Wednesday, June 26, 2024
More
    હોમપેજદેશEVM મોબાઈલથી અનલૉક કરવાના ખોટા દાવા મામલે ઑપઇન્ડિયાએ જે સમજાવ્યું, તેની ઉપર...

    EVM મોબાઈલથી અનલૉક કરવાના ખોટા દાવા મામલે ઑપઇન્ડિયાએ જે સમજાવ્યું, તેની ઉપર ચૂંટણી પંચે પણ મારી મહોર: ભ્રામક રિપોર્ટ બદલ અખબાર મિડ-ડેને નોટિસ

    ચૂંટણી પંચની પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ 'મિડ-ડે' અખબારને EVM વિશે ખોટી માહિતી ફેલાવવા અને ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં શંકા ઊભી કરવા બદલ નોટિસ ફટકારી દીધી છે.

    - Advertisement -

    તાજેતરમાં મુંબઈના અખબાર મિડ-ડેમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે મુંબઇમાં 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન શિવસેના સાંસદના એક ઓળખીતા વ્યક્તિએ ફોનમાં OTP જનરેટ કરીને EVM અનલૉક કર્યું હતું. રિપોર્ટ વાયરલ થયા બાદ ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત એક્સપ્લેનરમાં સમજાવ્યું હતું કે કઈ રીતે EVM કામ કરે છે અને રિપોર્ટમાં જે પ્રકારના લૉક-અનલૉકના દાવા કરવામાં આવ્યા છે એ ખોટા અને પાયાવિહોણા છે. હવે ચૂંટણી પંચે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આવી જ વાતો કહી છે.

    મુંબઈ સબઅર્બન ડિસ્ટ્રીક્ટનાં જિલ્લા ચૂંટણી અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા મતવિસ્તારના એક મતગણતરી કેન્દ્ર ઉપર જે ઘટના બની હતી તે ઉમેદવારના એક ઓળખીતા વ્યક્તિ દ્વારા અધિકૃત વ્યક્તિનો મોબાઈલ વાપરવાને લઈને બની હતી. આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે કેસ પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.

    જે મુજબ ઑપઇન્ડિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું, તે રીતે જ ચૂંટણી પંચે પણ કહ્યું છે કે, EVMમાં લૉક-અનલૉક જેવું કશું હોતું જ નથી અને તેના માટે કોઇ OTPની પણ જરૂર નથી પડતી, કારણ કે આ સિસ્ટમ એવી નથી કે વાયરલેસ રીતે કોઇ અન્ય ડિવાઇસ સાથે જોડી શકાય. અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, ‘આ અખબાર દ્વારા ફેલાવવામાં આવી રહેલું જુઠ્ઠાણું છે, જે કેટલાક નેતાઓ આગળ વધારી રહ્યા છે.’

    - Advertisement -

    ચૂંટણી પંચે કહ્યું છે કે, “ઇવીએમ સ્વતંત્ર ઉપકરણ છે, જેમાં ઇવીએમ સિસ્ટમની બહારનાં એકમો સાથે કોઈ પણ પ્રકારનાં વાયર્ડ કે વાયરલેસ કનેક્ટિવિટી નથી કરી શકાતી. ગેરરીતીની કોઈપણ સંભાવનાને નકારી કાઢવા માટે આગોતરી તકનીકી સુવિધાઓ અને મજબૂત વહીવટી સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે. સુરક્ષા ઉપાયોમાં ઉમેદવારો અથવા તેમના એજન્ટોની હાજરીમાં દરેક બાબતનું સંચાલન કરવાનો પણ સમાવેશ થાય છે.”

    ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમને અનલૉક કરવા માટે ફોન ઉપયોગ કરવામાં આવ્યા હોવાના મિડ-ડે ના દાવાનો જવાબ આપતા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ETPBSની ગણતરી ભૌતિક સ્વરૂપમાં (પેપર બેલેટ્સ)માં થાય છે, જે રીતે જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે તે રીતે ઇલેક્ટ્રોનિક્સ રીતે ગણતરી નથી કરવામાં આવતી. ઉલ્લેખનીય છે કે, ETPBSમાં, મતદારોને ઇલેક્ટ્રિક સ્વરૂપે મત સેવા આપવા માટે ઇલેક્ટ્રોનિક રીતે મતપત્રો મોકલવામાં આવે છે. ત્યારબાદ મતદારોએ ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવવાની હોય છે અને પોતાનો મત ચિહ્નિત કરીને તે મતપત્રને પોસ્ટ કરવાનું હોય છે. આ પ્રિન્ટેડ બેલેટ પેપર્સની ગણતરી મત ગણતરીની પ્રક્રિયા સાથે જ શરૂઆતમાં કરવામાં આવે છે. (આ વિશે વધુ જાણકારી ઑપઇન્ડિયાના એક્સપ્લેનરમાં મેળવી શકાશે.)

    ECIએ ઉમેર્યું હતું કે, “ETPBS અને EVM મતગણતરી અને પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ (ETPBS સહિત) માટે દરેક ટેબલ પર દરેક મતગણતરી શીટ પર કાઉન્ટિંગ એજન્ટો દ્વારા યોગ્ય કામગીરી પછી હસ્તાક્ષર કરવામાં આવે છે.” ચૂંટણી પંચની પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ ‘મિડ-ડે’ અખબારને EVM વિશે ખોટી માહિતી ફેલાવવા અને ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં શંકા ઊભી કરવા બદલ નોટિસ ફટકારી દીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં