતું કે તે હવે META સામે રિપોર્ટ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા દરેક દસ્તાવેજ અને ફોર્મ્યુલાની આંતરિક સમીક્ષા કરશે. આમાં દસ્તાવેજો, માહિતી, સ્ત્રોત સામગ્રી, તકનીકો અને ક્રોસ-ચેકની તપાસનો સમાવેશ થશે.
Statement from The Wire on the Meta Investigation.
— The Wire (@thewire_in) October 18, 2022
In light of the concerns and doubts raised about our coverage of Meta, we are setting up an internal review of all documents, information, source material and sources used for these stories.https://t.co/kpXXDqERew pic.twitter.com/X1zvdRvsIO
ડોમેન નિષ્ણાતો અને સ્વતંત્ર સંશોધકોએ વાર્તાને રદિયો આપ્યો
ડોમેન નિષ્ણાતો અને સ્વતંત્ર સંશોધકોએ તેમની સ્ટોરીને નકારી કાઢ્યા પછી ડાબેરી વેબસાઇટે તેના સ્થાપક સંપાદક સિદ્ધાર્થ વરદરાજન દ્વારા આ બાયલાન વળી સ્ટોરી પર આ કાર્યવાહી કરી હતી . આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે કદાચ આ ખોટો અહેવાલ બનાવવા માટે ધ વાયરે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોએ આવો દાવો કર્યા પછી જ વાયરે તેના પ્લેટફોર્મ પરથી સ્ટોરી દૂર કરી અને મેટા પર તેમની સ્ટોરી કેટલી ખોટી હતી તે આડકતરી રીતે સ્વીકારવા માટે આંતરિક સમીક્ષાની વાતથી સાબિત થાય છે.
પ્રાઈવસી રિસર્ચરે ધ વાયર પર છેતરપિંડીનો આરોપ મૂક્યો
વી આનંદ એક ગોપનીયતા સંશોધક 20 ઓક્ટોબરના રોજ ટ્વિટર પર એ દાવાને રદિયો આપ્યો હતો કે તેણે મેટા વિવાદમાં ધ વાયરના દેવેશ કુમારના કાર્યને સમર્થન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, “હું સતત છેતરપિંડીથી કંટાળી ગયો છું . તે ખરેખર આશ્ચર્યજનક છે કે આ બધું હવે દેખીતી રીતે મૃત વાર્તા પર વિશ્વસનીયતા વધારવા માટે થઈ રહ્યું છે. આ અંગે સિદ્ધાર્થ વરદરાજનને જાણ કરવામાં આવી છે.