ભૂતપૂર્વ પાકિસ્તાની (Former Pakistani Cricketer) ક્રિકેટર રાશિદ લતીફે (Rashid Latif) એક યુટ્યુબ શો ‘Caught Behind’માં ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ સાથે તેમની નિકટતાનો દાવો કર્યો હતો અને આડકતરી રીતે ભારતને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો (Mumbai Bomb Blast) માસ્ટરમાઇન્ડ છે. આ બોમ્બ વિસ્ફોટમાં 257 લોકો માર્યા ગયા હતા અને 1,400થી વધુ લોકો ઘાયલ થયા હતા.
હોસ્ટ ડૉ. નૌમાન નિયાઝ સાથે વાત કરતાં લતીફે કહ્યું, “તુમ્હે ક્યા લગતા હૈ, તુમ કિસસે પંગા લે રહે હો? હમ ભાઈ કે ઘર કે પાસ રહતે હૈ.” નોંધનીય છે કે લતીફ કરાચીમાં રહે છે અને એ જ શહેરમાં મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના રક્ષણ હેઠળ રહી રહ્યો છે.
Pakistan ex-cricketer Rashid Latif bragging about his connections with most wanted terrorist Dawood Ibrahim:
— Johns (@JohnyBravo183) December 2, 2024
Says "whom are you messing with?" I stay near Bhai's house (ref to Dawood staying in Karachi)
And he wants India to play Champions Trophy SF in Karachi. pic.twitter.com/tDnTELRJDo
ઉલ્લેખનીય છે કે આ ચર્ચા 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે ચાલી રહેલા વિવાદ પર થઈ રહી હતી. BCCIએ પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો હતો અને ભારતની મેચો તટસ્થ સ્થળોએ (જેમ કે દુબઈ) રમવાની માંગ કરી હતી. બીજી તરફ, PCB સમગ્ર ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજવા પર અડગ હતું.
જય શાહની ICCમાં પ્રભાવી ભૂમિકા અને PCBદ્વારા હાઇબ્રિડ મોડેલ પર વિચાર કરવાના સમાચારો વચ્ચે લતીફે દાઉદ સાથેની તેમની કથિત નિકટતાનો દાવો કરીને ભારતને ધમકી આપવાની કોશિશ કરી હતી.
એવું આ પ્રથમવાર નથી થયું જ્યારે રાશિદ લતીફે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેમના કટ્ટરપંથી ઇસ્લામ તરફના વલણ સામે આવ્યા છે. એક વિડીયોમાં લતીફે દાવો કર્યો હતો કે ભારતના મોટા ભાગના ઐતિહાસિક સ્મારકો તેના પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં 14 ડોન છે અને તે બધા તેમના સમુદાયના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના પર દબાણ ન ઉભું કરવામાં આવે નહીંતર એ પણ ડોન બની જશે. તેમના પર દબાણ ન ઉભું કરવામાં આવે નહીંતર એ પણ ડોન બની જશે.
Rashid latif said bhadwara giri exposed.
— walter white 🌿 (@WorldCup_2k26) December 1, 2024
He said "Jitni bhi badi badi imarate h India mai sab hamare purkho ne banai thi jo ham india ko khairat mai deke aaye hai "
True face of this kala suwar 🧌 pic.twitter.com/bIciaPeWqS
રશીદ લતીફનું આ નવું નિવેદન 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને BCCI અને PCB વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે આવ્યું છે.
નોંધનીય છે કે નવેમ્બરના પહેલા સપ્તાહમાં BCCIએ PCBને સત્તાવાર રીતે જાણ કરી હતી કે ભારતીય ક્રિકેટ ટીમ સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાન રમવા નહીં આવે. BCCIએ ભારતની મેચો તટસ્થ સ્થળોએ યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ICCએ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે પાકિસ્તાનની પસંદગી કરી હતી, પરંતુ ભારત-પાકિસ્તાનના રાજદ્વારી તણાવને કારણે ભારતીય ટીમની ભાગીદારી પર સવાલો ઉભા થયા હતા. હવે એવા અહેવાલો છે કે PCB કેટલીક શરતો સાથે હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી શકે છે.