Friday, October 18, 2024
More
    હોમપેજક્રાઈમતડપાવવા માટે આપ્યા હતા વીજળીના ઝાટકા, અબ્દુલ હમીદની બંદૂકથી મરાઈ હતી ગોળીઓ,...

    તડપાવવા માટે આપ્યા હતા વીજળીના ઝાટકા, અબ્દુલ હમીદની બંદૂકથી મરાઈ હતી ગોળીઓ, ઘરમાં મળી આવી કાચની બોટલો: બહરાઈચમાં રામગોપાલની હત્યા મામલે અનેક ઘટસ્ફોટ, પરંતુ પોલીસનો નનૈયો

    રામગોપાલ મિશ્રાને ઇલેક્ટ્રિક શોકના કારણે બ્રેઇન હેમરેજ થયું હતું. બર્બરતાના કારણે તેમનું લોહી પણ વહી ગયું હતું અને આ બે કારણોસર જ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પત્નીએ પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું હતું.

    - Advertisement -

    ઇસ્લામી કટ્ટરપંથીઓએ રવિવારે (13 ઑક્ટોબર, 2024) યુપીના બહરાઈચમાં (Bahraich) દુર્ગા પૂજા વિસર્જન યાત્રા પર હુમલો કરી દીધો હતો. તે દરમિયાન જ રામગોપાલ મિશ્રાની હત્યા (Ram Gopal Mishra Murder) પણ કરવામાં આવી હતી. હવે રામગોપાલની હત્યાને લઈને અનેક ઘટસ્ફોટ થયા હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા અનેક બાબતો સામે આવી રહી છે. હવે જાણવા મળી રહ્યું છે કે, તેમની હત્યા કર્યા પહેલાં તેમને વીજ કરંટના આંચકા (Electric Shocks) પણ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ નખ ખેંચી લેવાયા હતા. પરંતુ પોલીસે આ બાબતો હાલ પૂરતી નકારી કાઢી છે

    બહરાઈચમાં થયેલી હિંદુ યુવાન રામગોપાલની હત્યા મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અબ્દુલ હમીદ અને તેની સાથેના મુસ્લિમોએ રામગોપાલ મિશ્રાને ગોળી માર્યા પહેલા તેમને વીજ કરંટના આંચકા પણ આપ્યા હતા. ઉપરાંત તેમના નખ ખેંચી લેવામાં આવ્યા હતા અને તેમના પર તિક્ષ્ણ હથિયારોથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, આંખ પાસેના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા પણ મળી આવ્યા છે.

    રામગોપાલ મિશ્રાને ઇલેક્ટ્રિક શોકના કારણે બ્રેઇન હેમરેજ થયું હતું. બર્બરતાના કારણે તેમનું લોહી પણ વહી ગયું હતું અને આ બે કારણોસર જ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પત્નીએ પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેમના પતિની હત્યા ખૂબ જ બર્બરતાથી કરવામાં આવી હતી.

    - Advertisement -

    અબ્દુલ હમીદની લાયસન્સવાળી બંદૂકથી મરાઈ હતી ગોળી

    તે ઉપરાંત મીડિયા અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે કે, કે રામગોપાલને અબ્દુલ હમીદની લાયસન્સવાળી બંદૂકથી ગોળી મારવામાં આવી હતી. જેના ઘા આખા શરીર પર જોઈ શકાય છે. આ બંદૂકનું લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ પોલીસ દ્વારા મોકલવામાં આવ્યો છે. તે સિવાય અબ્દુલ હમીદના ઘરની છત પર લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા. અહીં કાચની બોટલોના ટુકડા પણ મળી આવ્યા છે. સંભવતઃ રામગોપાલ મિશ્રા પર કાચની બોટલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.

    તેમના મૃતદેહ પર ક્રૂરતા દાખવ્યા બાદ પણ જ્યારે અબ્દુલ હમીદ અને તેની સાથે રહેલા ઇસ્લામી ટોળાંઓ સંતુષ્ટ ન થયા તો તેમણે મૃતદેહ લેવા આવેલા લોકો પર પણ હુમલો કર્યો હતો. રામગોપાલના ભાઈએ મૃતદેહને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યા કે તરત જ મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો અને ગોળીબાર કરી દીધો હતો.

    શું હતી ઘટના?

    ઉલ્લેખનીય છે કે, ઘટના બહરાઈચ જિલ્લાના મહારાજગંજના હરદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં રવિવારે (13 ઑક્ટોબર) સાંજે દુર્ગા પૂજા વિસર્જન યાત્રા નીકળી રહી હતી, દરમિયાન યાત્રા મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાંથી પણ પસાર થઈ હતી. જાણકારી અનુસાર, યાત્રા જેવી અબ્દુલ હમીદના ઘર પાસેથી નીકળી કે તરત જ ત્યાં રહેલા મુસ્લિમ ટોળાંએ મૂર્તિઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

    માત્ર પથ્થરમારો જ નહીં, કટ્ટરપંથી મુસ્લિમોએ હિંદુઓ પર ગોળીબાર પણ કર્યો હતો. આ ફાયરિંગમાં રામગોપાલ નામના એક સ્થાનિક હિંદુનું મૃત્યુ પણ થયું હતું અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, મસ્જિદમાંથી એલાન થયા બાદ કટ્ટરપંથી ઇસ્લામી ટોળાં એકઠા થઈ ગયા હતા અને વિસર્જન યાત્રા પર હુમલો કરી દીધો હતો.

    જોકે, પછીથી ખુલાસો થયો હતો કે, રામગોપાલની હત્યા માત્ર ફાયરિંગમાં નહોતી થઈ. પરંતુ, ઇસ્લામી ટોળાંએ તેમને અબ્દુલ હમીદના ઘરમાં ખેંચી લઈને અમાનુષી અત્યાચાર આચર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ટોળાંએ 20 રાઉન્ડ ફાયરિંગ કરીને રામગોપાલનો જીવ લીધો હતો. તે પહેલાં તેમના નખ પણ ખેંચી લેવામાં આવ્યા હતા અને વીજ કરંટ પણ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    UPDATE: બહરાઇચ પોલીસે રામ ગોપાલ મિશ્રા વિરુદ્ધ નિર્દયતાના દાવાને નકારી કાઢ્યા છે. તલવાર વડે માર મારવો, વીજ કરંટ લાગવા અને નખ ખેંચવાના અહેવાલોને નકારવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે ગોળી વાગવાથી મિશ્રાનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આ જ કારણ દર્શાવવામાં આવ્યું છે. પોલીસના નિવેદન બાદ અમે હેડલાઇનમાં જરૂરી ફેરફાર કર્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં