Wednesday, June 26, 2024
More
    હોમપેજરાજકારણ'જો EVM ખરાબ જ હોય, તો આપી દો રાજીનામું': કોંગ્રેસ નેતા રાહુલ...

    ‘જો EVM ખરાબ જ હોય, તો આપી દો રાજીનામું’: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપી રહ્યા હતા ખોટા નિવેદનો, મહારાષ્ટ્રના CM શિંદેએ બતાવ્યો અરીસો

    મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ કહ્યું કે, " રાહુલ ગાંધી પણ બે જગ્યાએથી જીત્યા છે. તો શું ત્યાં પણ EVM ખરાબ છે? જો EVM ખરાબ છે તો રાહુલ ગાંધી પણ રાજીનામું આપે અને ફરીથી ચૂંટણી લડે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDAની સરકાર બની ગઈ છે. ત્યારે હવે ફરી એક્વાર EVM બાબતે રાજકારણ ગરમાયું છે. વિશ્વના મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર EVMને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે અમેરિકી ચૂંટણીના સંદર્ભે કહ્યું હતું કે, EVM હેક થવાની શક્યતા પણ છે. પરંતુ તેમના આ નિવેદનને લઈને ભારતમાં પણ રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પરિણામ બાદ હમણાં સુધી શાંત રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે ફરી EVMનો રાગ આલાપવા લાગ્યા છે. તેમણે EVMને ‘બ્લેક બોક્સ’ કહીને રાજકારણ રમવાનું શરૂ કર્યું છે. તેમના આ નિવેદન પર મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ પલટવાર કર્યો છે. શિંદેએ રાહુલ ગાંધીને કહ્યું છે કે, જો EVM ખરાબ હોય તો રાજીનામું આપી દેવું જોઈએ.

    રવિવારે (17 જૂન, 2024) મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતી વખતે રાહુલ ગાંધી અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. EVM મશીનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમણે કહ્યું કે, “મહાવિકાસ અઘાડી જ્યાં વધુ બેઠકો જીતી છે, તે EVM બરાબર છે અને જ્યાં તેના લોકો હાર્યા છે તે EVM ખરાબ છે. આ કેવી વાત થઈ? મહાવિકાસ અઘાડીના લોકો જ્યાંથી જીત્યા છે, ત્યાંથી તેમણે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડવી જોઈએ.” મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે, “રાહુલ ગાંધી પણ બે જગ્યાએથી જીત્યા છે. તો શું ત્યાં પણ EVM ખરાબ છે? જો EVM ખરાબ છે તો રાહુલ ગાંધી પણ રાજીનામું આપે અને ફરીથી ચૂંટણી લડે.”

    રાહુલ ગાંધીએ EVMને લઈને આપ્યું હતું નિવેદન

    આ પહેલાં કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ EVM પર સવાલ ઉઠાવતા ઈલોન મસ્કની એક X પોસ્ટને રિપોસ્ટ કરતાં લખ્યું હતું કે, “ભારતમાં EVM એક ‘બ્લેક બોક્સ’ છે અને કોઈને પણ તેની તપાસ કરવાની પરવાનગી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી માત્ર ઢોંગ બની જાય છે અને છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે, ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “આપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને ખતમ કરી દેવી જોઈએ. માણસો અને AI દ્વારા હેક થયાનું જોખમ જોકે ઓછું છે, પણ વધુ કહી શકાય તેવું છે.” ઈલોન મસ્કે આ વાત અમેરિકી ચૂંટણીના સંદર્ભે કહી હતી. ત્યારબાદ પૂર્વ IT ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતના EVMને હેક કરવું શક્ય નથી. તેમ છતાં અમેરિકી ચૂંટણીના મુદ્દાઓને વિપક્ષી નેતાઓ ભારતમાં લઈને આવ્યા છે અને ફરી એકવાર EVM પર રાજકારણ રમવાનું શરૂ કર્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં