વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પોતાના સમકક્ષ અબ્દુલ્લાહ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ માટે આરબ દેશની યાત્રા પર ગયા છે. તેઓ રવિવારે (23 જૂન) UAE પહોંચ્યા હતા. દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓ વચ્ચે વ્યાપક રણનીતિક ભાગીદારી વિશે ચર્ચા કરવામાં આવી હતી. તે સિવાય ગાઝા અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષ વિશે પણ વાત કરવામાં આવી હતી. નાહયાન સાથે બેઠક પહેલાં એસ જયશંકરે અબુધાબીના પ્રથમ હિંદુ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં તેમણે પૂજા-અર્ચના કરી હતી. BAPS હિંદુ મંદિરનું આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું.
વિદેશ મંત્રી એસ જયશંકરે અબુધાબીના પ્રથમ હિંદુ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. મંદિરની યાત્રા બાદ વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, “આજે અબુધાબીમાં BAPS હિંદુ મંદિરના દર્શન કરીને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ભારત-UAE મિત્રતાનું જીવંત પ્રતિક છે, જે દુનિયાને સંદેશ આપે છે અને બંને દેશો વચ્ચેનો વાસ્તવિક સાંસ્કૃતિક સેતુ છે.”
Blessed to visit the BAPS Hindu Mandir in Abu Dhabi today.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 23, 2024
A visible symbol of India-UAE friendship, it radiates a positive message to the world and is a true cultural bridge between our two countries.
🇮🇳 🇦🇪 @AbuDhabiMandir pic.twitter.com/6YO7gj3geZ
ત્યારબાદ વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે (24 જૂન) અબુધાબીમાં UAEના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. જે વિશેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. તેમણે લખ્યું કે, “આજે અબુધાબીમાં UAEના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરીને ખુશી વ્યક્ત કરી છે. અમારી સતત વધતી જતી વ્યાપાક રણનીતિક ભાગીદારી પર સાર્થક અને ગહન ચર્ચા કરી. પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને તેમની આંતરદ્રષ્ટિની સરાહના કરી.”
Very pleased to meet UAE FM @ABZayed today in Abu Dhabi.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 23, 2024
Productive and deep conversations on our ever growing Comprehensive Strategic Partnership. Appreciated the discussion and his insights on regional and global issues.
🇮🇳 🇦🇪 pic.twitter.com/g0Iof3n1Zj
આ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરે અબુધાબીમાં યોગ પણ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો અને યોગ તથા વિવિધ આસનો પણ કર્યા હતા. તે પહેલાં ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિદેશ મંત્રી એસ જયશંકરની UAEની મુલાકાત બંને દેશો વચ્ચે વધતી વ્યૂહાત્મક ભાગીદારીની સાથે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની સમીક્ષા કરવાની તક પણ પૂરી પાડશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અંદાજે 35 લાખનો ભારતીય સમુદાય UAEમાં સૌથી મોટો વિદેશી સમૂહ છે.