Friday, November 22, 2024
More
    હોમપેજદેશવહેલી સવારથી જ EDની પશ્ચિમ બંગાળમાં તાબડતોડ કાર્યવાહી: 6 ઠેકાણાં પર અચાનક...

    વહેલી સવારથી જ EDની પશ્ચિમ બંગાળમાં તાબડતોડ કાર્યવાહી: 6 ઠેકાણાં પર અચાનક પાડ્યા દરોડા, રાશન કૌભાંડ કેસ મામલે મની લોન્ડરિંગની ચાલી રહી છે તપાસ

    રાશન વિતરણમાં કૌભાંડ મામલે ગયા મહિને પણ અનેક ઠેકાણાં પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે હવે ફરી એકવાર તે મામલે EDએ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓનું ઉદ્યોગપતિઓ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સખત કાર્યવાહી કરી રહી છે. વહેલી સવારથી જ EDની પશ્ચિમ બંગાળના 6 ઠેકાણાં પર તાબડતોડ કાર્યવાહી સામે આવી છે. રાશન કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસને લઈને એજન્સીએ પશ્ચિમ બંગાળમાં દરોડા પાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, પશ્ચિમ બંગાળના 6 અલગ-અલગ ઠેકાણાં પર EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આરોપીઓનું ઉદ્યોગપતિઓ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે. તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.

    મંગળવારે (13 ફેબ્રુઆરી) પશ્ચિમ બંગાળમાં EDની સખત કાર્યવાહી સામે આવી છે. રાજ્યભરમાં લગભગ 6 ઠેકાણાં પર સવાર-સવારમાં જ એજન્સીએ દરોડા પાડ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDની કોલકાતા જોનલ યુનિટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાશન વિતરણમાં કૌભાંડ મામલે ગયા મહિને પણ અનેક ઠેકાણાં પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે હવે ફરી એકવાર તે મામલે EDએ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓનું ઉદ્યોગપતિઓ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે. ED તેના પર સખત કાર્યવાહી હાથ ધરી રહી છે.

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય દળોની સાથે EDની ટીમોએ સોલ્ટ લેક, કૈખલી, મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ, હાવડા અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગપતિઓ અને કૌભાંડમાં અગાઉ પકડાયેલા લોકોની સાથે નજીકથી સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. ED અધિકારીએ વધુમાં કહ્યું, “આ દરોડા રાશન વિતરણ કૌભાંડ સાથે સંબંધિત છે. ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કર્યા બાદ અમને આ લોકોની સંડોવણીની માહિતી મળી છે.” તપાસ એજન્સીએ પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણ કૌભાંડમાં ગેરરીતિમાં સંડોવણી બદલ રાજ્યના મંત્રી જ્યોતિપ્રિયા મલિક અને TMC નેતાની ધરપકડ પણ કરી છે.

    - Advertisement -

    આ મામલે આરોપી છે શાહજહાં શેખ

    આ કેસમાં 5 જાન્યુઆરીએ EDના અધિકારીઓની એક ટીમ સંદેશખાલી પહોંચી હતી. જોકે, એજન્સીએ સંદેશખાલીમાં TMC નેતા શાહજહાં શેખના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, ત્યારે ટોળાએ ટીમને ઘેરી લીધી અને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એજન્સીના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. 200થી વધુ સ્થાનિક લોકોએ આ હુમલો કર્યો હતો જેમાં મીડિયાકર્મીઓથી લઈને સુરક્ષા દળના જવાનો પણ ઘાયલ થયા હતા. સુરક્ષા દળના અનેક વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરીના રોજ, EDએ રાશન કૌભાંડ કેસના સંબંધમાં સર્ચ ઓપરેશન પછી શાહજહાં શેખના નિવાસસ્થાનને સીલ કરી દીધું હતું.

    નોંધનીય છે કે, બંગાળમાં રાશન કૌભાંડ મામલે EDએ 26 ઓક્ટોબર, 2023ના રોજ મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. તેમના પર બંગાળ રાજ્યમાં અનાજના વિતરણમાં ગેરરીતિ આચરવાનો આરોપ છે. કરોડો રૂપિયાના રાશન કૌભાંડમાં ED દ્વારા જ્યોતિપ્રિયા મલિકના વિવિધ ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તેમના દસ્તાવેજો સાથે બેંક ખાતાંની પણ તપાસ કરવામાં આવી હતી. આરોપ છે કે આ કૌભાંડ ત્યારે આચરવામાં આવ્યો હતો જ્યારે મંત્રી જ્યોતિપ્રિયા મલિકને બંગાળ રાજ્યનો ખાદ્ય અને પુરવઠા વિભાગ સોપવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં